બુધવારે સવારે 6 વાગ્યે રેસકોર્ષ ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે
હિન્દુ સંસ્કૃતિના સંવર્ધન માટે બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટ ખાતે તિરૂપતિ પાર્ક, સોરઠીયાવાડી, શ્રધ્ધા પાર્ક અને પ્રમુખ વાટિકા વિસ્તારમાં ચાર સુંદર સંસ્કારધામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સંદર્ભે 23 માર્ચથી 28 માર્ચ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે સવારે 6 વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે.
24 અને 25 માર્ચેના સાંજે 4 થી 7 દમિયાન રાજકોટના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ બી.એ.પી.એસ.ના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના વરદ હસ્તે તા.27 અને 28 માર્ચે સવારે 7 કલાકે પૂજિત થયેલ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરવામાં આવશે. આ મહોત્સવામાં કુલ 265 યજ્ઞકુંડમાં 2200 યજમાનો હિન્દુ ધર્મની વૈદિક પરંપરા સાથે આ યજ્ઞવિધિમાં જોડાશે. વધુમાં શુદ્ધ, શાકાહારી અને સ્વાદીષ્ટ વાનગીઓ ભક્તો-ભાવિકોને પ્રાપ્ત થાય એવું રાજકોટના નજરાણા સમાન સુંદર પ્રેમવતી ઉપહાર ગૃહનો આરંભ થશે.


