સરહદ પર ભારતીય સેનાની નજરથી બચવા માટે આતંકી ઠેકાણાઓ પર થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ ગોઠવવામાં આવી
લશ્કર અને જૈશના પ્રમુખો હાફિઝ સઈદ તથા મસૂદ અઝહરને પાકિસ્તાને સુરક્ષિત સેફ હાઉસમાં ખસેડ્યા
- Advertisement -
પાકિસ્તાન દ્વારા શિયાળાની ઋતુમાં બરફવર્ષા શરૂ થાય તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ઘૃણાસ્પદ કોશિશ કરવામાં આવી રહી છે. આ કુટિલ ચાલના ભાગરૂપે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) આશરે ૮૦ જેટલા નવા લોન્ચપેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ ઠેકાણાઓ પર ખાસ કરીને થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ જેવા આધુનિક ઉપકરણો લગાવીને તેમની સુરક્ષા કડક કરવામાં આવી છે જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરથી બચી શકાય. પાકિસ્તાની સેનાપ્રમુખના ઈશારે ગુપ્તચર એજન્સી ઈંઈં આ આખી યોજનાનું સંચાલન કરી રહી છે. ભારતીય સેના દ્વારા અગાઉ હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મોટા આતંકવાદી કેમ્પોને બદલે નાના-નાના લોન્ચપેડ બનાવવામાં આવી રહ્યા છે જેથી જો કોઈ એક જગ્યા પર કાર્યવાહી થાય તો પણ આખા નેટવર્કને નુકસાન ન પહોંચે. આ ઠેકાણાઓ પર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને રાખીને ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સાથે જ પાકિસ્તાને કુખ્યાત આતંકવાદીઓ હાફિઝ સઈદને લાહોરથી રાવલપિંડીના ગેરિસન ગ્રાઉન્ડમાં અને મસૂદ અઝહરને સિંધના નવાબશાહ સેફ હાઉસમાં શિફ્ટ કરી દીધા છે. હાફિઝ સઈદ જેલમાં હોવાનો દાવો કરવામાં આવતો હોવા છતાં તે ખરેખર ઈંજઈના સુરક્ષિત આશ્રયસ્થાનમાં રહીને ઓડિયો મેસેજના માધ્યમથી પોતાના સંગઠનના સભ્યોના સતત સંપર્કમાં છે.



