આસામ,પશ્વિમ બંગાલ અને બે ગુજરાતી યુવતીઓને મુકત કરાવતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો
રાજકોટ શહેરમાં ગેરકાયદે ચાલતા કુટટ્ટાખાનાઓ બંધ ટીમે ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં આવેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં ચાલતા કુટણખાના ઉપર દરોડો પાડી દંપતિની ધરપકડ કરી આસામ, પશ્વિમ બંગાલ અને બે ગુજરાતી યુવતીઓને મુકત કરાવી વધુ કાર્યવાહી કરી છે.શહેરમાં બસ સ્ટેશનના ત્રીજા માળે સેન્ડલ વેલનેસ સેન્ટર સ્પામાં યુવતીઓ રાખીને મસાજના નામે ગ્રાહકો પાસેથી આર્થિક લાભ મેળવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહીતીને આધારે પીઆઈ પઢિયાર સહીતની ટીમે ખરાઈ કરી દરોડો પાડયો હતો. પોલીસની તપાસમાં સ્પાના સંચાલક કાસમ કમાલુદીન કાદરી અને તેની પત્ની નસીમબેનની અટકાયત કરી આસામ,પશ્વિમ બંગાઈ અને બે ગુજરાતી સહીત ૪ યુવતીઓને મુકત કરાવી તપાસ કરતા બહારથી ગ્રાહકો બોલાવી તેની પાસે એન્ટ્રી ફિના એક હજાર બાદ અન્ય સર્વીસ માટે વધુ બે હજાર લઈ યુવતીઓને ૧૫૦૦ આપતા હોવાનુ બહાર આવતા પોલીસે બન્ને સામે એડીવીઝન પોલીસમાં ગુનો નોધી દંપતીની ધરપકડ કરી તેની પાસેથી રોકડ,મોબાઈલ મળી કુલ રૂ.૩૦ હજારની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
- Advertisement -
છેલ્લા બે મહિનામાં 10 સ્પા-હોટલમાં પોલીસે કરી કાર્યવાહી
ધ મોકસ સ્પા
ગ્રીન એપલ
B-૨ ફેમીલી સ્પા
હાઈડ્રીમ સ્પા
મુનલાઈટ સ્પા
રોઝ સ્પા
સનસાઈન સ્પા
મુન લાઈટ વેલનેસ
હોટલ ધ વિનસ
સેન્ડલ વેલનેસ સેન્ટર




