By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    41 minutes ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 hour ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    29 minutes ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    46 minutes ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ
Authorમનીષ આચાર્ય

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Khaskhabar Editor
Last updated: 2026/09/12 at 1:26 PM
Khaskhabar Editor 2 hours ago
Share
14 Min Read
SHARE

ડૉ. મનીષ આચાર્ય : મેડિકલ માયાજાળ

20,000 જેટલી હદય શસ્ત્રક્રિયાના અનુભવથી લઈને ટ્રાન્સપ્લાન્ટ, સંશોધન અને જાહેર આરોગ્ય સુધીની સફર

- Advertisement -

ઓપરેશન થિયેટરથી લઈને સંશોધન, શિક્ષણ અને સંસ્થાના નેતૃત્વ સુધી, વિજ્ઞાનની કુશળતા અને માનવતાની સંવેદનાથી ઘડાયેલી બહુઆયામી કારકિર્દી

માનવ શરીરમાં હૃદય માત્ર એક અંગ નથી. તે જીવન સંગીત પેદા કરતું એક વાદ્ય છે એક કંપોઝર છે એક ગાયક છે. અવિરત વાગતી એવી આંતરિક વાંસળી છે, જેના એક-એક સૂર સાથે માણસના અસ્તિત્વની કથા લખાતી રહે
છે. હૃદય ધબકે એટલે આશા પ્રગટે; હૃદય અટકે એટલે જીવનના સંગીતમાં અચાનક મૌન છવાઈ જાય. આવા નાજુક અને અતી જટિલ અંગ સાથે રોજેરોજ સંવાદ કરનાર સર્જન એટલે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ
ઑફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને કાર્ડિયોવાસ્ક્યુલર તથા થોરેસિક સર્જન ડૉ. ચિરાગ દોશી !
આજે ડૉ. દોશીનું નામ ભારતની અગ્રગણ્ય હૃદયસેવા સાથે જોડાયેલું છે. તેઓ માત્ર સંસ્થાના વહીવટી વડા નથી; તેઓ કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર તથા યુ. એન. મહેતા સંસ્થાની ગવર્નિંગ
બોર્ડના મેમ્બર સેક્રેટરી પણ છે. તેઓ બે દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવતા સર્જન છે. તેમના સર્જિકલ અનુભવમાં હૃદયની આશરે ૨૦,૦૦૦ શસ્ત્રક્રિયાઓ હોવાનું જાણવા મળે છે. આ આંકડો પોતે જ એક કથા છે, પરંતુ
કોઈ સર્જનનું મૂલ્યાંકન માત્ર આંકડાથી થઈ શકતું નથી. કારણ કે દરેક શસ્ત્રક્રિયા પાછળ એક માનવ હોય છે, એક પરિવાર હોય છે, અનેક પ્રાર્થનાઓ હોય છે અને ક્યારેક તો મૃત્યુ સામે જીવનની આખરી લડાઈ પણ હોય છે. તેથી
૨૦,૦૦૦ શસ્ત્રક્રિયાઓનો અર્થ માત્ર ૨૦,૦૦૦ ઓપરેશન નથી; તે હજારો પરિવારોની આશા, હજારો માતા-પિતાની આંખોમાં પાછો ફરેલો ઉજાસ અને હજારો ઘરોમાં ફરી સંભળાયેલો કિલ્લોલ પણ હોઈ શકે છે.
ડૉ. ચિરાગ દોશીની શૈક્ષણિક યાત્રા તબીબી ક્ષેત્રના મજબૂત પાયાની કહાની છે. તેમણે ૧૯૯૬માં MBBS, ૨૦૦૦માં MS (General Surgery) અને ૨૦૦૩માં M.Ch (Thoracic Surgery) પૂર્ણ કર્યું હતુ. સામાન્ય તબીબી જ્ઞાનથી શરૂ કરીને જનરલ સર્જરીની ઊંડાણભરી તાલીમ અને ત્યાંથી હૃદય-છાતીની અત્યંત વિશિષ્ટ સર્જરી સુધી પહોંચવું- આ એક એવી યાત્રા છે જેમાં જ્ઞાન સાથે ધીરજ, હાથનું કૌશલ્ય અને મનની અસાધારણ સ્થિરતા જરૂરી બને છે.
કાર્ડિયાક સર્જનનું કામ એવું છે કે જ્યાં ભૂલ માટે કોઈ જગ્યા હોતી નથી. શરીરના બીજા ભાગોની તુલનામાં હૃદયની શસ્ત્રક્રિયામાં સમય, ચોકસાઈ અને ટીમવર્કનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. સર્જનના હાથમાં નાઇફ તો હોય
છે, પરંતુ એ હાથ પાછળ જ્ઞાનનું આખું જગત ખડું હોય છે.
ડૉ. દોશીની ઓળખને યુ. એન. મહેતા સંસ્થાથી અલગ કરી શકાય તેમ નથી. આ સંસ્થા ગુજરાતમાં હૃદયરોગની સારવારનું એક વિશાળ કેન્દ્ર છે. આ સંસ્થા ૧,૨૫૧ પથારી ધરાવતી સુપર-સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ છે
અને ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત છે. આવી વિશાળ સંસ્થાનું નેતૃત્વ કરવું માત્ર ડોક્ટર તરીકે સફળ થવાથી શક્ય બનતું નથી. અહીં સર્જરીની સાથે વહીવટ, સંશોધન, શિક્ષણ, તાલીમ, ટેક્નોલોજી, માનવસંસાધન, દર્દીકેન્દ્રિત
સેવા અને જાહેર આરોગ્યની દિશા-આ બધું એકસાથે સંભાળવું પડે છે. ડૉ. દોશીએ ૨૦૨૩માં સંસ્થાના ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી. તેમના પહેલાં બે દાયકાથી વધુ સમય સુધી ડૉ. આર. કે. પટેલે સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું. ડૉ. દોશી તે પહેલાં સંસ્થાના કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જરી વિભાગના વડા હતા. અહીંથી તેમની ભૂમિકા વધુ વિશાળ બને છે. સર્જન તરીકે દર્દીના હૃદય સુધી પહોંચનારો માણસ હવે સંસ્થાના ડાયરેક્ટર તરીકે હજારો દર્દીઓ સુધી ઉત્તમ સારવાર પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થાને દિશા આપનાર બને છે.
શસ્ત્રક્રિયા એક વિજ્ઞાન છે, પરંતુ શ્રેષ્ઠ શસ્ત્રક્રિયામાં કળા પણ હોય છે. શરીરની અંદરનું હૃદય આંખે દેખાય ત્યારે પણ તેને સ્પર્શવાની ક્ષણ સામાન્ય નથી હોતી. સર્જનના હાથની નાની હલચલ દર્દીના જીવનના આગામી દાયકાઓ
નક્કી કરી શકે છે. ડૉ. દોશીની વિશેષતા કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જરીમાં છે. તેમના માર્ગદર્શન હેઠળ CVTS વિભાગે એઓર્ટિક કાર્ડિયાક સર્જરી, મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી અને જટિલ કોરોનરી સર્જરી જેવા ક્ષેત્રોમાં વિશેષતા વિકસાવી છે. મિનિમલી ઇન્વેસિવ સર્જરીનો મૂળ વિચાર જ એવો છે કે જરૂરી સર્જિકલ પરિણામ મેળવતાં શરીરને શક્ય તેટલો ઓછો આઘાત પહોંચાડવો. પરંતુ આ માટે સર્જન પાસેથી વધુ ચોકસાઈ અને વધુ ટેક્નિકલ કુશળતા માંગે છે. ડૉ. દોશીનું નામ આ ક્ષેત્રના સંશોધન સાથે પણ જોડાયેલું છે. ૨૦૧૭માં પ્રકાશિત થયેલા એક સંશોધન લેખમાં તેઓ anterior minithoracotomy દ્વારા ASD closure અને device retrieval અંગેના અભ્યાસના સહલેખક હતા. એ જ રીતે મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી, કોરોનરી સર્જરી અને અન્ય જટિલ હૃદયશસ્ત્રક્રિયાઓ અંગેના અનેક સંશોધનોમાં તેમનું યોગદાન જોવા મળે . B. J. Medical Collegeની ફેકલ્ટી માહિતીમાં પણ તેમના અનેક સંશોધન લેખોની નોંધ છે.

હૃદય પ્રત્યારોપણ એક નવી સીમા
એક માણસનું હૃદય બીજા માણસના શરીરમાં ધબકતું કરવું એ આધુનિક તબીબી વિજ્ઞાનની સૌથી અદ્ભુત સિદ્ધિઓમાંની એક છે, પરંતુ તેની પાછળ માત્ર સર્જન નહીં, એક આખી વ્યવસ્થા કામ કરે છે-ઓર્ગન ડોનેશન, ટ્રાન્સપ્લાન્ટ
ટીમ, એનેસ્થેશિયા, ઇન્ટેન્સિવ કેર, ઇમ્યુનોસપ્રેશન, નર્સિંગ અને સતત અનુસરણ. ડૉ. દોશીએ પશ્ચિમ ભારતમાં પ્રથમ હોમોગ્રાફ્ટ વાલ્વ બેન્ક અને હાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી છે; સંસ્થામાં
અત્યાર સુધી ૨૪ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાનો પણ ઉલ્લેખ છે. આ સિદ્ધિને માત્ર ટેક્નિકલ ઉપલબ્ધિ તરીકે જોવી પૂરતી નથી. અંગદાન એટલે અજાણ્યા માણસને પોતાના મૃત્યુ પછી પણ જીવન આપવાની ભારતીય સંસ્કૃતિની
અદભુત માનવતાભરી પરંપરા. કોઈ દાતા પોતાનું જીવન પૂર્ણ કરે છે, પરંતુ તેનું હૃદય બીજા કોઈના જીવનમાં ફરી ધબકે છે-આ દૃશ્ય તબીબી વિજ્ઞાનથી આગળ જઈને માનવતાની કવિતા બની જાય છે.

- Advertisement -

વિજ્ઞાન સાથે સતત સંવાદ
સારા સર્જન માટે અનુભવ જરૂરી છે; પરંતુ ઉત્તમ સર્જન માટે અનુભવ સાથે સતત શીખવાની તલપ પણ જરૂરી છે. ડૉ. દોશી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સક્રિયપણે ભાગ લે છે અને પોતાના અનુભવ તથા જ્ઞાનની
આપ-લે કરે છે. તેઓ Society of Minimal Invasive Cardiac Surgery of India સાથે executive member તરીકે Indian Society of Heart Lung Transplant સાથે member તરીકે અને Indian Association of Cardiovascular- Thoracic Surgeons સાથે પણ જોડાયેલા છે. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ માત્ર પરિષદો પૂરતી મર્યાદિત નથી. તાજેતરના વર્ષોમાં પણ ડૉ. દોશી સહલેખક તરીકે સંશોધન પ્રકાશનોમાં સક્રિય રહ્યા છે. ૨૦૨૪માં પ્રકાશિત થયેલા right atrial mass અંગેના અભ્યાસમાં તેમનું નામ સહલેખક તરીકે છે. ૨૦૨૪ના બીજા એક પ્રકાશનમાં surgical atrial septal defect closure પછી minimally invasive fus; right atrial mass દૂર કરવાના કેસ રિપોર્ટમાં પણ તેઓ લેખક તરીકે જોડાયેલા છે. ૨૦૨૫માં પ્રકાશીત થયેલા heart-transplant સંબંધિત સંશોધનમાં પણ તેમનું નામ U. N. Mehta Institute”u Cardiothoracic and Vascular Surgery ટીમ સાથે જોવા મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે તેમની ભૂમિકા માત્ર ઓપરેશન થિયેટર સુધી મર્યાદિત નથી. તેઓ સારવાર, શિક્ષણ અને સંશોધન-ત્રણે પ્રવાહોને એકબીજા સાથે જોડતા તબીબ તરીકે કાર્ય કરે છે.

શિક્ષક તરીકેનું બીજું રૂપ
ડોક્ટર જ્યારે દર્દીને બચાવે છે ત્યારે એક જીવન બચાવે છે; પરંતુ જ્યારે તે એક સારા ડોક્ટરને તૈયાર કરે છે ત્યારે અનેક ભવિષ્યનાં જીવનને સ્પર્શે છે. ડૉ. દોશીનું શિક્ષણક્ષેત્રે પણ યોગદાન છે. તેમને CVTS વિભાગના Head
Professor તરીકેનો પણ બહુ સફળ અનુભવ છે. તબીબી શિક્ષણમાં અનુભવનું સ્થાન અત્યંત મહત્વનું છે. પુસ્તકોમાંથી શીખેલી સર્જરી અને ઓપરેશન થિયેટરમાં અનુભવી સર્જન પાસેથી શીખેલી સર્જરી-બંને વચ્ચે સૂક્ષ્મ પરંતુ
મહત્ત્વનો તફાવત છે. એક વિદ્યાર્થી જ્યારે અનુભવી સર્જનને જટિલ પરિસ્થિતિમાં નિર્ણય લેતા જુએ છે ત્યારે તે માત્ર ટેક્નિક નથી શીખતો; તે શીખે છે કે ભય સામે કેવી રીતે સ્થિર રહેવું, દર્દીના પરિવાર સાથે કેવી રીતે વાત
કરવી અને ક્યારે ઝડપથી નિર્ણય લેવો. આ રીતે ડૉ. દોશીની ભૂમિકા એક સર્જનમાંથી સર્જકોના સર્જક સુધી વિસ્તરે છે. સન્માન માણસના જીવનમાં આવે છે ત્યારે તે આનંદ આપે છે; પરંતુ તબીબી ક્ષેત્રમાં મળેલું સન્માન ઘણી
વખત સમગ્ર ટીમનું પ્રતિબિંબ હોય છે. ૨૦૨૪માં U. N. Mehta Institute Golden Globe Tigers Awarddp,, Best Single Speciality Hospital તરીકે સન્માન મળ્યું હતું અને ડૉ. ચિરાગ દોશીને Best Cardiac Surgeon of the Year માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉ. દોશીના વ્યક્તિત્વનું સાચું મૂલ્ય કદાચ આવા પુરસ્કારોમાં નથી. એક સર્જન માટે સૌથી મોટો એવોર્ડ ઘણી વખત કોઈ ટ્રોફી નથી હોતો. ઓપરેશન બાદ ICUની બહાર ઊભેલા પરિવારજનોના ચહેરા પર દેખાતુ હળવુ સ્મિત એ જ તેની સૌથી મોટી ઉપાધિ છે.

જાહેર આરોગ્યની દિશામાં એક સંવેદનશીલ દૃષ્ટિ
સરકારી અને જાહેર ક્ષેત્રની મોટી કાર્ડિયાક સંસ્થામાં ડાયરેક્ટર બનવાનો અર્થ એ છે કે સારવાર માત્ર સક્ષમ અને સંપન્ન વર્ગ સુધી સીમિત ન રહે. U. N. Mehta Instituteની ઓળખ જ એવી સંસ્થા તરીકે થાય છે જે ગુણવત્તાસભર
કાર્ડિયાક કેર સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે કાર્ય કરે છે. Society for Cardiovascular Magnetic Resonance પણ સંસ્થાને જાહેર ક્ષેત્રની tertiary-care cardiac facility તરીકે વર્ણવે છે અને concessional અથવા no-cost careના તેના ધ્યેયનો ઉલ્લેખ કરે છે. અહીં ડૉ. દોશીનું નેતૃત્વ માત્ર મેડિકલ મેનેજમેન્ટ નથી; તે સામાજિક જવાબદારી સાથે પણ જોડાય છે, કારણ કે હૃદયને પૈસાની ભાષા આવડતી નથી. ધબકારો ગરીબ અને અમીર વચ્ચે ભેદ કરતો નથી. હૃદયરોગ કોઈની આર્થિક સ્થિતિ જોઈને આવતો નથી. તેથી હૃદયની સારવાર પણ માનવતાની દૃષ્ટિએ થવી જોઈએ-આ વિચાર જાહેર આરોગ્યના મૂળમાં રહેલો છે.

ટેક્નોલોજી અને માનવતા વચ્ચેનો સેતુ
આધુનિક કાર્ડિયાક સર્જરી હવે માત્ર પરંપરાગત ઓપરેશન સુધી મર્યાદિત નથી. રોબોટિક સર્જરી, મિનિમલી ઇન્વેસિવ ટેક્નિક્સ, અદ્યતન ઇમેજિંગ, ટ્રાન્સપ્લાન્ટેશન અને જટિલ વાલ્વ તથા એઓર્ટિક સર્જરીએ હૃદયવિજ્ઞાનની
સીમાઓ વિસ્તારી છે, પરંતુ ટેક્નોલોજી કેટલીય આગળ વધે, અંતે દર્દીના પથારી પાસે ઉભેલો ડોક્ટર અને તેની આંખોમાં રહેલી આશા વચ્ચેનો સંબંધ ક્યારેય જૂનો થતો નથી. ડૉ. દોશીની કારકિર્દીમાં એક તરફ જટિલ સર્જરી અને અદ્યતન ટેક્નિક્સ છે, તો બીજી તરફ શિક્ષણ, સંશોધન અને જાહેર આરોગ્યનો વ્યાપક દૃષ્ટિકોણ છે. કદાચ આ જ આધુનિક તબીબની સાચી ઓળખ છે-મશીનને સમજતો માણસ, પરંતુ માણસને મશીન ન માનતો તબીબ.

એક ડાયરેક્ટર કરતાં વિશાળ ઓળખ
ડૉ. ચિરાગ દોશીને માત્ર યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર કહેવું તેમની ભૂમિકાને થોડું નાનું કરી નાખે છે. તેઓ સર્જન છે-જે માનવ હૃદય પર શસ્ત્રક્રિયા કરે છે. તેઓ શિક્ષક છે-જે આગામી પેઢીના સર્જનોને ઘડે છે. તેઓ
સંશોધક છે-જે અનુભવને વૈજ્ઞાનિક જ્ઞાનમાં રૂપાંતરિત કરે છે. તેઓ સંસ્થાના નેતા છે-જે વિશાળ જાહેર આરોગ્ય વ્યવસ્થાને દિશા આપે છે. અને સૌથી મહત્ત્વનું, તેઓ એવી તબીબી પરંપરાના પ્રતિનિધિ છે જેમાં વિજ્ઞાન અને સેવા એકબીજાથી અલગ નથી. તેમની કારકિર્દીના બે દાયકાથી વધુના અનુભવ અને હજારો હૃદયશસ્ત્રક્રિયાઓની પૃષ્ઠભૂમિમાં એક વાત સ્પષ્ટ દેખાય છે-તબીબી વ્યવસાયમાં સફળતા માત્ર વ્યક્તિગત કુશળતાથી મળતી નથી. તેની પાછળ આખી ટીમ હોય છે. નેસ્થેટિસ્ટ, નર્સ, પરફ્યુઝનિસ્ટ, ટેકનિશિયન, જુનિયર ડોક્ટર, ICU ટીમ, સંશોધકો અને વહીવટી કર્મચારીઓ-આ બધા મળીને જ એક હૃદયને ફરી ધબકતું કરે છે.

જ્યાં ધબકારો જ પ્રાર્થના બની જાય
સાંજના કોઈ સમયે અમદાવાદની ગતિ ધીમી પડે છે. શહેરના રસ્તાઓ પર વાહનોની અવરજવર ચાલુ હોય છે. પરંતુ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ મોનિટર પર એક લીટી સતત ઉપર-નીચે થઈ રહી હોય છે.

બીપ..બીપી..બીપ
આ અવાજ સામાન્ય માણસ માટે માત્ર મશીનનો અવાજ છે. પરંતુ કાર્ડિયાક સર્જન માટે એ જીવનનો સંગીતમય સંકેત છે. એ ધબકારો કોઈ પિતાનો હોઈ શકે છે, કોઈ માતાનો હોઈ શકે છે, કોઈ બાળકનો હોઈ શકે છે, કોઈ નવવિવાહિત યુવાનનો હોઈ શકે છે. દરેક ધબકારાની પાછળ એક આખું વિશ્વ વસેલું હોય છે. ડૉ. ચિરાગ દોશીની કારકિર્દીને જોતા એવું લાગે છે કે તેમણે પોતાના વ્યવસાય તરીકે માત્ર સર્જરી પસંદ કરી નથી; તેમણે ધબકારાને બચાવવાનું ધ્યેય પસંદ કર્યું છે. તેમની શૈક્ષણિક યાત્રા, હજારો કાર્ડિયાક સર્જરીઓનો અનુભવ, મિનિમલી ઇન્વેસિવ અને જટિલ કાર્ડિયાક સર્જરીમાં કાર્ય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સાથેનું જોડાણ, સંશોધન, શિક્ષણ અને યુ. એન. મહેતા જેવી વિશાળ જાહેર કાર્ડિયાક સંસ્થાનું નેતૃત્વ-આ બધું મળીને એક એવા તબીબનું ચિત્ર ઉપસાવે છે, જેના હાથમાં શસ્ત્રક્રિયાની કુશળતા છે અને જેના કાર્યમાં સંસ્થાકીય દૃષ્ટિ પણ છે. હૃદયને શસ્ત્રક્રિયાથી સાજું કરી શકાય છે; પરંતુ તબીબી સેવાને મહાન બનાવે છે કરુણા. અને કદાચ આ જ કારણ છે કે એક સારા કાર્ડિયાક સર્જનની સાચી ઓળખ તેની ડિગ્રીમાં નહીં, તેના પુરસ્કારોમાં નહીં અને તેના આંકડાઓમાં પણ નહીં-પરંતુ તેના કારણે કોઈના ઘરમાં ફરી પ્રગટેલા દીવામાં હોય છે. ડૉ. ચિરાગ દોશીની સફર એ અર્થમાં માત્ર એક ડોક્ટરની સફળતાની ગાથા નથી. તે આધુનિક ગુજરાતમાં હૃદયસેવાના વિસ્તરતા આકાશની કથા છે; વિજ્ઞાન અને માનવતાના મિલનની કથા છે; અને સૌથી ઉપર-જીવનને ફરી એક તક આપવાની કળાની કથા છે. જ્યાં સુધી કોઈ મોનિટર પર હૃદયની લીલી લહેરિયાત રેખા જીવંત છે, ત્યાં સુધી તબીબી વિજ્ઞાનની આશા જીવંત છે. અને જ્યાં આશા જીવંત છે, ત્યાં ડૉ. ચિરાગ દોશી જેવા સર્જનોની સેવા માત્ર વ્યવસાય નથી રહેતી-તે માનવજીવન પ્રત્યેની એક નિષ્ઠાવાન પ્રાર્થના બની જાય છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!
Next Article 20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?