કોલકાતાએ આપેલાં 129 રનનાં ટાર્ગેટને 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પાર પાડ્યો
મેન ઓફ ધ મેચ હસારંગાની 20 રનમાં 4 વિકેટ : કાર્તિક-હર્ષલ વચ્ચે 9 બોલમાં 21* રનની ભાગીદારી
હસારંગાની 20 રનમાં ચાર વિકેટ બાદ દિનેશ કાર્તિક (7 બોલમાં 14*) અને હર્ષલ પટેલ (6 બોલમાં 10*) વચ્ચે 8મી વિકેટમાં 9 બોલમાં અણનમ 21 રનની ભાગીદારને સહારે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઇપીએલ ટી-20માં ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 129 રનના ટાર્ગેટને બેંગ્લોરે 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. બેંગ્લોરે આ સાથે સિઝનની પ્રથમ જીત મેળવી હતી. જ્યારે કોલકાતાનો બીજી મેચમાં પહેલો પરાજય હતો.
- Advertisement -
બેંગ્લોરે 129ના ટાર્ગેટનો પીછો કરતાં માત્ર 17 રનમાં જ રાવત બાદ ડુ પ્લેસીસ અને કોહલીની વિકેટ ગુમાવી હતી. જોકે રુથરફોર્ડે 28 અને શાહબાઝે 27 રન નોંધાવતા જીતની આશા જીવંત રાખી હતી. આખરે કાર્તિક અને હર્ષલે ટીમને જીત અપાવી હતી. સાઉથીએ ત્રણ અને ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. અગાઉ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ કોલકાતાને બેટીંગમાં ઉતાર્યું હતુ. કોલકાતાની ટીમ 18.5 ઓવરમાં માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હસારંગાએ 20 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/31/on-body-shaming-miss-universe-harnaz-kaur-sandhu-gave-a-scathing-reply-to-the-trolls/