સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન – નારેબાજી : દાન ચોરી અને લાઠીચાર્જનો વિરોધ
લોકસભા આવતીકાલ સુધી સ્થગિત
- Advertisement -
રિજિજુએ વિશેષ સત્ર અંગે રાહુલ અને પ્રિયંકા સાથે બેઠક કરી
સરકાર સીમાંકન બિલને લઈને ૧૬ થી ૧૮ ઓગસ્ટ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બુધવારે સંસદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે લગભગ ૫૦ મિનિટ બેઠક કરી અને કોંગ્રેસનો પક્ષ જાણ્યો. આ પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી.
વિપક્ષી સાંસદો ૨૦ જુલાઈએ જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીને લઈને સરકારને ઘેરી રહ્યા છે. તેમની માગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. આ અંગે વિપક્ષી સાંસદો લોકસભા-રાજ્યસભામાં હોબાળો કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ સંસદને ચલાવવા માંગતો નથી. તેમણે કહ્યું કે ગૃહમાં જે બિલ ચર્ચા વિના પસાર થયા છે તેનું કારણ વિપક્ષ છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટીએ હંમેશા રામ મંદિરનો કર્યો. પરંતુ તેમણે સંસદ પરિસરમાં આવીને જે કર્યું તેના માટે તેમને દેશની માફી માંગવી જોઈએ.
- Advertisement -
સંસદ પરિસરમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ અને વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વચ્ચે સીમાંકન બિલને લઈને અંદાજે ૫૦ મિનિટ સુધી બેઠક યોજાઈ. સરકારે આ મુદ્દે કોંગ્રેસનું વલણ જાણ્યું. લોકસભાની કાર્યવાહી ૨ વાગ્યે ફરી શરૂ થઈ હતી પરંતુ ૨૦ મિનિટ પછી ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સરકારે ૧૬ થી ૧૮ એપ્રિલ સુધી પણ સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ દરમિયાન સીમાંકન સુધારા બંધારણ બિલ, બંધારણનું ૧૩૧મું સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. ૧૮ એપ્રિલે બંધારણના ૧૩૧મા સુધારા બિલ પર વોટિંગ થયું હતું પરંતુ સરકાર લોકસભામાં બિલ પસાર કરાવી શકી ન હતી. આ પછી સરકારે બાકીના બે બિલા રજૂ કર્યા ન હતા.




