‘દેશી’નાં નામે ઉલ્લુ બનાવવાનો ખેલ, નિકુંજના સ્ટોલની બાજુમાં જ ₹40-50ના વડાપાઉં-ઢોકળાનો સ્ટોલ કરો તો ખબર પડે કે દેશી રસોયાની કેટલી વેલ્યૂ છે
નિકુંજની પોતાની જ પોસ્ટ્સ પર લોકોએ ભાવ બાબતે મણ-મણની ભાંડી
- Advertisement -
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા MGM નવરાત્રિ મહોત્સવમાં દેશી રસોયા નિકુંજ વસોયાના kaathiye ફૂડ સ્ટોલ પર ચાલતી લૂંટ અંગે પ્રકાશિત કરવામાં આવેલા “ખાસ–ખબર’ના અહેવાલે ભારે ખળભળાટ મચાવી દીધો છે અને તેને સમગ્ર શહેરથી લઈ રાજ્યભરમાં પ્રચંડ જનપ્રતિસાદ સાંપડ્યો છે. દેશી રસોયા નિકુંજ વસોયા દ્વારા સોશિયલ મીડિયા પર કાઠિયાવાડી સંસ્કૃતિ અને સાદગીની વાતો કરીને હજારો ચાહકો બનાવ્યા પછી ગ્રાઉન્ડ પર સામાન્ય શેરી-ગલીઓમાં મળતી વાનગીઓના ફાઇવ સ્ટાર હોટેલ કરતાં પણ વધુ કિંમતો વસૂલવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. જોકે વાસ્તવિકતા અને લોકોના રોષનો સામનો કરવાની હિંમત ન હોય તેમ, નિકુંજ વસોયાએ આ ગંભીર મુદ્દાને હળવાશમાં ઉડાવી દેવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ પણ કર્યો છે.
‘ખાસ-ખબર’ દ્વારા અગાઉ પ્રકાશિત અહેવાલમાં સામે આવ્યું હતું કે, શહેરના પ્રતિષ્ઠિત ખત્રઋખ નવરાત્રિ મહોત્સવમાં જાણીતા દેશી રસોયા અને ફૂડ કન્ટેન્ટ ક્રિએટર નિકુંજ વસોયાના સફફવિંશુય ફૂડ સ્ટોલ પર સામાન્ય શેરી-ગલીઓમાં મળતી વાનગીઓના ભાવો આસમાને પહોંચાડી દેવાયા હતા. નવરાત્રિ પાસ માટે પહેલેથી જ મોટી રકમ ખર્ચીને આવતા યુવાનો અને પરિવારો જ્યારે ગરબે ઘૂમીને થાક્યા પછી કેન્ટીન તરફ વળે છે ત્યારે ૨૦૦ ગ્રામ બટેટા ચાટના ₹૩૧૦, ૨૦૦ ગ્રામ શેકેલા શક્કરિયા ચાટના ₹૪૧૦, ૨૦૦ ગ્રામ શેકેલા શક્કરિયા બટેટા ચાટના ₹૩૬૦, ૨૦૦ ગ્રામ બટાટા વડાના ₹૩૧૦, ૩૦૦ ગ્રામ દેશી દમ બિરયાનીના ₹૫૨૦, ૨૦૦ ગ્રામ દાળ ખાખરાના ₹૩૧૦ તેમજ સામાન્ય એક ગ્લાસ છાશના ₹૧૦૦થી ₹૧૨૦ સુધીના આસમાને પહોંચેલા ભાવો ચૂકવવા મજબૂર બનતા હતા. સામાન્ય ખાદ્યપદાર્થોના આવા કલ્પના બહારના ભાવ વસૂલીને ગ્રાહકોની લાચારીનો ગેરલાભઉઠાવવા સામે ખેલૈયાઓમાં ભભૂકી રહેલા આક્રોશને ‘ખાસ-ખબર’ દ્વારા પ્રમુખતાથી વાચા આપવામાં આવતાં જ ખેલૈયાઓએ રાહતનો દમ લીધો છે. ખેલૈયાઓના મત મુજબ કાઠિયાવાડી સંસ્કૃતિ હંમેશાં અતિથિ સત્કાર, વ્યાજબી વ્યવહાર અને નમ્રતા શીખવે છે. ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આડેધડ ભાવ વસૂલવા કે સવાલ પૂછનાર સામે અહંકાર બતાવવો એ કાઠિયાવાડની ઓળખ નથી. નિકુંજ વસોયાએ પોતાની વાનગીઓ અને તેમના રાખવામાં આવેલા ભાવ વિશે આત્મમંથન કરવાની જરૂર છે.
આયોજકો અને આવા કથિત સેલિબ્રિટી શેફ બંને મળીને ગ્રાહકોની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે, તેમની પર કડક કાર્યવાહી થવી જોઈએઃ સોશિયલ મીડિયા પર યુઝર્સનો આક્રોશ
રાજકોટમાં રેસકોર્સ કે શહેરના અન્ય સ્થળોએ યોજાતા મોટા મહોત્સવોમાં જાણીતી કંપનીઓ કે સ્થાનિક કેન્ટીન દ્વારા વાજબી ભાવે ખાદ્યચીજો પૂરી પાડવામાં આવે છે. જ્યારે અહીં જાણીજોઈને એકહથ્થુ ઇજારો ઊભો કરીને ખેલૈયાઓના ખિસ્સા ખંખેરવાનું આયોજનબદ્ધ ષડયંત્ર રચાયું હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર નિકુંજ વસોયાના ફૂડ સ્ટોલનું મેનૂ કાર્ડ વાયરલ થતાં જ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સ કહી રહ્યા છે કેઃ કાઠિયાવાડની મહેમાનગતિ અને ભોજનના નામે આ ખુલ્લેઆમ છેતરપિંડી છે. આયોજકો અને આવા કથિત સેલિબ્રિટી શેફ બંને મળીને ગ્રાહકોની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેમની પર કડક કાર્યવાહી થવી જોઈએ. નિકુંજની પોતાની દરેક પોસ્ટ્સમાં પણ લોકોએ તેને ભાવ બાબતે મણ-મણની ગાળો ભાંડી છે.
- Advertisement -
મોનોપોલી ઊભી કરી ખેલૈયાઓને લૂંટવાનો ઉઘાડો પ્રયાસ
નવરાત્રી દરમિયાન રાસ-ગરબા રમીને થાકેલા યુવાનો અને તેમના પરિવારજનો જ્યારે મોડી રાત્રે ભૂખ્યા-તરસ્યા કેન્ટીન વિભાગ તરફ જાય છે ત્યારે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. અંદર અન્ય કોઈ વ્યાજબી ભાવની દુકાન (જેમ કે ₹૩૦-૪૦ના વડાપાંઉ, ₹૭૦ના સમોસા, ₹૫૦ની દાબેલી કે ઘૂઘરા) રાખવામાં આવતી નથી. જો ગ્રાઉન્ડમાં અન્ય બ્રાન્ડ્સ કે સ્થાનિક રેસ્ટોરન્ટ્સના સ્ટોલ વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોત તો આ મોનોપોલી તુરંત તૂટી જાત. પોતાની મોનોપોલી સાબિત કરવા તેઓ સોશિયલ મીડિયા પર દાવો કરે છે કે તેમની વાનગીઓ સુપરહિટ થઈ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બાજુમાં જો સામાન્ય ભાવવાળો સમોસા કે વડાપાંઉનો સ્ટોલ હોત તો આ મોંઘાદાટ સ્ટોલની અસલિયત ક્યારનીય બહાર આવી ગઈ હોત.
આયોજકોની પણ નફાખોરીમાં સંડોવણી: બી પ્રાકના શૉમાં કેપેસિટી કરતાં બમણાં પાસ વેંચ્યા હતા
આ સમગ્ર લૂંટમાં કેન્ટીન કે સ્ટોલધારક કરતાં પણ મોટો વાંક આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશરનો જણાય છે. આયોજકોએ સ્ટોલના ભાડાં પેટે કેટલી તોતિંગ રકમ વસૂલી છે કે વેપારીઓએ આવા અમાનવીય ભાવો રાખવા પડ્યા? ખેલૈયાઓના કહેવા મુજબ અહીં ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં અનેકગણા વધુ પાસ વેચીને અંદર ઊભા રહેવાની પણ જગ્યા ન રહે તેવી સ્થિતિ સર્જી દેવાઈ હતી. લોકો શ્વાસ પણ ન લઈ શકે તેવી ગૂંગળામણ વચ્ચે કોઈ નાસભાગ કે હોનારત થઈ હોત તો જવાબદારી કોની હોત? બી પ્રાકના લાઈવ ઇવેન્ટ વખતે ભારે મિસમેનેજમેન્ટ જોવા મળ્યું, કલાકાર પોતે બે કલાક મોડો આવ્યો અને લોકોમાં એવી પણ ચર્ચા છે કે ત્યાં માત્ર પ્રી-રેકોર્ડેડ ગીતો પર લિપસિંક જ કરવામાં આવી રહ્યું હતું! આટલું ઓછું હોય તેમ, છેલ્લા દિવસોમાં પાસના ભાવ ₹૨૫૦૦થી વધારીને સીધા ₹૫૦૦૦ સુધી ઝીંકી દેવામાં આવ્યા હતા.
ઈજજત બચાવવા નિકુંજે કર્યાં ‘ખાસ-ખબર’ના અહેવાલ સાથે ચેડાં
‘ખાસ-ખબર’ અખબારે જ્યારે ખેલૈયાઓની લાગણીને વાચા આપીને વાસ્તવિક ભાવવધારાનો અહેવાલ છાપ્યો ત્યારે ભૂલ સ્વીકારવાને બદલે અખબારના મસ્ટહેડ અને ફોન્ટ સાથે ચેડાં કરીને ‘બાસી-ખબર’ નામે ફેક પેજ બનાવવામાં આવ્યું. તેમાં ૨૦ ઓક્ટોબરથી સ્ટોલ બંધ થવાના સમાચારને પોતાની સિદ્ધિ ગણાવી નીચે just for Fun! લખીને વાસ્તવિક ગ્રાહકોના આક્રોશની મજાક ઉડાવવામાં આવી. નવરાત્રી ૧૯ ઓક્ટોબરે પૂરી થાય એટલે ૨૦ તારીખે આપોઆપ સ્ટોલ બંધ જ થવાનો હોય, તેમાં ‘ન્યૂઝની અસર’ ગણાવીને લોકોને મૂરખ બનાવવાનો પેંતરો રચાયો. એટલું જ નહીં અખબારના લોગો-ફોન્ટ સાથે ચેડાં કરી કોપીરાઈટ અને ટ્રેડમાર્ક સંબધિત કાનૂની પ્રક્રિયા પણ ઉભી કરી દેવામાં આવી છે.




