By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 hour ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 hour ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    53 minutes ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 hour ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > 20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2026/09/12 at 1:38 PM
Khaskhabar Editor 2 hours ago
Share
5 Min Read
SHARE

પરેશ રાજગોર

હિટલર, મુસોલિની અને સ્ટાલિન જેવા 6 તાનાશાહની સત્તાલાલસાનો ઇતિહાસ

- Advertisement -

વીસમી સદીનો સૌથી મોટો તાનાશાહ કોણ? નાઝીવાદી એડોલ્ફ હિટલર, રશિયાનો જોસેફ સ્ટાલિન કે પછી ઇટાલીનો ફાસીવાદી મુસોલિની? હકીકતમાં આ તમામ તાનાશાહ પોતપોતાની રીતે અતિ ક્રૂર હતા. તેમણે તેમના હરિફોનો ક્રૂરતાપૂર્વક સફાયો કરી નાંખ્યો હતો. એટલું જ નહીં, લાખોની સંખ્યામાં નિર્દોષ માણસોની કત્લેઆમ કરી હતી. મનોવિજ્ઞાન કહે છે કે, દરેક વ્યક્તિની પ્રકૃતિ સમજવી હોય તો તમારે તેનું સંપૂર્ણ જીવન સમજવું પડે. કઈ ઘટનાએ તેની માનસિકતા પર સૌથી વધુ અસર કરી અને કયા કારણસર તે સમાજનો વિરોધી થઈ ગયો એ જાણવું પડે. પછી જ તમને વ્યક્તિની અંદર તાનાશાહી વિકૃતિએ શા માટે જન્મ લીધો એનું સાચું કારણ જાણવા મળે. ગુજરાતમાં કલ્પવૃક્ષ પબ્લિકેશન નવી પ્રકાશનસંસ્થા છે, જેણે એક પછી એક સુંદર અને સમાજોપયોગી પુસ્તકો પ્રસ્તુત કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં આ પ્રકાશનગૃહે હિંદીના લોકપ્રિય ઇતિહાસકાર અને લેખક અશોક કુમાર પાંડેયનું પુસ્તક ‘વીસવી સદી કે તાનાશાહ’નો ગુજરાતી અનુવાદ રજૂ કર્યો છે. અનુવાદ એચ. કે. કોલેજના પૂર્વ પ્રાચાર્ય અને પ્રોફેસર હેમંત કુમાર શાહે કર્યો છે. આ પુસ્તક રસપ્રદ શૈલીમાં છ તાનાશાહનો અથથી ઇતિ સુધીનો મુખ્ય ઇતિહાસ રજૂ કરે છે, જેનો અભ્યાસ દેશના હાલના સ્થિતિસંજોગોમાં કરવો અનિવાર્ય છે.
વીસમી સદીના તાનાશાહો વિષે વાત કરવી એ એકવીસમી સદીના અઘોષિત સરમુખત્યારોને સમજવા માટેનું એક જરૂરી કામ છે. હાલમાં નેટફ્લિક્સ પર આવેલી સિરીઝ ‘હાઉ ટુ બીકમ અ ટાયરન્ટ’ જ નહીં, અનેક શૈક્ષણિક દેખાતાં કામ પણ એ ઐતિહાસિક પરિસ્થિતિઓને નજરઅંદાજ કરી દે છે કે જેમાં સરમુખત્યારશાહી પેદા થાય છે. તેમાં વધારે ભાર સરમુખત્યારોના વ્યક્તિગત જીવન, તેમની ધૂન અને સત્તા સુધી પહોંચવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા કાવાદાવા પર હોય છે. દા.ત. સ્ટાલિનની નીતિઓના મૂળમાં તેનું એશિયાઈ હોવું શોધી કાઢવામાં આવે છે, તો ઈદી અમીનના કબીલાઈ ઉછેરને તેની ક્રૂરતા સાથે જોડવામાં આવે છે. મારી કોશિશ એનાં ઐતિહાસિક-સામાજિક સ્રોતોની શોધ અને તેમાં વ્યક્તિઓ તથા વ્યવસ્થાઓના સરમુખત્યારશાહીમાં બદલાતા જવાની પ્રક્રિયાને રેખાંકિત કરવાની છે. બંને વિશ્વયુદ્ધ આ બાબતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યાં છે તો આફ્રિકામાં પરંપરાગત કબીલાઈ વ્યવસ્થામાં સંસ્થાનવાદી દેશોના પ્રવેશથી જે રીતે ત્યાંના સામાજિક-રાજકીય-આર્થિક માળખાને ધ્વસ્ત કરાયો છે તે મહત્ત્વનું રહ્યું છે.
તેણે જ ઈદી અમીનથી લઈને ડુવેલિયર (પિતા-પુત્ર) અને મેનિંગત્સુ જેવા સરમુખત્યારોને જન્મ આપ્યો. યુરોપીય સંસ્થાનવાદે એશિયા અને આફ્રિકામાં જેટલું લોહી વહાવ્યું, જે રીતે તેણે સામાજિક માળખાને પોતાના સ્વાર્થ માટે નષ્ટ-ભ્રષ્ટ કર્યું અને તેમની લૂંટથી પોતાના દેશોને સભ્ય બનાવ્યા, તે તો વિશ્વના ઈતિહાસની સૌથી બર્બર સરમુખત્યારશાહી છે. તે લખવા માટે અલગ પુસ્તકની જરૂર પડશે. ઈદી અમીન પર લખતી વખતે, મેં તે તરફ ઈશારો કરવાની કોશિશ કરી છે. હિટલર અને મુસોલિની તો પ્રથમ વિશ્વયુદ્ધની પેદાશ હતા. બંનેએ એમાં ભાગ લીધો હતો.
જોસેફ સ્ટાલિન એ સામ્યવાદી પક્ષની સરમુખત્યારશાહીનું વ્યક્તિગત સરમુખત્યારશાહીમાં પરિવર્તિત થવાનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું ઉદાહરણ છે.
સમાનતા અને ન્યાય પર આધારિત કાર્લ માર્ક્સના સિદ્ધાંતને, સત્તાના સિદ્ધાંતમાં બદલવાની પ્રક્રિયામાં આ ત્રાસ આખી દુનિયા માટે એક બોધપાઠ તો છે જ. ન્યાયના પક્ષમાં ઊભેલા કરોડો લોકો સમક્ષ પણ એ એક અસુવિધાજનક સવાલ પણ છે. તેને તથ્યોથી આંખ આડા કાન કરીને ટાળી શકાતો નથી. પિનોશે શીત યુદ્ધમાં ડાબેરી વિચારધારા વિરુદ્ધ અમેરિકી અભિયાનનું પ્રતીક પણ છે અને તે લેટિન અમેરિકાનો પ્રતિનિધિ પણ છે, કે જ્યાં યુરોપ અને અમેરિકાએ ખુલ્લેઆમ પોતાની ગુંડાગીરી ચલાવી. પૂર્વ યુરોપે જો સોવિયત સંઘના વર્ચસ્વની કિંમત ચૂકવી તો લેટિન અમેરિકાને અમેરિકાએ ઘણી વાર એક સંસ્થાનની જેમ જ ઇસ્તેમાલ કર્યું. ક્યુબાએ ન સાંભળ્યું તો તેની સાથે જે પ્રકારનો વ્યવહાર આખા જગતે કર્યો, તે પોતાની રીતે એક રંગભેદ જ કહેવાય. અત્યારે વેનેઝુએલા જેવા અનેક દેશો પણ આ જ ભોગવી રહ્યા છે. અમેરિકામાં ન્યૂ યોર્કના મેયરની ચૂંટણી લડતા ઝોહરાન મામદાનીને ફક્ત એટલા માટે ‘સામ્યવાદી’ જાહેર કરી દેવામાં આવે છે કે તેઓ ગરીબો માટે કેટલીક સુવિધાઓની વાત કરે છે.
ઉત્તર કોરિયાના કિમ ઇલ-સુંગ અત્યંત પછાત સમાજોમાં પારિવારિક સરમુખત્યારશાહીનું અજોડ ઉદાહરણ છે. જાપાનની લાંબી ગુલામીમાંથી આવેલી આઝાદી પણ કોરિયાના વિભાજનના રૂપમાં આવી અને ઉત્તર કોરિયામાં ‘કોરિયાના ગાંધી’ની હત્યા ભવિષ્યનો ભયાવહ સંકેત આપતી હતી. રોચક બાબત એ છે કે આ સરમુખત્યારશાહીઓનું વિવરણ વાંચતી વખતે અવારનવાર એકવીસમી સદીના નવા સરમુખત્યારોનાં કારનામાંની ઝલક મળે છે. એ માત્ર સંજોગ નથી. તુર્કીમાં જન્મેલા એસે તેમેલકુરનનું તાજેતરનું પુસ્તક ‘હાઉ ટુ લૂઝ અ કન્ટ્રી’ અને સ્ટીવન લેવિટ્સ્કી તથા ડેનિયલ ઝિબલેટનું બહુચર્ચિત ‘હાઉ ડેમોક્રસીઝ ડાઈ પુસ્તક એ જોખમો તરફ સાફ ઈશારો કરે છે કે જે આધુનિક લોકતંત્રોની અંદર જ સરમુખત્યારોને જન્મ આપે છે. એવામાં વીસમી સદીના સરમુખત્યારો વિશે વિસ્તારથી વાંચવું-સમજવું માત્ર શૈક્ષણિક નહીં પણ એક રાજકીય કાર્યવાહી પણ બની જાય છે. આ પુસ્તક તે જ કોશિશનો હિસ્સો છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ
Next Article બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Authorમનીષ આચાર્ય

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?