તહેરીક હિન્દુસ્તાને જવાબદારી લીધી: ‘ભગવા હકુમત’ સામે લડાઈનો દાવો
એક ડીલીવરી બોય ગંભીર રીતે ઘાયલ : ફોરેન્સિક સહિતની તપાસ શરૂ દિપાવલી માહોલ બગાડવાનો પ્રયાસ
- Advertisement -
દેશભરમાં દિપાવલી તહેવારોની ઉજવણીનો જબરો માહોલ જામ્યો છે તથા બજારોમાં પણ જબરી ભીડ જામી રહી છે. ઠેર-ઠેર દીપાવલી ઉત્સાહ તે સમયે ઉતરપ્રદેશના ગાઝીયાબાદમાં વસુંધરા પોલીસ ચોકીમાં એક જબરો વિસ્ફોટ થયો છે અને તેમાં એક વ્યક્તિના ઘાયલ થવાના અહેવાલ છે. તો પોલીસ ચોકીના કેટલાક કાચ પણ તૂટયા હતા તથા સોશ્યલ મીડીયામાં એક પોસ્ટમાં તેહરીક-એ-મુજાહીદીન એ હિન્દુસ્તાન નામના સંગઠને આ ધડાકાની જવાબદારી લીધી છે તેથી તેની ગંભીરતા વધી ગઈ છે. આ વિસ્ફોટ રાત્રીના ૧૦ વાગ્યે થયો હતો. જેમાં એક ડીલીવરી બોય ખરાબ રીતે સળગી જઈને ઈજાગ્રસ્ત બન્યો છે. પોલીસ ચોકીના બે અલગ અલગ રૂમમાં નુકશાન થયું છે. નિષ્ણાંતોએ તપાસ શરુ કરી છે તથા સીસીટીવીના પુરાવા પણ મેળવાયા છે. આ વિસ્ફોટ ફટાકડાથી થયો કે કેમ તેના પર તથા એક તબકકે તહેરીક ઉલ મુજાહીદીન એ હિન્દુસ્તાન નામના સંગઠને જવાબદારી લીધી હોવાના અહેવાલ છે પણ તેને સતાવાર કોઈ પુષ્ટી અપાઈ નથી તથા ‘ભગવા હકુમત’ સામેની કાર્યવાહી ગણાવાય છે. આપણા પર મસ્જીદ તથા સંસ્કૃતિની રક્ષા માટે આ લડાઈ જરૂરી હોવાનું પણ દાવો થયો છે તથા હાલના શાસનને ગેરકાનુની ગણાવાયુ હતુ તથા હકકની લડાઈ ચાલુ રહેશે તેવો દાવો થયો છે.



