તહેવારો સમયે દિલ્હીના વ્યાપારીઓને થશે ડબલ ટ્રબલ
જ્ઞાનેશ કુમાર સામે આજે વિપક્ષનો જનમહાભિયોગઃ કાલે 10 લાખ લોકોની હાજરીના દાવા સાથે રેલી
- Advertisement -
ભાજપે શિખ વિરોધી રમખાણ કાર્ડ ઉતાર્યુઃ કાલે દિલ્હીમાં શીખ બહુમતી ક્ષેત્રમાં રેલી: કોંગ્રેસ પર નિશાન
મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષોએ ખેલેલો જંગ હવે દિલ્હીમાં દિપાવલીના તહેવારો સમયે જ કાલે બે મોટી રેલીના આયોજનથી પાટનગર ગાજી ઉઠશે. એક તરફ કોંગ્રેસ નેતૃત્વના વિપક્ષી ગઠબંધનોએ કાલે રામલીલા મેદાનમાં જંગી રેલી યોજાવાની જાહેરાત કરી છે તથા આજે વિપક્ષ સીઈસી સામે ‘જન મહાભિયોગ’ પણ યોજશે તો બીજી તરફ હવે ભાજપે પણ દિલ્હીમાં ૧૯૮૪ના શીખ રમખાણના પીડીત પરિવારો સાથે એક રેલી યોજવાની જાહેરાત કરી છે. જેનાથી તહેવારો પુર્વે કાલે દિલ્હીમાં વ્યાપાર ધંધાને મોટો ફટકો પડશે. વ્યાપારી સંગઠનો દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા યુપીઆઈ ચેરપર્સન સોનિયા ગાંધી બન્નેને પત્ર લખીને હિમાલયના તહેવારોની વ્યાપારી પ્રવૃતિને કારણે રેલી મોકુફ રાખવાની વિનંતી કરી હતી પણ તે ફગાવી દેવાઈ છે અને આજના ‘જનમહાભિયોગ’ તથા કાલથી રેલી યોજવા મકકમ છે. આ માટે રામલીલા મેદાનમાં તથા માર્ગો પર જબરી તૈયારીઓ થઈ ગઈ છે અને કોંગ્રેસ પક્ષે છ કમિટિ બનાવી છે.
૧૦ લાખ લોકો ઉમટશે તેવો દાવો છે. રામલીલા મેદાનને ૧૪ ઝોનમાં વહેચી દેવાયુ છે તથા રેલીની સવારે ૧૦થી સાંજના પાંચ સુધી જ મંજુરી અપાઈ છે. બીજી તરફ ભાજપે હવે શીખ વિરોધી રમખાણનો મુદો કોંગ્રેસ સામે ચગાવ્યા છે. અને કાલે રમખાણ પીડીત શીખોના પરિવારો સાથે પ્રશ્નથી દિલ્હીના શીખ વસવાટ વાળા ક્ષેત્રમાં ભાજપ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના નેતૃત્વમાં એક રેલી યોજશે. ભાજપે આ રીતે પંજાબ ચુંટણી સમયે શીખ વિરોધી રમખાણનો મુદો ચગાવી કોંગ્રેસને ભીસમાં મુકવા પ્રયાસ કર્યા છે.




