પ્રદેશ મીડિયા સેલની ગ્રાઉન્ડ લેવલની કામગીરી
રાજકોટ મીડિયા પ્રભારી મુકેશ બુંદેલાનું નિવેદન : 20 લોકોની ટીમ બનાવી પ્રજાના હિતને વાચા આપી રહ્યું છે પ્રદેશ મીડિયા સેલ
નિશ્ર્ચિત સમય મર્યાદામાં પ્રજાની મુશ્કેલીઓને નિવારવા CR પાટીલે તંત્રને આપ્યું અલ્ટિમેટમ
સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભાજપા ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરે છે. દરેક જિલ્લામાં વિવિધ સેલની રચના કરીને પ્રજા અને પ્રજાની સમસ્યાને વધુ નજીકથી સમજવા માટે પ્રદેશના અલગ અલગ સેલ ત્વરીત્તા સાથે નિવારણ કરે છે. તાજેત્તરમાં પ્રદેશ મીડિયા સેલના સહ-પ્રવકતાં હિતુ કનોડીયા અને કો-કન્વીનર ઝુબીન આશરા, રાજકોટ મીડિયા સેલના પ્રભારી મુકેશ બુંદેલા અને રાજુ ધુર્વે વિવિધ અખબારોના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમજ જનતાને પડતી હાલાકીની વિવિધ સ્થિતિનો ચિત્તાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને જણાવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મીડિયા સેલના પ્રભારી મુકેશ બુંદેલાએ સી.આર.પાટીલની સચોટતાં ભરી કામગીરીને જણાવતાં કહ્યું હતું કે, સરકાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે પ્રજાનું હિત સર્વોપરી છે. રાજકોટમાં પ્રદેશ મીડિયા સેલના સહ-પ્રવક્તાં હિતુ કનોડીયાએ પ્રજાને કયાં મુદ્દાઓને લઈને મુશ્કેલીઓ થઈ રહી છે, ક્યાં કામો ગોકળગતિએ થઈ રહ્યા છે, પ્રજા સરકાર પાસેથી શું અપેક્ષાઓ રાખે છે તે સર્વે બાબતોની જાણકારી અખબારોના કાર્યાલય ઓફિસની મુલાકાત લઈને લીધી હતી. ત્યારે રાજકોટની પ્રજાની સમસ્યાઓને સાંભળી હતી. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગણતરીના કલાકોમાં વહિવટી તંત્રને નિશ્ચિંત સમય મર્યાદામાં કામો પૂરા કરવા માટે જણાવ્યું છે.

રાજકોટમાં વધતાં ભષ્ટાચારને ડામવા માટે, પાણીની સમસ્યાને નિવારવા માટે અને ચોતરફ બનતાં ઓવરબ્રીજની કામગીરીને કારણે લોકોને રોજીંદા જીવનમાં પારાવાર તકલીફો થઈ રહી છે. જેને લઈને પ્રદેશ પ્રમુખે ગણતરીના કલાકોમાં વહીવટી તંત્રને અલ્ટીમેટ આપ્યું છે. પાણી સમસ્યા નિવારણ રૂપે 48 કલાકમાં સૌની યોજનાના નીરથી રાજકોટને ભરપૂર કરી દીધું છે. તેમજ રાજકોટમાં બધી દિશામાં ઓવરબ્રીજના કામો થઈ રહ્યા છે. રસ્તાઓ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. તેથી પ્રદેશ પ્રમુખે કોન્ટ્રાકટરોને અલ્ટીમેટ આપી દીધું છે કે ગોકળગતિએ ચાલતાં બ્રીજ કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ઓગસ્ટ મહિના સુધીમાં તમામ ઓવરબ્રીજના કામો પૂર્ણ કરવાની સુચના આપી દીધી છે તેમ મુકેશ બુંદેલાએ જણાવ્યું હતું.
- Advertisement -
આમ, પત્રકાર મિત્રોના નેગેટીવ રીપોર્ટીંગમાંથી પોઝીટીવીટી શોધીને 20 લોકોની ટીમ સાથે દરેક જિલ્લામાં પ્રદેશ મીડિયા સેલ કામગીરી કરી રહ્યું છે.


