શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
હમણાં એક સાધક મિત્ર મળી ગયાં, રડમસ બનીને ફરિયાદ કરવા લાગ્યા, “હું ધ્યાન કરવાનો ખૂબ જ પ્રયત્ન કરું છું, પરંતુ વિચાર શૂન્ય થવાતું નથી.” આ પ્રશ્નનો ખુલાસો અનેક વિધ રીતે, અનેક વાર હું મોર્નિંગ મંત્ર ગ્રુપમાં આપી ચુક્યો છું. આજે કાશ્મીર શૈવ સિદ્ધાંતની રીતે આ પ્રશ્નનું સમાધાન શોધીએ.
વિચારનો જન્મ ચિત્તમાં થાય છે અને ચિત્ત એટલે જ ચિત્તિ, એટલે જ ચૈતન્ય. તમને વિચાર આવે છે એ જ તમે જીવંત છો એ વાતનો પુરાવો છે. જે દિવસે તમે પૂરેપૂરા વિચાર શૂન્ય બની જશો ત્યારે તમે મૃત્યુ પામ્યાં હશો. વિચાર શૂન્ય બનવું એ પણ એક વિચાર છે, ધ્યાનમાં બેસવું એ પણ એક વિચાર છે, વિચારો આવે છે એનાથી દુઃખી થવાની જરૂર નથી. જો તમે વિચાર શૂન્યતાનો આટલો બધો આગ્રહ રાખશો તો પછી કાલથી તમને ખાવાનો, પીવાનો, ઊંઘવાનો, વસ્ત્રો પહેરવાનો, આવો કોઈ જ વિચાર નહીં આવે તો તમે ટકી શકશો? મનુષ્ય રૂપે જન્મ્યા છીએ અને જીવવાનું છે માટે વિચારો આવશ્યક છે.
ધ્યાન-સાધના માટે ફાલતુ, ફિલ્મોના અથવા ખરાબ વિચારો ન કરવા એ જરૂરી છે. બાકી મનને છૂટું મૂકી દો, એ મર્કટની જેમ કૂદાકૂદ કરતું હોય તો કરવા દો. સમુદ્રમાં રહેશે. માટે જરા પણ હતાશ થયા વગર તમારા ચિત્તને ભરતી-ઓટના મોજા ઉઠે છે અને શમે છે, એને અટકાવી શકાતા નથી. તેવી જ રીતે ચિત્તની સપાટી ઉપર ઉઠતા અને શમતા વિચારોના મોજાને પણ અટકાવી શકાતા નથી, તમે એને સાક્ષીભાવે નીરખવાનો પ્રયત્ન કરો. સાગરના મોજા સપાટી પરથી ઊઠીને પાછા જળની સપાટીમાં જ શમી જાય છે. એ જ રીતે ચિત્તમાં જન્મેલા વિચારો પાછા ચિત્તમાં જ શાંત પડી જશે. ધીમે ધીમે વિચારોની સંખ્યા ઓછી થતી જશે અને જે વિચારો આવશે એ પણ પવિત્ર વિચારો જ ધ્યાનમાં એકાગ્ર કરી દો.



