એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંચાલક માતા-પુત્ર સહીત ત્રણની કરી ધરપકડ
- Advertisement -
રાજકોટમાં ધમધમતા કુટણખાના બંધ કરાવવાની સૂચના અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રાજકોટમાં મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર દરોડો પાડી મહિલા સંચાલક સહીત ત્રણની ધરપકડ કરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બસીયા દ્વારા ગેરકાયદે ધમધમતા કુટણખાના કોઈપણ ભોગે બંધ કરાવવાની સૂચના અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ પી એન પઢીયાર, પીએસઆઇ એસ પી ચૌહાણ, એએસઆઈ અજયકુમાર શુકલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારુ, સલીમભાઇ મકરાણી, હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, ભુમિકાબેન ઠાકર, સુર્યકાંતભાઈ દવે સહિતની ટીમે વિરાણી ચોકમાં આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં શ્રી મેરેજ બ્યુરો નામની ઓફિસમાં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો અંહીય મેરેજ બ્યુરોની આડમાં યુવતીઓને રાખીને દેહ વ્યાપાર કરાવતી મહિલા સંચાલક કોઠારીયા રોડ પર રહેતા જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઈ પુજારા ઉ.51 અને તેના પુત્ર મિત ચેતનભાઈ પુજારા ઉ.22ની ધરપકડ કરી રોકડ-મોબાઈલ સહીત 8800નો મુદામાલ કબ્જે કરી એ ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી અહીંથી મળી આવેલ એક યુવતીને મુક્ત કરાવી હતી તેમજ કાલાવડ રોડ મહિલા કોલેજ ચોકમાં ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં પણ બાતમી આધારે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો અહીંયા ત્રણ યુવતીઓને રાખી દેહ વ્યાપાર કરાવતા ઉદયપુરના ગણેશ લક્ષ્મણજી મીનાની ધરપકડ કરી રોકડ બે મોબાઈલ સહીત 17,210નો મુદામાલ કબ્જે કર્યો છે અહીંયા એન્ટ્રી ફીના 1000 અને એક્સ્ટ્રા સર્વિસના નામે 2500 ગ્રાહક પાસે ઉઘરાવામાં આવતા હતા.




