ડેન્ગ્યુના 4 વેરિઅન્ટ સામે આ રસીના 2 ડોઝ 3 મહિનાના અંતરે અપાશે
DCGIએ આ રસીને ૪થી 60 વર્ષની વયના લોકો માટે લીલી ઝંડી આપી દીધી
- Advertisement -
દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ દેશભરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધવા લાગે છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ લોકોને પોતાની ઝપેટમાં લે છે અને હોસ્પિટલો દર્દીઓથી લાગે સામાન્ય બની ગઈ છે. ઘણા કિસ્સાઓમાં તો દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર થઈ જાય છે અને આ સમસ્યા વર્ષો વર્ષ વકરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે ભારત માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુથી બચાવ માટે એક રસી (વેક્સિન)ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ રસીનું નામ QDENGA છે, જેને જાપાનની જાણીતી ફાર્મા કંપની ‘Takeda’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ આ રસીને ૪થી ૬૦ વર્ષની વયના લોકો માટે લીલી ઝંડી આપી દીધી છે.
QDENGAએ ભારતમાં મંજૂર થનારી સર્વપ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને લગાડતા પહેલાં વ્યક્તિને ક્યારેય ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો છે કે નહીં, તેની કોઈ પણ પ્રકારની તપાસ કરાવવાની જરૂર રહેશે નહીં. એટલે કે, આ રસી કોઈ પણ વ્યક્તિને સરળતાથી આપી શકાશે. જો કોઈને પહેલા ડેન્ગ્યુ થઈ ચૂકયો હોયયાં તો પણ તે આ રસી લઈ શકે છે અને જો ક્યારેય ડેન્ગ્યુ ન થયો હોય તો પણ આ રસી લગાડી શકાય છે. તબીબી મંજૂરી અનુસાર, આ રસી ૪ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીની ઉંમરના તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. આ વેક્સિનના કુલ બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝની વચ્ચે ૩ મહિનાનો સમયગાળો રાખવો અનિવાર્ય છે. આ રસી ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવશે.
ભારત માટે આ મંજૂરી કેમ અત્યંત મહત્વની છે?
વિશ્વમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ધરાવતા દેશોમાં ભારત મોખરે છે. એક અનુમાન મુજબ, દુનિયાભરના કુલ ડેન્ગ્યુ કેસનો આશરે ત્રીજો ભાગ માત્ર ભારતમાં જ જોવા મળે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૨૦ વર્ષમાં ભારતમાં ડેન્ગ્યુના નોંધાયેલા કેસોમાં અંદાજે ૧૧ ગણો તોતિંગ વધારો થયો છે. વર્ષ ૨૦૨૫માં જ દેશમાં ૧.૧૩ લાખથી વધુ સત્તાવાર કેસ નોંધાયા હતા, જોકે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડો આના કરતાં ઘણો મોટો હોઈ શકે છે.
- Advertisement -
કિલનિકલ ટ્રાયલમાં 90% સુધી અસરકારક સાબિત થઈ
કંપનીના જણાવ્યા અનુસાર, ચઉઉગત્રાબ પર અત્યાર સુધીનો સૌથી ચોટા પાયે સંશોધન અને રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં ૨૮,૦૦૦થી વધુ લોકો પર તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. ક્લિનિકલ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે, રસીનો બીજો ડોઝ લીધાના ૧૨ મહિના પછી તે ડેન્ગ્યુના બચાવમાં ૮૦.૨% અસરકારક જોવા મળી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ રસી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ૯૦.૪% સુધી ઘટાડવામાં સફળ રહી છે. લાંબા ગાળાના આંકડા પણ ખૂબ જ સકારાત્મક રહ્યા છે. સ્ટડી અનુસાર, સાડા ચાર વર્ષ પછી પણ આ રસી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં ૮૪.૧% અસરકારક રહી છે. જ્યારે ૭ વર્ષ સુધી તેની સુરક્ષા અને પ્રભાવ જળવાઈ રહેવાના મજબૂત પુરાવા મળ્યા છે.




