આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવી જ જોઈએ, કાશ્મીર અને ભારત વચ્ચેનું અતૂટ જોડાણ વિશ્ર્વ સમક્ષ મૂકવાનો આનાથી ઉત્તમ માર્ગ શું હોય શકે?
ફિલ્મ શરુ થતાની સાથે જ એક વાક્ય આવે છે, આ ફિલ્મ વિશ્વના તમામ પીડિત સમુદાયોને સમર્પિત છે. અહીં ડિરેક્ટરે આ પ્રકારની અનેક બારીકીઓનું ધ્યાન રાખ્યું છે, એ ગમ્યું. અનુપમ ખેરનો મહાદેવજીના ગેટ-અપ વાળો ચહેરો, કરવતથી જેના અર્ધનગ્ન શરીરના ટુકડા કરી નાખવામાં આવ્યા, એ સ્ત્રીએ પહેરેલ ડ્રેસનો રંગ, યુનિવર્સીટીમાં ભણતા યુવાનને ડ્રિંક ઓફર કરતી વખતે મિથુન ચક્રવર્તી દ્વારા કરાતું અલગ સંબોધન… અને મૃત્યુ પામેલા પુષ્કરની રાખ પધરાવતી વખતે મિથુન ચક્રવર્તીનો સંવાદ… ગમે એવા કાળમીંઢ પથ્થરમાંથી પીડાના આંસુ ફૂટી નીકળે!
આ બધું ફિલ્મને ‘વેલ્યુએબલ’ બનાવે છે. હોલીવુડની ક્લાસિક મુવીઝમાં તમે જે ‘હાઈટ’… મિડાસ ટચ… આર્ટ ઓફ નેરેશન, બેકગ્રાઉન્ડ સ્કોર… વગેરે વગેરે શોધો છે, એ બધું અહીં મળશે. અનેક દ્રશ્યોમાં કશું બોલ્યા વિના કેટલું બધું કહેવાઈ ગયું છે. શરણાર્થી શિબિરોમાં રહેતા કાશ્મીરી પંડિતો ભૂખથી બેહાલ છે. બાળકો ભૂખ્યા છે, એટલે એમનો દાદો પુષ્કર પોતાના ખોરાકમાંથી એક ટંક ઘટાડી નાખે છે. પણ ભૂખ એમ પીછો છોડે? ડોસો કડકડતી ઠંડીમાં તંબુની બહાર આવીને બેસે છે, પોતાની પાસે રહેલી ડબ્બીમાંથી ગ્લુકોઝનું એક બિસ્કીટ કાઢીને એને જીભથી સ્પર્શે છે!! બાળકો માટે સાચવેલું બિસ્કીટ ખાવાનું નથી, પણ જીભથી સ્પર્શી તો શકાય ને?! આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં સતત કોઈ આર્દ્ર સ્વરે કાશ્મીરી ભાષાનું લોગીત ગાઈ રહ્યું છે. એક ડોસી ખાંસતી રહે છે. પુષ્કર બિસ્કીટને જીભ અડાડે છે અને ગાનારનો સ્વર તૂટતો જાય છે… ડોસીની ખાંસી અટકી જાય છે, પ્રાણપંખેરું ઉડી ગયું છે… અને સ્વજનોની રોક્કળ સંભળાય છે.
- Advertisement -
અચાનક પુષ્કર મોઢા પાસેનું બિસ્કીટ ભારોભાર પસ્તાવા સાથે પાછું મૂકી દે છે… અને માથા પર હાથ પછાડવા માંડે છે! બાળકોના હકનું બિસ્કીટ પોતાની જીભને અડ્યું જ કેમ??!! અહીં એક્કેય શબ્દ નથી બોલાયો… પણ આ દ્રશ્ય જોઈને તમારી આંખોને અચૂકપણે પરસેવો વળી જવાનો!! અનુપમ ખેરે આ દ્રશ્યમાં પોતાની જાત નીચોવી નાખી છે! અનુપમ ખેર, પલ્લવી જોષી… એક્કેએક કલાકારે પાત્ર જીવી જાણ્યા છે. આતંકવાદીઓનું કાસ્ટિંગ અને એક્ટિંગ પણ પરફેક્ટ છે.
…અને ફિલ્મનું છેલ્લું દ્રશ્ય… એના વિષે કશું લખી શકાય એમ નથી!
હું કોઈ ફિલ્મ રીવ્યુકાર નથી, અને ક્યારેય કોઈ ફિલ્મનો રીવ્યુ નથી લખ્યો. કેમેરા ક્યાં, ક્યારે, કઈ રીતે ફરવો જોઈએ… જેવી બારીકીઓ વિષે લખીને અર્થ નથી. પણ આ પોસ્ટ લખવા અંગેની મારી યોગ્યતા પુરવાર કરવી હોય તો એટલું કહીશ કે શિન્ડલર્સ લિસ્ટ, ધી ગ્રેટ ડિકટેટર, લાઈફ ઇઝ ગુડ, રશોમોન, એક રુકા હુઆ ફૈસલા જેવી મુવીઝ ઉપર અનેક વખત સુજ્ઞ અને વૈવિધ્યસભર ઓડિયન્સ સામે પ્રોગ્રામ્સ આપી ચૂક્યો છું. ખાસ કરીને ‘રશોમોન’ વિષે તો જર્નાલિઝમના સ્ટુડન્ટ્સને પણ લેક્ચર્સ આપી ચૂક્યો છું. એ બધા વિષે સોશિયલ મિડીયા પર બહુ પિષ્ટપેષણ નથી કર્યું, એ જુદી વાત છે. અત્યારે આ કહેવાનું કારણ એટલું જ, કે ફિલ્મ વિષે તમારા બધા જેટલી નહિ, પણ થોડી ઘણી સમજ અવશ્ય ધરાવું છું. અને મારી એ સમજ મુજબ આ ફિલ્મ ખરેખર જોવાલાયક બની છે. શરત એટલી જ છે, કે તમારે તમારી અંદર સતત ધૂણતા રહેતા ‘પોલિટિકલ કરેક્ટનેસના ભૂત’ને કાબૂમાં રાખીને માત્ર અને માત્ર માનવીય દ્રષ્ટિકોણથી ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે!
છેલ્લે બહુ જવાબદારીપૂર્વક કહીશ, કે આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવી જ જોઈએ. કાશ્મીર અને ભારત વચ્ચેનું અતૂટ જોડાણ વિશ્વ સમક્ષ મૂકવાનો આનાથી ઉત્તમ માર્ગ શું હોય શકે? ફિલ્મ જોવી કે નહિ જોવી, એનો નિર્ણય તમારી સંવેદનશીલતા પર આધાર રાખે છે. એટલે એ વિષે મારે તમને કોઈ આગ્રહ નથી કરવાનો.
-કે.ડી. ભટ્ટ
ફેસબૂક પરથી સાભાર.
- Advertisement -
વિચાર કણિકા
- “અંતરાત્માના ટકોરા સાંભળો…. નહીંતર ભવિષ્યમાં ‘ભારત ફાઈલ્સ’ જોવી પડશે !”
- સોશિયલ મીડિયાની ટીકા કરનારા માટે “કાશ્મીર ફાઈલ્સ” ચિત્ર પછી આ માધ્યમનો સકારાત્મક લાભ ધ્યાનમાં આવ્યો હશે
- આ ચલચિત્ર જ નથી, ઈસ્લામિક ઘૃણાસ્પદ ઈતિહાસની એક આછેરી ઝલક છે.
- આ ચલચિત્ર એક વખત પ્રત્યેક ભારત માતાના સંતાને જોવું જ જોઈએ.
- જો ભારતના ભાવિની ચિંતા મનમાં હોય તો ફકત જોવાથી નહીં, સંઘર્ષ માટે સજ્જ થવા બીજી વખત ચલચિત્ર જોઈ અને અસંખ્ય પાસાઓ સમજવા પડશે.
- આપણી ઓળખ આપણા સંસ્કાર અને રકત સાથે વણાયેલી છે. આથી આધુનિક દેખાવવાનો પ્રયત્ન, સેકયુલર વ્યવહાર કરવાનો દંભ, સંપત્તિ/પદ/પ્રતિષ્ઠાનો અહંકાર; જે પણ આપણી બુદ્ધિમાં હશે તે એક ચપટી વાગતા જ અદશ્ય થઈ જશે તેટલી બર્બરતા ઈસ્લામિક વિચારધારાની છે’
- કારણ ઈસ્લામિક આતંક / વ્યવહાર ક્રૂર છે, સંવેદનહિન છે, હેવાનિયતથી સભર છે.
- “કાશ્મીર ફાઈલ્સ” 2014 માં કેન્દ્રમાં શાસન પરિવર્તન થયું ન હોત તો દર્શકો સુધી પહોંચી શકત?
- હિંમતથી, પૂરતા આધાર-પૂરાવા સાથે આ દસ્તાવેજી ચલચિત્ર રજૂ કરી ભારતીય સમાજને સદાય જાગૃત રહેવાનો બોધ આ ચલચિત્ર આપે છે.
- વર્તમાન પશ્ચિમ બંગાળ અને કેરળ રાજયોમાં આવી જ કે આથી વધુ ઘાતક યાતના ભારતભકત નાગરિકો ભોગવી રહયા છે. કોઈ વીર કે વીરાંગના આ બંને રાજયોની વાસ્તવિકતા ચલચિત્ર માધ્યમથી રજૂ કરશે?
- 370ની કલમ દૂર કરવાનું ઐતિહાસિક કદમ વર્તમાન કેન્દ્ર સરકારનું અભૂતપૂર્વ કદમ છે તે “કાશ્મીર ફાઈલ્સ” જોયા પછી જ સમજાશે !
- સમાન નાગરિક કાયદા અને તેના ચુસ્ત અમલ સિવાય આ ઈસ્લામિક આક્રમણને રોકવામાં મુશ્કેલી રહેશે.
- ધર્મ એટલે કર્મકાંડ નથી, ધર્મ સુરક્ષિત નહીં રહે તો હિન્દુઓ માટે યાતના જ યાતના છે !!
- અસંખ્ય કાશ્મીરી હિન્દુઓએ પેઢીઓ સુધી અસહ્ય યાતનાઓ ભોગવી તે ભારતની વર્તમાન તેમજ ભાવિ પેઢીઓએ યાદ રાખવું પડશે.
- અંતરાત્માના ટકોરા ન સાંભળવા જેટલા જાડી ચામડીના આપણે અને આપણા સંતાનો ન થાય તે જોવાની જવાબદારી સેના કે સરકારની નથી, આપણી સૌની છે.
- વટલાઈ જાઓ, ભાગો અથવા મરો- આ ત્રિસૂત્રથી ત્રસ્ત કાશ્મીરી હિન્દુઓને આપણે આ ચલચિત્રમાં જોયા/કાશ્મીર ની ધરતી તેની સાક્ષી છે.
- આ ફકત કાશ્મીર/બંગાળ/કેરળની સમસ્યા નથી !
- જયાં જયાં હિન્દુ અસંગઠિત ત્યાં ત્યાં તે આ ત્રિસૂત્રથી ઘેરાશે જ.
- આ ત્રિસૂત્રથી હિન્દુઓને બચાવશે ’ત્રિશૂળ’ – હિન્દુ બચાવો, હિન્દુ બનાવો (વ્યવહારમાં હિન્દુત્વ) અને હિન્દુ ઓ બઢાવો (વધારો) !
- “કાશ્મીર ફાઈલ્સ” આપણા અંતરાત્માને ટકોરા મારી જગાડયો છે, જાગતા જ રહીએ !! સક્રિય રહીએ, દેશભકત બનીએ !!
સૌજન્ય : ડો. સંજીવ ઓઝા


