ઇતિહાસ રચાયો : મેડ-ઇન-ઇન્ડિયા ‘વિક્રમ-1’ પૃથ્વીની લૉ અર્થ ઓર્બિટની 450km ઉપરની કક્ષાએ પહોંચ્યું
હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસે આજે શનિવાર, 18 જુલાઈના રોજ ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ કર્યું. આ ટેસ્ટ પહેલા જ પ્રયાસમાં સફળ રહ્યો. આ સફળતા પર પીએમ મોદીએ સ્કાયરૂટના ફાઉન્ડર પવન કુમાર ચંદના સાથે વાત કરી અને અભિનંદન પાઠવ્યા. આ લોન્ચિંગ આંધ્ર પ્રદેશમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બપોરે 12:05 વાગ્યે કરવામાં આવ્યું હતું. પહેલા આ લોન્ચિંગ 11:30 વાગ્યે થવાનું હતું, પરંતુ લોન્ચન5 ૫ મિનિટ પહેલા કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું હતું. થોડી વાર પછી તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આ રોકેટને ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. કંપનીએ 2022માં વિક્રમ-એસ સબઓર્બિટલ રોકેટ લોન્ચ કર્યું હતું, જે 89.5 કિમીની ઊંચાઈ સુધી ગયું હતું. હવે વિક્રમ-1 પૃથ્વીની 4base(લો અર્થ ઓર્બિટ) 450 કિમીની ગોળાકાર નીચલી કક્ષા સુધી પહોંચી ગયું છે. આ સફળ લોન્ચિંગને ભારતના સ્પેસ સેક્ટર માટે એક બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
- Advertisement -
PM મોદીએ કૉલ કરીને શુભેચ્છાઓ પાઠવી
લો અર્થ ઓર્બિટમાં ‘વિક્રમ-1’નું સફળતા પૂર્વક લોન્ચિંગ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉલ કરીને સ્કાયરૂટ એરોસ્પેસની ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, ‘આ ‘મિશન આગમન’ છે, આગમનને આગળ વધતું જ જવાનું છે.’
આ દરમિયાન ટીમે કહ્યું કે, ‘સર, તમે લખેલું કાર્ડ ઓર્બિટમાં પહોંચી ગયું છે.’




