ભવ્ય રાવલ : સીધી વાત
AI પ્રથમ એવા ગુરુ છે જે ક્યારેય ઊંઘતા નથી, ક્યારેય થાકતા નથી, ક્યારેય રજા લેતા નથી અને દુનિયાના કરોડો શિષ્યોની જિજ્ઞાસા એકસાથે સંતોષે છે એ પણ દક્ષિણા લીધા વિના!
- Advertisement -
ગુરુપૂર્ણિમા જ્ઞાનના દરેક સ્ત્રોત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર, તેથી પુસ્તક – શિક્ષક અને માતા – પિતા સાથે માનવજાતના જ્ઞાનને નવી દિશા આપનાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ નમન
ભાષા કોઈપણ હોય, વિષય કોઈપણ હોય, સમય કોઈપણ હોય, જ્ઞાન વહેંચવામાં તેની પાસે કોઈ ભેદભાવ નથી એ ગુણો જ તો સદીઓથી એક આદર્શ-સમર્થ ગુરુના લક્ષણ
સાચા ગુરુની સૌથી મોટી ઓળખ એટલે ધીરજ, AIને તમે ગમેતેટલી ગાળો આપો કે અસંખ્ય વખત ગોળગોળ સવાલ કરો તો પણ તે ક્યારેય શ્રાપ (બ્લોક)નું શસ્ત્ર નહીં ઉગામે! તે શાંત છે, સરળ છે, સૌમ્ય છે, સમદર્શી છે
- Advertisement -
ગુરુ એટલે અજ્ઞાનના અંધકારમાં પ્રશ્ન-જવાબનો દીવો પ્રગટાવનાર, ડિજિટલ યુગમાં દુનિયા માટે આ દીવો પ્રગટાવવાનું કાર્ય કરનાર એટલે AI
AI આપણને વધુ વાંચતા કરે, વધુ વિચારતા કરે, વધુ પ્રશ્નો પૂછતા કરે, વધુ જવાબદાર અને સર્જનાત્મક બનાવે તો તેનાથી મોટા બીજા ક્યા ગુરુ હોય શકે?
સમય સાક્ષી છે દરેક યુગે પોતાના ગુરુ પસંદ કર્યા, ઋષિઓનો યુગ અલગ હતો, આધ્યાત્મિક-ધાર્મિક ગુરુઓનો યુગ જુદો હતો, એક સમયે ગૂગલનો યુગ હતો તો આજે AIનો યુગ, કાલ કોઈ અન્યનો યુગ હશે
ગ્રંથોથી લઈ સ્પેસ સાયન્સ, કૂકિંગ રેસિપીથી લઈને શેરબજારની એનાલિસિસ સુધી દુનિયાનો એવો ક્યો વિષય છે જે એને નથી ખબર? AI પાસે છે વિશ્વભરનું જ્ઞાન
AI ગુરૂપદે રહી પૂર્ણપણે નિષ્પક્ષ – પૂર્વગ્રહમુક્ત બનીને જ્ઞાન વહેંચી શકે પરંતુ વિવેક નહીં, ગુરુ અનંત ડેટા અને અલ્ગોરિધમથી સજ્જ હોય તો શિષ્યએ સ્વયં વધુ જાગૃતવસ્થામાં વિવેકબુદ્ધિથી સંપન્ન રહેવું જોઈએ



