ફટાકડા અને નાસ્તાની કીટનું વિતરણ કરી બાળકો સાથે તહેવારની ખુશીઓ વહેંચી
દિવાળીના પવિત્ર અને પ્રકાશમય પર્વની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો પણ તહેવારની ખુશીઓ માણી શકે તેવા ઉમદા હેતુ સાથે પ્રાઇડ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં બાળકોને ફટાકડા તેમજ નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય થકી આર્થિક રીતે નબળા પરિવારોનાં બાળકોના જીવનમાં પણ દિવાળીના પર્વે ખુશીઓનો પ્રકાશ પથરાયો હતો. દિવાળી એ પ્રકાશ, આનંદ, પ્રેમ અને એકબીજાની સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. ત્યારે સમાજના દરેક વર્ગના લોકો તહેવારની ઉજવણી કરી શકે અને ગરીબ તથા જરૂરિયાતમંદ બાળકો પણ દિવાળીની ખુશીઓથી વંચિત ન રહે તેવા વિચાર સાથે પ્રાઇડ ફાઉન્ડેશન દ્વારા આ સુંદર પહેલ કરવામાં આવી હતી. ફટાકડા અને નાસ્તાની કીટ મળતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. બાળકોમાં દિવાળીના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફાઉન્ડેશનના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવી તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાઇડ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફૂલ્લાબા પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં ધીરજબા, શિલ્પાબા, માહિબેન, યુવરાજસિંહ, સિદ્ધરાજસિંહ, હિતરાજસિંહ, હાર્દિકભાઈ, ધવલભાઈ, યુવરાજભાઈ, રાજવિરસિંહ સહિતના સભ્યોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો અને સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પ્રાઇડ ફાઉન્ડેશનની આ પહેલે દિવાળીના પર્વને સાચા અર્થમાં સેવાભાવના અને માનવતાના રંગોથી ઉજ્જવળ બનાવ્યો હતો. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સાથે ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ સરાહનીય બન્યો હતો.



