સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
પ્રસ્થાનઃ પ્રસિદ્ધ થવું સહેલું છે પણ સિદ્ધ થવું અઘરું : ચંદ્રકાંત બક્ષી
- Advertisement -
ધોની એક એવું નામ છે જે ચર્ચામાં હોય જ છે જોકે છેલા થોડા સમયથી તેના કોઈ સમાચાર નથી પણ આઈપીએલમાં રમવા બાબતે તો હજી તેણે કઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. એક ક્રિકેટ ફેન તરીકે ધોની હમેશા એક ગ્રે શેડમાં રહેલો માણસ લાગ્યો છે તો તેના વિશે થોડા સમય પહેલા આમ લખેલું.
બક્ષીની કોલમમાં એક માર્મિક વાર્તા વાંચી હતી.
એક ગામમાં બધા બેવકૂફો જ રહેતા હોય છે. એકવાર તેમના ગામમાં એક પીર આવે છે. બાબા ક્યાંય સુધી ઉપદેશ આપે છે અને પછી બધાને પૂછે છે કે તમારા ગામમાં ઇબાદત કરવાની જગ્યા ક્યાં છે. બેવકૂફો સમુ પૂછે કે એ શું હોય તો બાબા તાડુકે કે તમને એટલીય નથી ખબર! દરગાહ જેવું કંઈ છે? મૂર્ખાઓ પાછું પૂછે કે એ શું હોય તો બાબા કહે કે કોઈ સંત માણસ ગુજરી જાય પછી તેની ઉપર ઇબાદત કરવાની જગ્યા બનાવે તેને દરગાહ કહેવાય. આ સાંભળીને બધા મૂર્ખાઓ એકબીજા સામે જોયા કરે. પછી, તેઓ બાબાને મારીને તેમને તે જગ્યાએ દાટીને તેની પર દરગાહ બનાવે.
તમે એક લેવલથી વધુ લોકપ્રિય હોય તો તમારી એ નૈતિક જવાબદારી બને કે તમે એ લોકપ્રિયતાને ન વટાવો. જસ્ટ બિકોઝ તમે ઘણા અખતરા કર્યા હોય અને એ સફળ થયા હોય એટલે આખું ગામ જાણે ચક્રમ હોય એમ જક્કી બનીને નિર્ણય લીધા ન કરવાના હોય. ૨૦૦૭ના વર્લ્ડકપમાં જોગીન્દર શર્મા ચાલી ગયો એય એક રહીસય જ હતું. ૨૦૧૧ના વર્લ્ડકપમાં ટીમ જોરદાર હતી. અનુભવી અને જોશીલા એવા બંને ક્રિકેટરો હતા. ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાયમ ધોવાતો ઈશાંત શર્મા વળી નસીબજોગે બે બોલમાં બે વિકેટ લઈ ગયો તો વળી વડીલને અમુક વરસ ચાલે તેટલું માઈલેજ મળી ગયું. એવું નથી કે વડીલની કેપ્ટનસીનો કઈ કમાલ નતો પણ ઘેટાઓના કહેવા મુજબ કેપ્ટન વગર જાણે દુનિયા થંભી જાય એવુંય નતું. વનડે મેચ સિવાય વડીલનો બેટિંગ અને કેપ્ટનસી રેકોર્ડ એટલો સારો નથી. રહી વાત બેસ્ટ ફિનીશરની તો ગંભીરે ૨૦૧૨માં ઓસી સામેની મેચ વખતે જ કીધું હતું કે આવા મેચ આટલા ડીપ લઈ જવાના જ ન હોય. એ મેચ વર્લ્ડ બેસ્ટ ફિનીશરે છેલ્લી ઓવરમાં પૂરી કરી હતી. નાટક તો પાછા એવા હોય સાહેબના કે હમણાં આઇપીએલમાં રનિંગ કરતાં કરતાં થાકીને લેટી જાય. મેચ જીતવાનાય નો હોય ને બેટિંગમાં ગ્લોવ્ઝ બદલાવે. એલા સાવ આવા ડિંડક ન હોય. સાઉથની પબ્લિક તો આમેય વ્યક્તિપૂજા માં ગુલતાન જ હોય છે. ઠાલા ઠાલા કરીને તો ભૂખ દીધી. પાછું વડીલને પણ એ અંધભક્તિમાં બહુ ઓર્ગેઝમ આવતું હોય એટલે ફેંસને બહુ ચગાવે.
વર્લ્ડ બેસ્ટ ફિનીશર પોતાની હાલત પેલા પીરબાબા જેવી થાય તે પહેલાં સમજી જાય અને આઇપીએલમાંથી નિવૃત્તિ લે તો સારું છે. ઇંફદિશ ઉયક્ષનિો ક્લાસિક ડાયલોગ છે ને.
Either you die a hero or you live long enough to see yourself become a villain!”
- Advertisement -
પૂર્ણાહુતિઃ ખંધા વિવેક કરતાં નિખાલસ ઉગ્રતા સારી! -સિદ્ધાર્થ રાઠોડ




