કબડ્ડીની મેચ દરમિયાન હુમલો થતા અફરાતફરી મચી
મોટી સંખ્યામાં આવેલા બદમાશો હુમલો કરી ફરાર, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ સિંહ નંગલની આજે જલંધરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન બની હતી. પંજાબના જલંધરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સ્પર્ધા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરના કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિગત અનુસાર, જલંધરના માલિયા ગામમાં ચાલી રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન બે ડઝનથી વધુ સંખ્યામાં આવેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ સિંહ નંગલની હત્યા કરવામાં આવી હતી. સોમવારે સાંજે કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નંગલ અંબિયાને ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.


