RRR ફિલ્મમાં ગીત ગાનાર ગુજરાતી કિશોરી રાગ પટેલ: અમદાવાદની ધો.10ની વિધાર્થિનીએ ગાયુ છે ગીત
તાજેતરમાં રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRR ખૂબ ચર્ચામાં છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. પરંતુ શું આપ જાણો છો આ ગીતની શરૂઆત જે ગીતથી થાય છે તેમાં એક ગુજરાતી (અમદાવાદની) કિશોરીએ પોતાનો અવાજ આપ્યો છે. તેમનું નામ છે રાગ પટેલ.
રાગ પટેલે એક વાતચીતમાં ફિલ્મમાં ગાયનના અનુભવો વિશે જણાવ્યું હતું. વિચારો કે જે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી અને એ જ તમને મળી જાય તો.. જી, હા અમદાવાદમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સાઉથની મેગા બ્લોક બસ્ટર મુવી જે શુક્રવારેએ રિલીઝ થઈ છે. RRR મુવી રિલીઝ થયા બાદ રાગ નાની ઉંમરે જ સ્ટાર બની ગઈ છે. સાઉથના સુપરડુપર ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલિની બ્લોક બસ્ટર RRR મુવી રિલીઝ થઈ છે. રાગ ધોરણ 10માં અભ્યાસ કરે છે. આમ તો રાગને નાનપણથી ડ્રોઈંગનો અને ગીતો ગાવાનો શોખ છે. પણ તેણે ક્યારેય સિંગર તરીકે સોન્ગ ગયું ન હતું.
- Advertisement -

રાગને પણ ત્યાં જઈને જ ખબર પડી કે RRR મુવી માટે તેણે સોલો સોંગ ગાવાનું છે. RRR મુવીના પ્રારંભે જ જે સોંગ અંબર સે થોડા સૂરજ કો પ્યારા.. અમ્મા કે આંચલને ઢક ડાલા સારા… તે રાગ પટેલે ગાયું છે. રાગએ એક વાતચીતમાં જણાવ્યું કે મારા માટે પણ આ શોકિંગ હતું. જ્યારે અમને ખબર પડી કે આ સોંગ ગાવા માટે તે સિલેક્ટ થઈ છે. હાલ તે ધોરણ 10 માટે સ્ટડી કરે છે પણ ભવિષ્યમાં પ્લેબેક સિંગર બનવાની ઈચ્છા છે.
તેના પિતા રાજીવ પટેલ ફેસબુક પેજના મારફતે ધ્યાનમાં આવ્યું કે સાઉથના ડિરેક્ટર એક મુવીના સોન્ગ માટે 12થી 15 વર્ષની દિકરીના અવાજની તલાશમાં છે. ફેસબુક પેજ દ્વારા તેઓએ દીકરીનો અવાજ રેકોર્ડ કર્યો. અને તે તેમને મોકલી આપી. અને થોડા જ દિવસોમાં હૈદરાબાદથી ફોન આવ્યો કે રાગનો અવાજ તેમને ખૂબ ગમ્યો છે. સાથે તેઓએ જણાવ્યું કે રાગ સાથે એક પેરેન્ટ્સની ટીકીટ હૈદરાબાદ આવવા મોકલીએ છીએ. તેના માતા રિદ્ધિ પટેલ જણાવે છે કે હજુ તેઓને વિશ્વાસ નથી થતો કે દીકરીએ મૂવીમાં સોન્ગ ગાયું છે.
- Advertisement -
આ પણ વાંચો: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની લેટેસ્ટ તારીખ આવી સામે, જાણો વિગત
https://khaskhabarrajkot.com/2022/03/28/the-latest-date-ranbir-kapoor-alia-bhatts-wedding/


