જમીનના વળતર તરીકે અત્યાર સુધીમાં કુલ રૂ. 2,934 કરોડ ચૂકવ્યા
ગુજરાત સરકારે આગામી નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ માટે જરૂરી 99.3% જમીનનું સંપાદન પૂર્ણ કરી લીધું છે. આ પ્રોજેકટને ’બુલેટ ટ્રેન’ પ્રોજેકટ પણ કહેવામાં આવી રહ્યો છે જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. ઉપરાંત, રાજય સરકારે પ્રોજેકટ માટે હસ્તગત કરવામાં આવેલી જમીનના વળતર તરીકે અત્યાર સુધીમાં કુલ રૂ. 2,934 કરોડ ચૂકવ્યા છે.
રાજયની વિધાનસભામાં ધારાસભ્યોના અનેક પ્રશ્ર્નોના જવાબમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રોજેકટ માટે તમામ 360.75 હેકટર જમીન સંપાદિત કરવાની હતી, જેમાંથી 358.33 હેકટર જમીન સંપાદિત થઈ ચૂકી છે.
- Advertisement -
સરકારે તેના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ જમીન અમદાવાદ, આણંદ, નવસારી, ખેડા અને વડોદરાના પાંચ જિલ્લાઓમાં છે અને 99.3% સંપાદન પૂર્ણ થયું છે. સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે પ્રોજેકટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન વડોદરા જિલ્લામાં સૌથી વધુ હતી.
બુલેટ ટ્રેન પ્રોજેકટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે. NHSRCLની વેબસાઇટ પરની વિગતો મુજબ, સમગ્ર પ્રોજેકટ માટે 1396 હેકટરમાંથી કુલ 1248.71 હેકટર જમીન સંપાદિત કરવામાં આવી હતી.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા 17 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ગુજરાત રાજયમાં (352 કિમી) 98.6% જમીન સંપાદિત કરવામાં આવી હતી અને સમગ્ર 352માં સિવિલ કન્સસ્ટ્રકશન વર્ક શરૂ થઈ ગયું હતું. કિમી મહારાષ્ટ્રમાં 62 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે.


