By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    17 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હું આને ભારતનું ‘શિન્ડલર્સ લિસ્ટ’ કહીશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હું આને ભારતનું ‘શિન્ડલર્સ લિસ્ટ’ કહીશ
રાષ્ટ્રીય

હું આને ભારતનું ‘શિન્ડલર્સ લિસ્ટ’ કહીશ

Khaskhabar Editor
Last updated: 2022/03/16 at 5:33 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવી જ જોઈએ, કાશ્મીર અને ભારત વચ્ચેનું અતૂટ જોડાણ વિશ્ર્વ સમક્ષ મૂકવાનો આનાથી ઉત્તમ માર્ગ શું હોય શકે?  

ફિલ્મ શરુ થતાની સાથે જ એક વાક્ય આવે છે, આ ફિલ્મ વિશ્વના તમામ પીડિત સમુદાયોને સમર્પિત છે. અહીં ડિરેક્ટરે આ પ્રકારની અનેક બારીકીઓનું ધ્યાન રાખ્યું છે, એ ગમ્યું. અનુપમ ખેરનો મહાદેવજીના ગેટ-અપ વાળો ચહેરો, કરવતથી જેના અર્ધનગ્ન શરીરના ટુકડા કરી નાખવામાં આવ્યા, એ સ્ત્રીએ પહેરેલ ડ્રેસનો રંગ, યુનિવર્સીટીમાં ભણતા યુવાનને ડ્રિંક ઓફર કરતી વખતે મિથુન ચક્રવર્તી દ્વારા કરાતું અલગ સંબોધન… અને મૃત્યુ પામેલા પુષ્કરની રાખ પધરાવતી વખતે મિથુન ચક્રવર્તીનો સંવાદ… ગમે એવા કાળમીંઢ પથ્થરમાંથી પીડાના આંસુ ફૂટી નીકળે!

Contents
આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવી જ જોઈએ, કાશ્મીર અને ભારત વચ્ચેનું અતૂટ જોડાણ વિશ્ર્વ સમક્ષ મૂકવાનો આનાથી ઉત્તમ માર્ગ શું હોય શકે?  વિચાર કણિકા સૌજન્ય : ડો. સંજીવ ઓઝા 

આ બધું ફિલ્મને ‘વેલ્યુએબલ’ બનાવે છે. હોલીવુડની ક્લાસિક મુવીઝમાં તમે જે ‘હાઈટ’… મિડાસ ટચ… આર્ટ ઓફ નેરેશન, બેકગ્રાઉન્ડ સ્કોર… વગેરે વગેરે શોધો છે, એ બધું અહીં મળશે. અનેક દ્રશ્યોમાં કશું બોલ્યા વિના કેટલું બધું કહેવાઈ ગયું છે. શરણાર્થી શિબિરોમાં રહેતા કાશ્મીરી પંડિતો ભૂખથી બેહાલ છે. બાળકો ભૂખ્યા છે, એટલે એમનો દાદો પુષ્કર પોતાના ખોરાકમાંથી એક ટંક ઘટાડી નાખે છે. પણ ભૂખ એમ પીછો છોડે? ડોસો કડકડતી ઠંડીમાં તંબુની બહાર આવીને બેસે છે, પોતાની પાસે રહેલી ડબ્બીમાંથી ગ્લુકોઝનું એક બિસ્કીટ કાઢીને એને જીભથી સ્પર્શે છે!! બાળકો માટે સાચવેલું બિસ્કીટ ખાવાનું નથી, પણ જીભથી સ્પર્શી તો શકાય ને?! આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં સતત કોઈ આર્દ્ર સ્વરે કાશ્મીરી ભાષાનું લોગીત ગાઈ રહ્યું છે. એક ડોસી ખાંસતી રહે છે. પુષ્કર બિસ્કીટને જીભ અડાડે છે અને ગાનારનો સ્વર તૂટતો જાય છે… ડોસીની ખાંસી અટકી જાય છે, પ્રાણપંખેરું ઉડી ગયું છે… અને સ્વજનોની રોક્કળ સંભળાય છે.

- Advertisement -

અચાનક પુષ્કર મોઢા પાસેનું બિસ્કીટ ભારોભાર પસ્તાવા સાથે પાછું મૂકી દે છે… અને માથા પર હાથ પછાડવા માંડે છે! બાળકોના હકનું બિસ્કીટ પોતાની જીભને અડ્યું જ કેમ??!! અહીં એક્કેય શબ્દ નથી બોલાયો… પણ આ દ્રશ્ય જોઈને તમારી આંખોને અચૂકપણે પરસેવો વળી જવાનો!! અનુપમ ખેરે આ દ્રશ્યમાં પોતાની જાત નીચોવી નાખી છે! અનુપમ ખેર, પલ્લવી જોષી… એક્કેએક કલાકારે પાત્ર જીવી જાણ્યા છે. આતંકવાદીઓનું કાસ્ટિંગ અને એક્ટિંગ પણ પરફેક્ટ છે.

…અને ફિલ્મનું છેલ્લું દ્રશ્ય… એના વિષે કશું લખી શકાય એમ નથી!
હું કોઈ ફિલ્મ રીવ્યુકાર નથી, અને ક્યારેય કોઈ ફિલ્મનો રીવ્યુ નથી લખ્યો. કેમેરા ક્યાં, ક્યારે, કઈ રીતે ફરવો જોઈએ… જેવી બારીકીઓ વિષે લખીને અર્થ નથી. પણ આ પોસ્ટ લખવા અંગેની મારી યોગ્યતા પુરવાર કરવી હોય તો એટલું કહીશ કે શિન્ડલર્સ લિસ્ટ, ધી ગ્રેટ ડિકટેટર, લાઈફ ઇઝ ગુડ, રશોમોન, એક રુકા હુઆ ફૈસલા જેવી મુવીઝ ઉપર અનેક વખત સુજ્ઞ અને વૈવિધ્યસભર ઓડિયન્સ સામે પ્રોગ્રામ્સ આપી ચૂક્યો છું. ખાસ કરીને ‘રશોમોન’ વિષે તો જર્નાલિઝમના સ્ટુડન્ટ્સને પણ લેક્ચર્સ આપી ચૂક્યો છું. એ બધા વિષે સોશિયલ મિડીયા પર બહુ પિષ્ટપેષણ નથી કર્યું, એ જુદી વાત છે. અત્યારે આ કહેવાનું કારણ એટલું જ, કે ફિલ્મ વિષે તમારા બધા જેટલી નહિ, પણ થોડી ઘણી સમજ અવશ્ય ધરાવું છું. અને મારી એ સમજ મુજબ આ ફિલ્મ ખરેખર જોવાલાયક બની છે. શરત એટલી જ છે, કે તમારે તમારી અંદર સતત ધૂણતા રહેતા ‘પોલિટિકલ કરેક્ટનેસના ભૂત’ને કાબૂમાં રાખીને માત્ર અને માત્ર માનવીય દ્રષ્ટિકોણથી ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે!

છેલ્લે બહુ જવાબદારીપૂર્વક કહીશ, કે આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવી જ જોઈએ. કાશ્મીર અને ભારત વચ્ચેનું અતૂટ જોડાણ વિશ્વ સમક્ષ મૂકવાનો આનાથી ઉત્તમ માર્ગ શું હોય શકે? ફિલ્મ જોવી કે નહિ જોવી, એનો નિર્ણય તમારી સંવેદનશીલતા પર આધાર રાખે છે. એટલે એ વિષે મારે તમને કોઈ આગ્રહ નથી કરવાનો.

-કે.ડી. ભટ્ટ

ફેસબૂક પરથી સાભાર. 

- Advertisement -

વિચાર કણિકા 

  • “અંતરાત્માના ટકોરા સાંભળો…. નહીંતર ભવિષ્યમાં ‘ભારત ફાઈલ્સ’ જોવી પડશે !”
  • સોશિયલ મીડિયાની ટીકા કરનારા માટે “કાશ્મીર ફાઈલ્સ” ચિત્ર પછી આ માધ્યમનો સકારાત્મક લાભ ધ્યાનમાં આવ્યો હશે
  • આ ચલચિત્ર જ નથી, ઈસ્લામિક ઘૃણાસ્પદ ઈતિહાસની એક આછેરી ઝલક છે.
  • આ ચલચિત્ર એક વખત પ્રત્યેક ભારત માતાના સંતાને જોવું જ જોઈએ.
  • જો ભારતના ભાવિની ચિંતા મનમાં હોય તો ફકત જોવાથી નહીં, સંઘર્ષ માટે સજ્જ થવા બીજી વખત ચલચિત્ર જોઈ અને અસંખ્ય પાસાઓ સમજવા પડશે.
  • આપણી ઓળખ આપણા સંસ્કાર અને રકત સાથે વણાયેલી છે. આથી આધુનિક દેખાવવાનો પ્રયત્ન, સેકયુલર વ્યવહાર કરવાનો દંભ, સંપત્તિ/પદ/પ્રતિષ્ઠાનો અહંકાર; જે પણ આપણી બુદ્ધિમાં હશે તે એક ચપટી વાગતા જ અદશ્ય થઈ જશે તેટલી બર્બરતા ઈસ્લામિક વિચારધારાની છે’
  • કારણ ઈસ્લામિક આતંક / વ્યવહાર ક્રૂર છે, સંવેદનહિન છે, હેવાનિયતથી સભર છે.
  • “કાશ્મીર ફાઈલ્સ” 2014 માં કેન્દ્રમાં શાસન પરિવર્તન થયું ન હોત તો દર્શકો સુધી પહોંચી શકત?
  • હિંમતથી, પૂરતા આધાર-પૂરાવા સાથે આ દસ્તાવેજી ચલચિત્ર રજૂ કરી ભારતીય સમાજને સદાય જાગૃત રહેવાનો બોધ આ ચલચિત્ર આપે છે.
  • વર્તમાન પશ્ચિમ બંગાળ અને કેરળ રાજયોમાં આવી જ કે આથી વધુ ઘાતક યાતના ભારતભકત નાગરિકો ભોગવી રહયા છે. કોઈ વીર કે વીરાંગના આ બંને રાજયોની વાસ્તવિકતા ચલચિત્ર માધ્યમથી રજૂ કરશે?
  • 370ની કલમ દૂર કરવાનું ઐતિહાસિક કદમ વર્તમાન કેન્દ્ર સરકારનું અભૂતપૂર્વ કદમ છે તે “કાશ્મીર ફાઈલ્સ” જોયા પછી જ સમજાશે !
  • સમાન નાગરિક કાયદા અને તેના ચુસ્ત અમલ સિવાય આ ઈસ્લામિક આક્રમણને રોકવામાં મુશ્કેલી રહેશે.
  • ધર્મ એટલે કર્મકાંડ નથી, ધર્મ સુરક્ષિત નહીં રહે તો હિન્દુઓ માટે યાતના જ યાતના છે !!
  • અસંખ્ય કાશ્મીરી હિન્દુઓએ પેઢીઓ સુધી અસહ્ય યાતનાઓ ભોગવી તે ભારતની વર્તમાન તેમજ ભાવિ પેઢીઓએ યાદ રાખવું પડશે.
  • અંતરાત્માના ટકોરા ન સાંભળવા જેટલા જાડી ચામડીના આપણે અને આપણા સંતાનો ન થાય તે જોવાની જવાબદારી સેના કે સરકારની નથી, આપણી સૌની છે.
  • વટલાઈ જાઓ, ભાગો અથવા મરો- આ ત્રિસૂત્રથી ત્રસ્ત કાશ્મીરી હિન્દુઓને આપણે આ ચલચિત્રમાં જોયા/કાશ્મીર ની ધરતી તેની સાક્ષી છે.
  • આ ફકત કાશ્મીર/બંગાળ/કેરળની સમસ્યા નથી !
  • જયાં જયાં હિન્દુ અસંગઠિત ત્યાં ત્યાં તે આ ત્રિસૂત્રથી ઘેરાશે જ.
  • આ ત્રિસૂત્રથી હિન્દુઓને બચાવશે ’ત્રિશૂળ’ – હિન્દુ બચાવો, હિન્દુ બનાવો (વ્યવહારમાં હિન્દુત્વ) અને હિન્દુ ઓ બઢાવો (વધારો) !
  • “કાશ્મીર ફાઈલ્સ” આપણા અંતરાત્માને ટકોરા મારી જગાડયો છે, જાગતા જ રહીએ !! સક્રિય રહીએ, દેશભકત બનીએ !!
    સૌજન્ય : ડો. સંજીવ ઓઝા 

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ કાશ્મીર ફાઇલ્સનો દેશભરમાં અભૂતપૂર્વ જુવાળ
Next Article જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં હંગામો, 260(2)ની નોટિસની દરખાસ્ત ગેરહાજર કમિશનર તરફ રવાના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?