By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 hours ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 hour ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    2 hours ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    39 minutes ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    55 minutes ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 hour ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
રાષ્ટ્રીય

ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 2:33 PM
Khaskhabar Editor 2 hours ago
Share
7 Min Read
SHARE

લવ, લિવ-ઇન અને લોહીયાળ ખેલ!

પૂજા જાટવે પતિ પર જાનલેવા હુમલો કરાવ્યો, કોર્ટકેસના ચક્કરમાં કુખ્યાત ગુનેગાર સાથે પ્રેમ થઈ ગયો, સગી બહેન અને તેના પ્રેમી સાથે મળીને સાસુની ક્રૂર હત્યા કરી, જેઠ-સસરા જોડે અનૈતિક સંબંધો બાંધ્યા

- Advertisement -

સોશિયલ મીડિયા પર પોતાની અદાઓ અને પ્રેમ-વફાદારીની વાતોથી હજારો લોકોના દિલ જીતનારી ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ડિજિટલ ક્વીન’ પૂજા જાટવનો અસલી ચહેરો સામે આવતાં જ લોકોના રુંવાડા ઊભા થઈ ગયા છે. ઉત્તર પ્રદેશના ઝાંસી અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર વચ્ચે રચાયેલી આ ક્રાઇમ સ્ટોરી કોઈ ફિલ્મી પટકથા કરતાં પણ વધુ ભયાનક અને ચોંકાવનારી છે. ગ્લેમર અને સોશિયલ મીડિયાની ચમક પાછળ છુપાયેલી એક એવી ખૂની સાઝિશ જેમાં પ્રેમ, દગો, લિવ-ઇન રિલેશનશિપ, ગેરકાયદેસર સંબંધો અને છેલ્લે પોતાની જ સાસુની નિર્મમ હત્યાનો સમાવેશ થાય છે. લોકો હવે પૂજા જાટવની સરખામણી ઇન્દોરની કુખ્યાત સોનમ રઘુવંશી સાથે કરી રહ્યા છે અને તેને તેનાથી પણ વધુ જાલિમ ગણાવી રહ્યા છે.

પૂજા જાટવ મૂળભૂત રીતે મધ્ય પ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તેના પિતા ભારતીય રેલવેમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવતા હતા. પિતાએ દીકરીના સુખી ભવિષ્ય માટે વર્ષ 2014માં રેલવેમાં જ નોકરી કરતા રમેશ નામના યુવાન સાથે પૂજાના લગ્ન કરાવ્યા હતા. રમેશ ઓરછાનો વતની હતો. લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ થોડા જ સમયમાં બંને વચ્ચે અણબનાવ અને ઝઘડા શરૂ થઈ ગયા. આ વિવાદ એટલો વધી ગયો કે પૂજાએ પોતાના જ પતિને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું. તેણે ભાડાના ગુંડાઓ બોલાવીને પોતાના જ પતિ રમેશ પર ગોળીબાર કરાવ્યો. સદનસીબે આ હુમલામાં રમેશનો જીવ બચી ગયો અને તેણે પત્ની પૂજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પતિ પર જાનલેવા હુમલો કરાવવાના કેસમાં પૂજા કાનૂની સકંજામાં ફસાઈ ગઈ હતી. આ કેસની સુનાવણી માટે તેણે વારંવાર ગ્વાલિયર કોર્ટમાં હાજરી આપવી પડતી હતી. આ દરમિયાન કોર્ટ પરિસરમાં જ તેની મુલાકાત ઝાંસીના કુંહરિયા ગામના કલ્યાણ ઉર્ફે લાખન સાથે થઈ. લાખન પોતે પણ એક ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો વ્યક્તિ હતો અને તેના પર અડધા ડઝનથી વધુ ગુનાહિત કેસો ચાલી રહ્યા હતા. બે ગુનેગાર માનસિકતા ધરાવતા લોકોની આંખો મળી અને જોતજોતામાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. થોડા જ સમયમાં પૂજા પોતાના ભૂતકાળને પાછળ છોડીને ઝાંસી આવી ગઈ અને લાખન સાથે ભાડાના મકાનમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગી.

- Advertisement -

પૂજાની જિંદગીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 25 મે 2019ના રોજ એક માર્ગ અકસ્માતમાં તેના લિવ-ઇન પાર્ટનર લાખનનું મોત થઈ ગયું. લાખનના અવસાન બાદ પૂજા થોડો સમય ગ્વાલિયર પોતાની બહેન કમલા ઉર્ફે કામિની સાથે રહેવા જતી રહી. જોકે, તેના મગજમાં કોઈ મોટો પ્લાન ચાલી રહ્યો હતો. થોડા સમય પછી તે ફરીથી ઝાંસી આવી અને સીધી લાખનના ઘરે પહોંચી ગઈ. ત્યાં જઈને તેણે ભાવનાત્મક ડ્રામા શરૂ કર્યો અને લાખનની માતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગી. પોતાને લાચાર અને બેબસ ગણાવી તેણે આશરો માંગ્યો. લાખનનો પરિવાર પૂજા અને લાખનના સંબંધોથી વાકેફ હતો, તેથી દયા ખાઈને તેમણે પૂજાને પોતાના ઘરમાં રહેવાની મંજૂરી આપી દીધી.

પરિવારને એમ હતું કે પૂજા લાખનના પ્રેમમાં અહી આવી છે, પરંતુ પૂજાની નજર કંઈક અલગ જ હતી. તેણે પોતાની સુંદરતાની જાળમાં લાખનના મોટા ભાઈ સંતોષને ફસાવી લીધો. રાતના અંધારામાં સંતોષ અને પૂજા વચ્ચે ગેરકાયદેસર સંબંધો બંધાયા. આ અનૈતિક સંબંધોનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પૂજાએ એક બાળકીને જન્મ આપ્યો, જે સંતોષની હતી. સંતોષની પત્ની રાગિણીને આ વાતની ખબર પડતાં ઘરમાં ભારે હોબાળો મચ્યો. જોકે, સંતોષ પૂજાના પ્રેમમાં એટલો અંધ થઈ ગયો હતો કે તેણે પોતાની પત્ની તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું જેથી કંટાળીને રાગિણી પોતાના પિયર ચાલી ગઈ.

ત્યારબાદ પૂજા પોતાની પુત્રીને લઈને ગ્વાલિયર રહેવા ગઈ અને ત્યાંથી તેણે સંતોષ પાસે પરિવારની 16 વીઘા જમીનમાંથી લાખનના હિસ્સાની 8 વીઘા જમીન પોતાના નામે કરવા અને તેને વેચી દેવા દબાણ શરૂ કર્યું. સંતોષ અને તેના પિતા અજય આ જમીન આપવા તૈયાર થઈ ગયા, પરંતુ લાખનની માતા સુશીલાએ આ હિસ્સો આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.

જમીન મેળવવામાં આડખીલી બનતી સાસુ સુશીલાને રસ્તામાંથી હટાવવા પૂજાએ એક ખૌફનાક કાવતરું ઘડ્યું. તેણે યોજનાબદ્ધ રીતે સંતોષ અને તેના પિતા અજયને બહાના હેઠળ ગ્વાલિયર પોતાના ઘરે બોલાવી લીધા જેથી તેઓ શંકાના દાયરામાં ન આવે. બીજી તરફ, પૂજાએ પોતાની સગી બહેન કમલા અને તેના પ્રેમીને ઝાંસી મોકલ્યા. જમીન વેચાયા પછી અડધી રકમ આપવાની લાલચ આપીને પૂજાએ આ બંને પાસે પોતાની સાસુ સુશીલાની ગળું દબાવીને નિર્મમ હત્યા કરાવી દીધી. હત્યા કર્યા બાદ પૂજાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાના સસરા અજય પર જ હત્યાની શંકા વ્યક્ત કરી અને પોલીસને જણાવ્યું કે સસરા અને સાસુ વચ્ચે અણબનાવ હતો.

પોલીસની કડક પૂછપરછમાં પાપનો ઘડો ફૂટ્યો

પોલીસે જ્યારે સસરા અજયની અટકાયત કરીને પૂછપરછ કરી ત્યારે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. પૂજાએ સસરાને એમ પણ કહ્યું કે તમે ગુનો કબૂલી લો, હું સારો વકીલ કરીને તમને છોડાવી લઈશ. પરંતુ અજયે ના પાડી. પોલીસને પૂજાની હિલચાલ પર શંકા ગઈ, તેથી તેમણે પૂજાને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરી. પોલીસના થર્ડ ડિગ્રીના ડર અને સચોટ સવાલો સામે પૂજા લાંબો સમય ટકી શકી નહીં અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. પોલીસે આ મામલે પૂજા, તેની બહેન કમલા અને તેના પ્રેમીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.

હત્યાના ગણતરીના કલાકોમાં જ ઇન્સ્ટાગ્રામ પર ‘હલ્દી વાળી રિલ’ કરી શેર!

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 24 જૂનના રોજ પૂજાએ પોતાની સાસુની હત્યા કરાવી હતી. સાસુના મોતના ગણતરીના કલાકો બાદ જ પૂજા ઇન્સ્ટાગ્રામ પર એટલી શાંતિથી સક્રિય હતી કે તેણે પાણીમાં હળદર નાખવાની એક પોપ્યુલર ટ્રેન્ડિંગ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી હતી. તેના ચહેરા પર સાસુની હત્યાનો કોઈ પસ્તાવો કે ડર દેખાતો ન હતો. ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ ધરાવતી અને પોતાને ‘ડિજિટલ ક્વીન’ ગણાવતી પૂજા જાટવ પાછળ આટલી ક્રૂર હત્યારી છુપાયેલી હશે તેવું તેના ફોલોઅર્સ પણ વિચારી શકતા નથી. હાલ આ સોશિયલ મીડિયા સ્ટાર કાનૂનના સકંજામાં છે અને પોતાના પાપની સજા ભોગવી રહી છે.

You Might Also Like

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
Next Article મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?