અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- તક મળી તો ફરી હુમલો કરીશઃ તેમની પાર્ટીએ બંને ગૃહમાં બહુમતી ગુમાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધને કારણે મિડટર્મ ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થયું. જોકે, તેમણે તેનો બચાવ કરતાં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો. CNBC મુજબ ટ્રમ્પે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ઈરાન યુદ્ધને કારણે થોડા સમય માટે પેટ્રોલના ભાવ વધી ગયા હતા. પરંતુ જો મને ફરીથી નિર્ણય લેવાની તક મળે, તો હું ફરીથી આવું જ કરીશ. હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ૨૪૨ અને ટ્રમ્પની પાર્ટીએ ૧૫૧ મણિકર ને જુલ્લી બહુમતી મેળો પણ છે. સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૫ પર ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં ૨૩૩ ઠેઠકોમાંથી પરિણાર પજાણી થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ ૨૦ અને રિપબ્લિકન પાર્ટીએ ૧૩ બેઠકો જીતી છે. બાકીની ૨ બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને સામેલ કરતાં ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૪ અને રિપબ્લિકન પાર્ટી પાસે ૪૪ બેઠકો છે. કુલ ૩૬ બેઠકોમાંથી ૩૪ રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. ૨૨ ડેમોક્રેટ્સ અને ૧૨ રિપબ્લિકન્સે બેઠકો જીતી છે. ૨ રાજ્યોમાં મતગણતરી ચાલુ છે. ટ્રમ્પે જેને જેહાદી કહ્યો, તે સાંસદ બની ગયો ‘જો તમે બ્લેક અથવા યહૂદી હો અને અબ્દુલને મત આપો છો, તો તમે પાગલ છો. તે એક જેહાદી છે. તે ખતરનાક અને હિંસક જેહાદી છે.’ આ શબ્દો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના છે, જે તેમણે અબ્દુલ અલ-સૈયદ વિશે કહ્યા હતા. મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં ૫૨%થી વધુ મત મેળવીને ડેમોક્રેટિક પાર્ટીના અબ્દુલ અમેરિકાના પ્રથમ મુસ્લિમ સેનેટર બની ગયા છે.



