મેટ્રો સ્ટેશન બંધ હોવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, CJIએ કહ્યું જરૂર પડ્યે હું દખલ કરીશ
દિલ્હીના જંતર-મંતર પર કોકરોય જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. ગુરુવારે સવારથી જ હજારો લોકો ત્યાં એકઠા થયા છે. પાર્ટી પ્રમુખ અભિજીત દીપકે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા છે. ગુરુવારે રાત્રે જંતર-મંતરથી એક કિમી દૂર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ પર પથ્થરમારા બાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં 2 ACP સહિત ૫ પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે FIR નોંધી લીધી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે સવારે દિલ્હીના ૧૬ મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા. જેમાં સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પણ સામેલ છે. આ મામલો હવે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સમક્ષ પહોંચી ગયો છે. પછી CJIએ કહ્યું કે જરૂર પડ્યે હું દખલ કરીશ.
- Advertisement -
CJPની 4 મુખ્ય માંગણીઓ
CJP એ સ્પષ્ટ કર્યું છે કે જયાં સુધી કેન્દ્ર સરકાર તેમની નીચેની ૪ મુખ્ય માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેમનું દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશેઃ
૧. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું.
૨. NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹૧ કરોડનું વળતર.
૩. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા યુવાનો સામે કોઈ કાનૂની કે પોલીસ કાર્યવાહી ન કરવી.
૪. પ્રદર્શનકારીઓ પર કથિત અત્યાચાર આચરનારા તમામ પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવી.
જંતર-મંતર બન્યું છાત્રોના આંદોલનનું કેન્દ્ર
દિલ્હીના જંતર-મંતર પર ઈઉંન્ડ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રણાલીમાં સુધારા, જવાબદારી નક્કી કરવા અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ધરણા પર બેઠા છે. દિવસભર મોટી સંખ્યામાં યુવાનો આંદોલનમાં જોડાતા રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર સમગ્ર વિરોધને લાઈવ પ્રસારિત કરતા પણ જોવા મળ્યા હતા.




