ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે કાતિલ ઠંડીની સાથે પવનનાં સુસવાટા બોલશે
રાજ્યમાં ક્યાં-કેટલી ઠંડી?
શહેર, ડીગ્રી
નલિયા 5.8
કેશોદ 7.8
ગાંધીનગર 8.3
વડોદરા 9
વ.વિદ્યાનગર 9.1
શહેર ડીગ્રી
રાજકોટ 9.2
કંડલા એરપોર્ટ 9.7
સુરેન્દ્રનગર 9.7
ડીસા 9.9
ભુજ 10
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં પતંગરસિયાઓની મજા બગડી શકે છે. આ વખતે ઉત્તરાયણમાં 14મી જાન્યુઆરીએ પવનના સુસવાટા બોલશે. એવી હવામાનની આગાહી કરતી સંસ્થાઓનું અનુમાન છે. ઠંડા પવનની અસર રાજ્યનાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું.
- Advertisement -
રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, જે આવતીકાલે 13 જાન્યુઆરી સુધી રહેશે. ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.