મોટા સીલીન્ડરમાં 105 તથા પાંચ કિલોના નાના સીલીન્ડ2માં 27 નો ભાવવધારો
આવતા સપ્તાહે ચૂંટણી પૂર્ણ થતા જ મોંઘવા2ીના નવા રાઉન્ડના ભણકારા
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મોંઘવારીનો ડામ લગાવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ ખાદ્યતેલો દુુધ પછી હવે રાંધણગેસમાં તોતીંગ ભાવવધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના સિલીન્ડ2માં રૂા.105 તથા પાંચ કિલોના સીલીન્ડરમાં રૂા.26 નો વધારો કરવામાં આવ્યો છે.
- Advertisement -
ખાદ્યતેલ સહિતની અનેક ખાદ્યચીજોમાં કેટલાંક દિવસોથી ભાવવધારાનો ડામ લાગી જ રહયો છે. હવે માર્ચના પ્રથમદિવસે વધુ એક ઝટકો લાગ્યો છે. દુધ ઉપરાંત રાંઘણગેસમાં ભાવવધા2ો ઝીંક્વામાં આવ્યો છે. આજથી દુધમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારા કરતી જાહે2ાત ગઈકોલ જ થઈ ગઈ હતી આજે પેટ્રોલીયમ કંપનીઓએ રાંધણગેસનો ભાવવધારો જાહેર ર્ક્યો છે. 19 કિલોના સીલીન્ડર રૂા.105 તથા પાંચ કિલોના સીલીન્ડર રૂા.27 મોંઘા થયા છે. જો કે, સબસીડી તુરંત ઘરવપ2ાશના રાંધણગેસમાં કોઈ ભાવવધારો કરાયો નથી. ગતમહિને ચૂંટણી પૂર્વે 91.50 રૂપિયાનો ભાવઘટાડો કરાયો હતો.
પાટનગર દિલ્હીમાં કોર્મશીયલ સીલીન્ડર 1907 થી વધીને 2012 થયો છે. કોલક્તામાં 2095 તથા મુંબઈમાં 1963 થયો છે. ઘરવપરાશના સીલીન્ડનાં ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ આવતા સપ્તાહમાં ડામ લાગી શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે રશિયા – યુક્રેન યુધ્ધ વચ્ચે વિશ્વવસ્તરે ક્રુડતેલ તથા ગેસની કિમતોમાં જોરદાર વધારો થયો છે. ક્રુડતેલની કિંમત 100 ડોલરને પાર થઈ જ ગઈ છે. કુદરતી ગેસ પણ રેકોર્ડસીરે છે. પાંચ રાજયોની વિધાસભા ચૂંટણીને કારણે સરકારે ભાવવધારો દબાવી રાખ્યો છે પરંતુ આવતા સપ્તાહમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સ્પ્રીંગ છુટે તેમ ભાવવધારો થવા લાગવાની શંકા છે.


