By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    17 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જનતાને રખડતાં ઢોરનાં ત્રાસમાંથી મુક્તિ મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > જનતાને રખડતાં ઢોરનાં ત્રાસમાંથી મુક્તિ મળશે
TALK OF THE TOWN

જનતાને રખડતાં ઢોરનાં ત્રાસમાંથી મુક્તિ મળશે

Khaskhabar Editor
Last updated: 2022/03/25 at 5:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

‘ખાસ-ખબર’ની ખાસ મુહિમ રંગ લાવી  

  • તંત્રની બેદરકારીને ઢંઢોળતાં અહેવાલો બાદ રાજ્ય સરકાર હરકતમાં  
  • રખડતા ઢોરના ત્રાસ અંગે રાજ્ય સરકાર 31મી માર્ચે વિધાનસભામાં બિલ લાવશે
  • રખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત, તમામને ટેગ લગાવાશે; 5થી 20 હજાર દંડ  

રખડતા ઢોરના ત્રાસ અંગે ખાસ-ખબર દ્વારા સમયાંતરે તંત્રની બેદરકારીને ઢંઢોળતાં અહેવાલ પ્રકાશિત કર્યા છે. હાલમાં જ બે દિવસ અગાઉ રખડતા ઢોરથી રાજકોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ એક દિવસ અગાઉ રખડતા ઢોરથી રાજકોટમાં વધુ બે વૃદ્ધ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ અંગે પણ ખાસ-ખબર દ્વારા સતત બે દિવસથી ખાસ અહેવાલ પ્રકાશિત કરી રખડતા ઢોરનાં ત્રાસને દૂર કરી જનતાને સુરક્ષા અપાવવાનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. રાજકોટમાં ડિજીટલ દૈનિક ખાસ-ખબરના આ અહેવાલની અસર છેક ગાંધીનગર સુધી થઈ હતી અને રાજ્ય સરકારે રખડતા ઢોરનાં ત્રાસમાંથી જનતાને મુક્તિ સાથે સુરક્ષા અપાવવા અંગે કડક કાયદો ઘડવાનું નક્કી કર્યું છે. રખડતા ઢોરના ત્રાસ અંગે ખાસ-ખબરમાં ચલાવવામાં આવેલી ખાસ મુહિમ રંગ લાવી છે, એટલે કે હવે રખડતા ઢોરનાં ત્રાસમાંથી જનતાને મુક્તિ ને સુરક્ષા મળશે, રાજ્ય સરકાર રખડતા ઢોર વધુ ત્રાસ વર્તાવે કે કોઈનો ભોગ લે તે પહેલાં કડક કાયદો બનાવશે.

Contents
‘ખાસ-ખબર’ની ખાસ મુહિમ રંગ લાવી  તંત્રની બેદરકારીને ઢંઢોળતાં અહેવાલો બાદ રાજ્ય સરકાર હરકતમાં  રખડતા ઢોરના ત્રાસ અંગે રાજ્ય સરકાર 31મી માર્ચે વિધાનસભામાં બિલ લાવશેરખડતા ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત, તમામને ટેગ લગાવાશે; 5થી 20 હજાર દંડ  રાજકોટ શહેરને પશુ મુક્ત કરવા 2ને બદલે હવે 4 ટીમ કામે લાગશે : મેયર પ્રદિપ ડવરખડતાં ઢોરને પકડવામાં કોર્પોરેશનને મહિનાનો 15 લાખનો ખર્ચ

રાજ્યના શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાની સમસ્યાના ઉકેલ માટે હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે.

- Advertisement -

રાજકોટ શહેરને પશુ મુક્ત કરવા 2ને બદલે હવે 4 ટીમ કામે લાગશે : મેયર પ્રદિપ ડવ

  • રખડતાં ઢોરને પકડવામાં કોર્પોરેશનને મહિનાનો 15 લાખનો ખર્ચ

રાજકોટમાં રખડતાં ઢોરને કારણે મવડી પાસે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યાં આ ઘટનાનું પુનરાવર્તન થતાં બીજા દિવસે રૈયાધાર પાસે રખડતાં ઢોરે બે વૃધ્ધ મહિલાઓને હડફેટે લેતાં લોકોમાં આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ ખબર દ્વારા રખડતાં ઢોરના પ્રશ્ન અંગે સચોટ અને ધારદાર મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેથી ખાસ ખબરે રખડતાં ઢોર વધુ કોઈનો ભોગ ન લે તે માટે રાજકોટ કોર્પોરેશન આગામી સમયમાં ક્યાં સચોટ પગલાં લેવાના છે તે અંગે મેયર પ્રદિપ ડવ સાથે વાતચીત કરી હતી.

મેયર ડવે ખાસ ખબરને રાજકોટમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી વિશે જણાવતાં કહ્યું હતું કે, મારા કાર્યકાળ પહેલાં રોજના 15 થી 20 ઢોર પકડવામાં આવતાં હતા પરંતુ મારા કાર્યકાળ પછી હવે રોજના 70 થી 75 જેટલા ઢોર પકડવામાં આવે છે. રાજકોટ શહેર પશુમુક્ત બને તે માટે પશુ પકડવાની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં 2 હતી હવે 4 ટીમ કામ કરશે. ખાસ કરીને જે વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ હશે ત્યાં વધુ ધ્યાન રાખવામાં આવશે અને વિસ્તારને પશુ મુક્ત કરવામાં આવશે.

પશુ પાલકો માટે પણ નિયમો મજબુત કરવામાં આવશે. પહેલાં એમ બનતું કે પશુપાલક 1 ઢોરની પરમિટ લઈને પોતાના અન્ય ઢોરને રખડતા મુકી દે છે. હવે તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. દરેક ઢોરની ડિટેઈલ્સ રાખવામાં આવશે અને અલગથી પરમિટ લેવી પડશે. આ ઉપરાંત દંડની જોગવાઈમાં પણ વધારો કરવામાં આવશે. પકડાયેલા ઢોરને છોડવા માટે પ્રથમવાર 1000 રૂપિયા લેવામાં આવશે. પરંતુ બીજીવાર પકડાશે તો વધુ દંડ વસુલવામાં આવશે. ઢોર પકડતી પાર્ટીને પણ સ્વતંત્રતા આપવામાં આવશે. કોઈપણ અધિકારી-કર્મચારીની લાગવગ ચલાવી લેવામાં આવશે નહીં તેમ મેયર પ્રદિપ ડવે કહ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, હાલ 35 થી 40 જેટલા લોકો ઢોર પકડવાની કામગીરીમાં જોડાયેલા છે. ત્યારે પકડવાના સાધન, ડીઝલ ખર્ચ, પશુઓના નિભાવ ખર્ચ સહિત ઢોર પકડવાની કામગીરીમાં મહિનાનો 15 લાખનો ખર્ચ થાય છે.

મૃતદેહ નિકાલની વ્યવસ્થા
બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા પણ સૂચિત કરાઇ છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહને બાળવા કે દફનાવવા માટેની જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ (ઇન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરાશે.

1 વર્ષ કેદ, 1 લાખ દંડ
ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ છે. બીજીવખત આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધીની કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.

ફોજદારી થશે
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીજળી આપવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં ઉતાર્યાં
Next Article રાજકોટમાં ધો.10 અને 12ની પરીક્ષાના પ્રશ્નપત્ર સ્ટ્રોંગરૂમમાં સીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?