By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    1 day ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    2 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    2 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    3 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    44 minutes ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    52 minutes ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    23 hours ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    1 day ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    50 minutes ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    3 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    5 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાશનો વૈભવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નવરાશનો વૈભવ
Author

નવરાશનો વૈભવ

Khaskhabar Editor
Last updated: 2026/11/21 at 1:38 PM
Khaskhabar Editor 30 minutes ago
Share
5 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

ફ્રેડરિક નિતશે નામનો એક ખૂંખાર વિચારક થયો.. બહુ મોટો દાર્શનિક, જેનો આજના યુગ ઉપર બહુ મોટો પ્રભાવ છે.. નિતશે એ કહ્યું કે જે માણસ પોતાના સમયનો બે તૃતિયાંશ (લગભગ સડસઠ ટકા) ભાગ પોતાના માટે નથી કાઢી શકતો તે આખરે તો ગુલામ છે અને કોઈ ને કોઈ રીતે ગુલામીમાં જોતરાયેલો છે એમ ગણવું.
નીતશે એ એમ પણ કહ્યું કે નવરા બેસવું, કશું કર્યા વિના સમય ગાળવો, પોતે એક ઉમદા ગુણ છે.આળસ ખરાબ છે પણ નવરા બેસવાનો વૈભવ માણવો એક અનિવાર્ય જરરીયાત છે.
બરટ્રાન્ડ રસેલ નામનાં એવા જ વિચારકે તો નવરા બેસવાની મજા ઉપર એક સુંદર નિબંધ લખી કાઢ્યો.. નિબંધ નું શીર્ષક હતું :ઈન પ્રેઈઝ ઓફ આઇડલનેસ અર્થા નવરાશની પ્રસંશા !! રસેલે પણ કહ્યું કે કામના કલાકો ઘટાડીને ચાર કલાક કરી દેવા જોઈએ અને લોકોને નવરાશ ને એન્જોય કરવા પ્રેરિત કરવા જોઈએ! જાપાન સહિત અનેક વિકસિત દેશો કામના કલાકો ઘટાડવા ઉપર ગંભીર રીતે વિચારી રહ્યા છે અને અનેક દેશોએ એના ઉપર પ્રાયોગિક રીતે કામ પણ શરૂ કર્યું છે. આ પ્રયોગોના પરિણામો પણ એમને ઉત્સાહજનક મળ્યા છે.
ભારતમાં સીતેર કલાક કામ કરવાની વણમાગી સલાહો ફેંકવાવાળા મળી આવે છે તે બીજી વાત છે..જોકે નવી પેઢી આ જૂનવાણી લોકોને ગણકારતી નથી તે પણ નોંધવા જેવું છે.
ટેકનોલોજી અને વિજ્ઞાન છેલ્લા કેટલાક સમયમાં ક્યાના ક્યા પહોંચી ગ્યા પણ એને કારણે માણસનું જીવન ઘડિયાળને કાંટે બંધાઈ ગયું છે તે પણ મોટી વિસંગતિ છે… માણસ પાસે પોતાના સ્વજનો સાથે વાત કરવા સમય નથી હોતો, પોતાના બાળકોની કાળજી કરવા સમય નથી હોતો, એવો સમય આવ્યો છે..દરેકને ક્યાંક પહોચવું છે, ક્યાંક પહોંચી જવાની ઉતાવળ છે.. પણ પહોંચવાનો સંતોષ નથી.. પહોંચવાની યાત્રાને માણવાનો ઉત્સાહ કે સુધબુધ નથી.
ટેકનોલોજી અને આધુનિકીકરણ થી આવેલ સમૃદ્ધિ એ માણસના નવરાશના વૈભવને જાણે છીનવી લીધો છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો મોબાઈલ વિના ઘડીભર બેસી શકતા નથી.. આજથી માંડ પચ્ચીસ વર્ષ પહેલાં સુધી લોકો કશું કર્યા વિના પણ આનંદનો અનુભવ કરી શકતા… કોઈને મોબાઈલ નહોતો જોઈતો.. કોઈને સતત ટીવી કે સિરીઝ કે સોશિયલ મીડિયા ઉપર કશુંક જ્ઞાન મેળવવાની ખંજવાળ નહોતી.. કોઈ રમકડાં કે મોબાઈલ કે ગેમ વિના બાળકો આખા દિવસ રાત એકબીજા સાથે ઉમંગથી રમતા.. લોકો પાડોશીઓ કે સગા સંબંધીઓ સાથે રૂબરૂ મળીને ગલ ગપાટા મારીને ક્યા કલાકો કાઢી નાખતા એની ખબર રહેતી નહોતી.
પછી હળવે થી ટીવી આવ્યું, સાથે હલકી કક્ષાની ફિલ્મો સિરીઝ વગેરે લાવ્યું.. એની પાછળ આવ્યું સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ.. લોકો અકારણ “બિઝિ’ રહેવા લાગ્યા.. એકસાથે બેઠા હોય પણ બધા પાસે પોતાના મોબાઈલ હોય અને દરેક પોતાના મોબાઈલની સાવ આભાસી દુનિયામાં ડૂબેલ હોય એવા દ્રશ્યો કોમન બન્યા.
બહાર ફરવા જાય તો પણ સતત ફોટા પાડીને અપલોડ કરવાની અદમ્ય ખંજવાળ જાણે મહામારી હોય એમ ફેલાઈ. બહાર જઈને ત્યાંના વાતાવરણને, વાઇબ્સને, કલચરને, લોકોને, ત્યાંની પ્રકૃતિને માણવાની, જાણવાની નવરાશ ઉડીને બાષ્પ થઈ ગઈ અને સેલ્ફી, ફોટા પાડીને સતત ફરતા રહેવાનો અજંપો લોકોને વળગી ગયો.
તહેવારોમાં ઘરે બેસીને (કે બહાર જઈને) રિલેક્સ થવાને બદલે સતત કોઈ ઉન્માદી ની જેમ તહેવારોને લાઉડ રીતે મનાવવાનો ચાળો અને ચીલો એવો ફેલાયો છે કે એની માટે કોઈ માનસિક ચિકિત્સા કેન્દ્રો ખોલવા પડે એવી સ્થિતિ આવી છે.
ઉન્માદી લોકો સતત કાઇક “નવું’ ઈચ્છે છે જેમ એમના મોબાઈલમાં સતત નવી નવી રિલ્સ અને નવા નવા ફોટા પોસ્ટ કમેન્ટ આવતા રહે છે.. એમને સતત કાઇક કરવા, જોવા, જાણવા જોઈએ છે.. એને ખબર નથી કે કશું પણ નહિ કરવું તે પણ એક યોગાસન છે.. શવાસન નામનું આસન યોગ આસનનું અતિ મહત્વનું આસન છે જેમાં કશું પણ કર્યા વિના શવ (શબ)ની જેમ બસ પડ્યા રહેવાનું હોય છે.
આ ઉન્માદી લોકોને એટલે તો એનર્જી ડ્રીંક અને દારૂ ડ્રગ જેવા નશા કરવાની જરૂર પડે છે.. કૃષ્ણ કહે છે કે જે આત્મા વડે આત્મામાં સંતોષ માને છે એને મારો પ્રિય ભક્ત જાણવો.. પણ આત્મા વડે આત્મામાં સંતોષ માનવા વાળાની વસ્તી હવે નામશેષ થવાના આરે છે.. હવે તો ફસાદી ઉન્માદી લોકોને સતત “કિક” ની જરૂર પડે છે.
અઈં ને કારણે આવતા સમયમાં માણસ પાસે બહુ વખત રહેશે, જીવનને જાણવા એને માણવા માટે .. આવી આગાહીઓ નિષ્ણાતો કરી રહ્યા છે.. પણ આજના ફાસ્ટ યુગે માણસને એટલો બહાવરો, એટલો ઉતાવળો અથરો અને એટલો અધીરો કરી દિધો છે કે કદાચ એને ફરી નોર્મલ માણસ બનવા માટે કાઇક થેરાપી કે ટ્રીટમેન્ટની જરૂર પડશે એમ લાગે છે.

- Advertisement -

You Might Also Like

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

IPS અધિકારી જગદીશ બાંગરવાએ ગુનાખોરી સામે સપાટો બોલાવ્યો…

જીવવા માટે વિચારો આવશ્યક છે

સત્યને રજૂ કરવાની યોગ્ય રીત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવવા માટે વિચારો આવશ્યક છે
Next Article IPS અધિકારી જગદીશ બાંગરવાએ ગુનાખોરી સામે સપાટો બોલાવ્યો…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજકોટ જિલ્લો મોખરે
ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!
રાજ્યમાં ઠંડીનો ચમકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
AuthorBhavy Raval

ગુલાબી સવારની દસ્તક, શિયાળાની ઠંડીનું આગમન!

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
Author

IPS અધિકારી જગદીશ બાંગરવાએ ગુનાખોરી સામે સપાટો બોલાવ્યો…

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?