પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુક્ત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ પોતાનું નવું બ્રાન્ડ નામ ‘Vi’ બદલી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.
કંપનીએ કહ્યું છે કે 4Gની સાથે કંપની પાસે 5G રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4G કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે.
- Advertisement -
વોડાફોન અને આઇડિયાએ ટ્વીટર દ્વારા આ અંગેના સંકેતો આપ્યા હતા. વોડાફોને ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતી કાલે એક મોટી જાહેરાત માટે તૈયાર રહો, સોમવારનો દિવસ અતી મહત્વનો સાબિત થશે. જ્યારે આ ટ્વિટને આઇડિયા દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું.
હાલ આ બન્ને કંપનીઓ અન્ય ટેલિકોમ ઓપરેટરોની સામે મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગત પહેલી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે AGR પેમેંટ માટે સમય આપવામાં આવી શકે છે.
કંપનીએ વિનંતી કરી હતી કે તેને એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ની ચુકવણી માટે 15 વર્ષનો સમય આપવામાં આવે. હાલમાં જ કંપનીને 25.46 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ નુકસાન આઇડિયા અને વોડાફોન બન્નેનું સંયુક્ત છે.
બીજી તરફ કંપની બોર્ડે 25 હજાર કરોડ ફંડરેઇઝિંગને મંજૂરી આપી દીધી હતી, આ સિૃથતિ વચ્ચે હવે વોડાફોન અને આઇડિયા મળીને સોમવારે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છે. સોમવારે જે જાહેરાત કરવામાં આવે તેની શેરબજાર પર પણ મોટી અસર થઇ શકે છે તેવો નિષ્ણાંતોનો દાવો છે.