મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે કવોલીટી એજયુકેશન સહિતની બાબતો પર જોર આપ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ આજે કેન્દ્રીય બજેટ 2022 માં કરાયેલી જાહેરાતોનાં ક્રિયાન્વયન પર એક વેબિનારને સંબોધતાં બજેટમાં શિક્ષણના ક્ષેત્રમાં સુધારાને લઈને પાંચ બાબતો પર ખુબ જ જોર દઈ જણાવ્યું હતું કે દેશના ભવિષ્યની રાષ્ટ્ર નિર્માતા છે આજની યુવા પેઢી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે પહેલા તો યુનિવર્સલાઈઝેશન ઓફ કવોલીટી એજયુકેશન આપણી શિક્ષણ વ્યવસ્થાનો વિસ્તાર થાય તેની કવોલીટી સુધરે અને એજયુકેશન સેકટરની ક્ષમતા વધે, આના માટે મહત્વનાં નિર્ણય લેવાયા છે.
બીજુ કૌશલ વિકાસ દેશમાં ડીઝીટલ સ્કીલીંગ ઈકો સીસ્ટમ બને, ઈન્ડસ્ટ્રીની ડીમાંડના હિસાબે સ્કીલ ડેવલપમેન્ટ થાય અને ઉદ્યોગ સબંધ બહેતર બને તેના પર ધ્યાન અપાયું છે.
- Advertisement -
ત્રીજો મહત્વનો પક્ષ અર્બન અને ડીઝાઈન છે. જેનાથી ભારતનાં જે પુરાતન અનુભવ અને જ્ઞાન છે તેને આપણા આજના શિક્ષણમાં સમાવેશ કરવામાં આવે. જયારે ચોથો મહત્વનો
પક્ષ આંતર રાષ્ટ્રીયકરણ છે.
જેથી ભારતમાં વર્લ્ડ કલાસ યુનિવર્સીટીઓ આવે. જયારે પાંચમાં મહત્વનો પક્ષ એનીમેશન વિઝયુઅલ, ઈફેકટસ, ગેમીંગ અને કોમીકસ છે. આ બધામાં રોજગારની અપાર સંભાવના છે. એક ખુબ મોટુ ગ્લોબલ માર્કેટ છે.


