ઠંડી હોવા છતાં લગ્નમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ લઈ રહી નથી
લોકોમાં ખાવા માટે રીતસરની પડાપડી થઈ
- Advertisement -
અનંત સિંહ, જેને બિહારમાં ન જાણે કેટલા નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને છોટે સરકાર કહે છે તો કોઈ બિહારના બાહુબલી. હાલમાં સૌથી વધારે ચર્ચા અનંત સિંહની દીકરીના લગ્નની થઈ રહી છે. આ લગ્ન ન ફક્ત બિહાર પણ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા છે. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈ લોકો વિશ્વાસ થઈ ગયો છે કે અનંત સિંહને લોકો છોટે સરકાર કેમ કહી રહ્યા છે. આ લગ્નમાં જેટલી ભીડ જોવા મળી છે, એટલી ભાગ્યે જ ક્યાંય તમે લગ્નમાં જોઈ હશે. એવું લાગે છે, જાણે આ ભીડ કોઈ લગ્નમાં નહીં પણ નેતાના ચૂંટણી પ્રચારમાં ઉમટી હોય. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે અનંત સિંહની દીકરીના લગ્નમાં આવેલા મહેમાનોનો હોવાનું કહેવાય છે. અનંત સિંહે દાવો કર્યો હતો કે લગ્નમાં ગમે તેટલી ભીડ આવે, દરેક વ્યક્તિ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો પતરાળાં મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે અને પતરાળાંની લૂંટ મચાવી રહ્યા છે. એક વીડિયો એવો પણ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની દીકરીના લગ્નમાં ભોજન લેવા માટે ૧૦ લાખ લોકો આવ્યા હતા. આટલી ઠંડી હોવા છતાં લગ્નમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હવે આ વીડિયો પણ જોઈ લો, જેમાં મંત્રી રામકૃપાલ યાદવ અનંત સિંહની દીકરીના લગ્નમાં પગપાળા આવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર વિસ્તારમાં મેળા જેવો માહોલ હોવાથી તેમની ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આ કારણે તેમણે બાકીનો રસ્તો પગપાળા કાપવો પડ્યો હતો. અનંત સિંહની દીકરીના લગ્નમાં પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ પણ ચર્ચામાં રહ્યા હતા. તેઓ લગ્નમાં હાજરી આપવા માટે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાન તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “હું મારા હેલિકોપ્ટરથી આવ્યો છું, પરંતુ હેલિકોપ્ટર અનંત સિંહનું જ સમજી લો.”
ઘોડદોડ જોવા માટે લોકો વીજળીના ટાવર પર ચઢ્યા
આ લગ્નમાં અનંત સિંહે ઘોડદોડની સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું. આ સ્પર્ધા જોવા માટે લાખોની ભીડ એકઠી થઈ હતી. આ ઘટનાના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં સેંકડો લોકો ૩૩ હજાર વોલ્ટના વીજળીના ટાવર પર ચઢેલા જોવા મળે છે. એટલે કે, લોકો આ સ્પર્ધા જોવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પહોંચ્યા હતા. મંત્રી રામકૃપાલ યાદવ અનંત સિંહની દીકરીના લગ્નમાં પગપાળા આવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર વિસ્તારમાં મેળા જેવો માહોલ હોવાથી તેમની ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આ કારણે તેમણે બાકીનો રસ્તો પગપાળા કાપવો પડયો હતો.



