સોસાયટીના પરિવારજનોના સહયોગથી નવ દિવસ નાસ્તા અને લ્હાણી
શક્તિની ઉપાસના અને ભક્તિના પર્વ નવરાત્રિની સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. ઠેર-ઠેર મા અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ જામી છે, ત્યારે રાજકોટના રામાપીર ચોક પાસે
- Advertisement -
આવેલી સ્વપ્નલોક સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની આગવી પરંપરા સૌનું ધ્યાન ખેંચી રહી છે. અહીં ૪થી ૧૨ વર્ષની નાની બાળાઓ અને બાળકોને કેન્દ્રમાં રાખીને નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. નાનાં ભૂલકાંઓના
ઉત્સાહ, ઉમંગ અને મોજ-મસ્તીથી ગરબીના માહોલમાં અનોખી રોનક જોવા મળી રહી છે.
સ્વપ્નલોક સોસાયટીની નવરાત્રિની વિશેષતા એ છે કે અહીં બાળકોને ગરબાની કોઈ ચોક્કસ શૈલીમાં બાંધી રાખવાને બદલે પોતાની આવડત, ઇચ્છા અને આનંદ મુજબ ગરબે ઘૂમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. દરેક
બાળક પોતાની રીતે ગરબાની રમઝટ માણી શકે અને પોતાની અંદર રહેલી કળાને વ્યક્ત કરી શકે તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. સ્વપ્નલોક સોસાયટીની આ પરંપરામાં સામાજિક એકતા અને સહભાગીદારી પણ આગવું
મહત્વ છે. સોસાયટીના પરિવારજનોના સહયોગથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબીમાં ભાગ લેતી બાળાઓ માટે દરરોજ નાસ્તા તેમજ લ્હાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સ્વપ્નલોક સોસાયટીના સભ્યો અને આયોજકો દ્વારા આયોજનબદ્ધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાની બાળાઓને ગરબી માટે તૈયાર કરવામાં મીરાબેન વેકરીયા અને પારૂલબેન
ભલસાણી જહેમત ઉઠાવી રહ્યાં છે. જ્યારે નાના બાળકોને પરંપરાગત રાસ-ગરબાનું માર્ગદર્શન આપવા કિંજલબેન લુણાગરીયા અને હેતલબેન સવસાણી મહેનત કરી રહ્યાં છે. સ્વપ્નલોક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ,
ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિત તમામ કમિટી સભ્યો મહોત્સવને સફળ બનાવવા માટે સહિયારા પ્રયાસો કરી રહ્યા છે.




