રંગોળીઓના માધ્યમથી શહેરની સ્વચ્છતા, વિકાસગાથા અને સાંસ્કૃતિક વારસાની સુંદર ઝાંખી પ્રસ્તુત કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાના 54મા સ્થાપના દિવસ નિમિત્તે આજે મનપા કચેરી ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ અને ઉત્સવમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસર અંતર્ગત મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
- Advertisement -

મનપાની વિવિધ શાખાઓના કર્મચારીઓએ પોતાની કલાત્મકતા અને સર્જનાત્મકતાનો પરિચય આપતા અલગ-અલગ થીમ આધારિત મનમોહક રંગોળીઓ તૈયાર કરી હતી. આ રંગબેરંગી રંગોળીઓના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ લોકઉપયોગી કામગીરી, શહેરની સ્વચ્છતા, માળખાકીય વિકાસ તેમજ રંગીલા રાજકોટના સાંસ્કૃતિક વારસાની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી.સ્થાપના દિવસની આ ઉજવણીમાં તમામ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓની સક્રિય સહભાગિતાને કારણે સમગ્ર કચેરી પરિસરમાં અનેરો ઉમંગ જોવા મળ્યો હતો. આ સફળ આયોજનથી કર્મચારીઓમાં ટીમ ભાવના, સર્જનાત્મક અભિગમ અને પોતાની સંસ્થા પ્રત્યેના ગૌરવની લાગણી વધુ દૃઢ બની હતી.




