દિલ્હીમાં નવા બાટલાનો ભાવ 72810: AC, LED ફ્રીજની કિંમતમાં 8% સુધીનો વધારો
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે
- Advertisement -
આજે ૧ ઓક્ટોબર ૨૦૨૬થી સિલિન્ડર, બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹૭૦ સુધીનો વધારો કર્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી સબસિડીવાળા દરે LPG ગેસ સિલિન્ડર બુક કરવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA / e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમનું e-KYC પહેલેથી જ છે, તેમના માટે કોઈ ફેરફાર થશે નહીં.
આ ઉપરાંત ૧૫ ઓક્ટોબર ૨૦૨૬થી ₹૨,૦૦૦થી વધુના પસંદગીના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થશે. જે દુકાનદારોની મહિને UPI મારફતે કુલ આવક ₹૧ લાખ સુધી છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, ભલે પેમેન્ટ ₹૨,૦૦૦થી વધુનું હોય. સામાન્ય ગ્રાહકો પર તેની અસર થવાની અપેક્ષા નથી. જો કોઈ નાનો વેપારી સતત ૩ મહિના સુધી ₹૧ લાખથી વધુનું UPI પેમેન્ટ સ્વીકારે છે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરશે અને ત્યારબાદ તેના પર પણ ચાર્જ લાગુ થશે. વ્યક્તિથી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન મફત છે.
જ્યારે SBIના સેલેરી અકાઉન્ટ ધારકો જો અન્ય બેંકના ATM અથવા ADWM મશીનનો ઉપયોગ કરે છે, તો હવે તેમને મહિનામાં માત્ર ૫ મફત ટ્રાન્ઝેક્શન મળશે. અગાઉ આ મર્યાદા ૧૦ મફત ટ્રાન્ઝેક્શનની હતી. તેમાં બેલેન્સ ચેક કરવું અને પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે. ૧ ઓક્ટોબરથી કંપનીઓ AC, LED ટીવી, વોશિંગ મશીન અને ફ્રિજની કિંમતોમાં ૩%થી ૮% સુધીનો વધારો કરી રહી છે. ૨૦૨૬માં કંપનીઓ તરફથી કરવામાં આવેલો આ ત્રીજો વધારો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલા કાચા માલની કિંમતોમાં થયેલો વધારો તથા કરન્સીમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૨૬માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે.




