ખડગેએ કહ્યું- જંતર-મંતર પર લાઠીચાર્જથી બાળકોનો અવાજ દબાવી રહી છે સરકારઃ રાજ્યસભા સ્થગિત કરાઈ
મોન્સૂન સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- જંતર-મંતર પર વિદ્યાર્થીઓ ભેગા થયા, તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સરકારે તેમના પર લાઠીચાર્જ કર્યો. વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી ત્રીજી વખત સ્થગિત કરવામાં આવી.
- Advertisement -
સંસદની કાર્યવાહી સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ હતી. સત્ર શરૂ થયાના થોડા સમય બાદ વિપક્ષ પેપર લીકના મુદ્દે હોબાળો કર્યો. વિપક્ષના નેતાઓએ NEET-UG પેપર લીક અને રામ મંદિર દાન ચોરી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી. ઘણા સાંસદો પોસ્ટર, બેનરો લઈને હોબાળો કરતા વેલ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યુ.
આ પહેલા પીએમ મોદીએ સંસદના હંસ દ્વાર પર મીડિયાને ૧૫ મિનિટ સંબોધન કર્યુ. પીએમ મોદીએ કહ્યું- ચોમાસું હોય કે ચોમાસુ સત્ર હોય, જો બંને પ્રો-એટિવ હોય તો ખૂબ જ પ્રોડક્ટિવ રહે છે. તેનાથી દેશનું કલ્યાણ થાય થાય છે. તેથી અમે એવી જ પ્રાર્થના કરીએ છીએ કે ચોમાસું અને ચોમાસુ સત્ર પ્રોડક્ટિવ રહે. પીએમએ કહ્યું- સંસદમાં તર્ક સાથે ચર્ચા થાય. દરેક અવાજને સન્માન મળે. હું તમામ સાંસદોને ગૃહમાં ચર્ચા માટે આમંત્રણ આપું છું. સત્રના પહેલા દિવરો હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષ સોનમ વાંગચુકના ઉપવાસ, NEET-UG પેપર લીક અને રામ મંદિરના દાન ચોરી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
લોકસભાની કાર્યવાહી બપોરે ૧ વાગ્યે શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી ૧૨:૫૦ વાગ્યે શરૂ થઈ, હોબાળા બાદ ગૃહને બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું. લોકસભા અને રાજ્યસભામાં બપોરે ૧૨:૩૦ વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ. વિપક્ષે હોબાળો કર્યો. ત્યારબાદ લોકસભાને બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને રાજ્યસભાને ૧૨:૫૦ સુધી સ્થગિત કરી દેવામાં આવી.




