ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ, રશિયા-યુક્રેન તણાવમાં થયેલો ઘટાડા ઉપરાંત કેટલાક પરિબળોને કારણે ભારતીય શેર બજારમાં બુધવારો વધારો જોવા મળ્યો. જેના પગલે મુંબઇ સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં સેન્સેક્સ 1113 અંક વધી 1083 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 31 અંક વધી 16,657 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ, મારુતિ સુઝુકી, આઈસી આઈસીઆઈ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એક્સિસ બેન્ક 5.37 ટકા વધી 710.50 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.65 ટકા વધી 907.40 પર કારોબાર કરી રહ્યો છે, જોકે આઈટીસી 0.04 ટકા ઘટી 229.00 પર કારોબાર કરી રહ્યો છે.
- Advertisement -
શેર બજરામાં તેજી જોવા મળતા બુધવારો રોકાણકારો હાશકારો અનુભવ્યો. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીજી રીતે કહીએ તો પાંચ રાજ્યોના ચૂંટણીના સારા પરિણામોની અપેક્ષાએ એક દિવસ પહેલા જ બજારમાં રોનક જોવા મળી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી એ નાટો (NATO)ના સભ્યપદ માટે ભાર ન આપતા માર્કેટના સેન્ટીમેન્ટ મજબૂત બન્યા હતા. ઉપરાંત બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે યૂએસ ફેડ પણ વ્યાજદરોને લઈને વધારે સખત પગલાં નહીં લે, જેના પગલે બજારને સુધરવાની મદદ મળી હતી. દિવસને અંતે બાદ આજે સેન્સેક્સ 1,223 પોઈન્ટ એટલે કે 2.30 ટકા વધીને 54,647 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 332 પોઇન્ટ સુધરીને 16,345 પર બંધ રહ્યો હતો. બજારમાં આવેલા ઉછાળાના કારણો વિશે વિગતે વાત કરીએ. બીજી બાજુ મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ યુક્રેન સંકટ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારા બાદ થયેલા ઘટાડાને કારણે શેર માર્કેટ તળીયે જતાં રહી ગયું. તેમાં ભારત સરકારની પોલિસી પણ મહત્વની છે.
ડાઉજોન્સ સહિતના શેર બજારોમાં પણ તેજી
રશિયાના ભીષણ હુમલાના આશરે 15 દિવસ બાદ યુક્રેન નરમ પડવા લાગ્યું છે. જેના પગલે તેજીની અસર સેન્સેક્સ, ડાઉડજોન્સ સહિતના વિશ્વ બજારોમાં જોવા લાગી છે. જેેલેન્સ્કીના નિવેદન બાદ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવા લાગ્યો. જેની સીધી અસર અમેરિકન બજારોમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે. અમેરિકન બજારો તેજી સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ માં 650 પોઇન્ટની તેજી જોવા મળી હતી. નાસ્ડેક પણ ચાર ટકાની તેજી સાથે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ 2 ટકા એટલે કે 653 પોઇન્ટ વધીને 33,286 પર બંધ થયો હતો. નાસ્ડેક 460 પોઇન્ટ એટલે કે 3.59 ટકા વધીને 13,255ના સ્તર પર બંધ થયો હતો.અમેરિકન બજારમાં આઈટી શેરોમાં એક્શન જોવા મળી છે. આ ઉપરાંત યૂરોપના બજારોમાં આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એશિયન બજારોની વાત કરવામાં આવે તો તેમાં પણ તેજીનો માહોલ છે. SGX Niftydpમાં 250 પોઇન્ટ કરતા વધારે તેજી જોવા મળી છે.


