કોલંબિયન પોપસ્ટાર શકીરા 2006, 2010, 2014 ફૂટબોલ વર્લ્ડ કપમાં પરફોર્મ કરી ચૂકી છે.
મેક્સિકોએ FIFA વર્લ્ડકપ 2026ની પ્રથમ મેચ જીતી:સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું
- Advertisement -
ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે રાત્રે મેક્સિકોમાં 39 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાઈ. તેમાં પોપ સ્ટાર શકીરા અને નાઇજીરીયન સિંગર બર્ના બોયે પરફોર્મ કર્યું. બંનેએ મળીને FIFAનું ઓફિશિયલ સોંગ ‘ડાઈ-ડાઈ’ ગાયું. લગભગ 2 કલાક સુધી ચાલેલી ઓપનિંગ સેરેમની પછી FIFA પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફન્ટિનોએ હોલીવુડ અભિનેત્રી સલમા હાયેકની હાજરીમાં વર્લ્ડ કપ ટ્રોફી રજૂ કરી. અહીં કોલંબિયન સિંગર જે બલવીને પણ પરફોર્મ કર્યું. આ પછી મેક્સિકોએ ઓપનિંગ મેચમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું.
ઓપનિંગ મેચની નવમી મિનિટે મેક્સિકોના જુલિયન ક્વિનોનેસ ગોલ કર્યો. ત્યારબાદ 67મી મિનિટે સ્ટ્રાઈકર રાઉલ જિમેનેઝે શાનદાર હેડર લગાવીને લીડ બમણી કરી દીધી. મેક્સિકો સિટીના એઝ્ટેકા સ્ટેડિયમમાં રેફરીએ 3 રેડ કાર્ડ આપ્યા. સાઉથ આફ્રિકાના સ્પેફેલો સિથોલે અને થેમ્બા ઝ્વેનને રેડ કાર્ડ મળ્યા. જ્યારે મેક્સિકોના સેસર મોન્ટેસને એક્સ્ટ્રા ટાઈમમાં રેડ કાર્ડ બતાવ્યું. મેક્સિકોને 9મી મિનિટે લીડ મળી. સાઉથ આફ્રિકાના કેપ્ટન અને ગોલકીપર રોનવેન વિલિયમ્સની ભૂલ ટીમને ભારે પડી. વિલિયમ્સના બેકપાસનો ફાયદો ઉઠાવીને જુલિયન ક્વિનોનેસ ટુર્નામેન્ટનો પહેલો ગોલ કર્યો. 44મી મિનિટે ક્વિનોનેસનો શોટ ગોલ પોસ્ટ સાથે અથડાઈને બહાર આવી ગયો. બીજી તરફ સાઉથ આફ્રિકા પહેલા હાફમાં એટેક કરી શકી નહીં અને હાફ ટાઈમ સુધી 1-0થી પાછળ રહી.
જિમેનેઝ માથામાં વાગ્યા પછી પણ હાર ન માની, 8 મહિના પછી મેદાન પર કમબેક કર્યું
મેક્સિકોની જીતમાં ટીમનો બીજો ગોલ કરનાર 35 વર્ષીય સ્ટ્રાઈકર રાઉલ જિમેનેઝની કારકિર્દી એક સમયે જોખમમાં મુકાઈ ગઈ હતી. નવેમ્બર 2020માં ઇંગ્લિશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન બોલ માટે સંઘર્ષ કરતી વખતે તેમની ટક્કર આર્સેનલના ડિફેન્ડર ડેવિડ લુઈઝ સાથે થઈ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે જિમેનેઝ મેદાન પર જ બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવ્યો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે તેની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. તે સમયે ડોકટરોને પણ શંકા હતી કે તે ફરીથી પ્રોફેશનલ ફૂટબોલ રમી શકશે કે નહીં. ગંભીર ઈજાને કારણે જિમેનેઝ લગભગ 6 મહિના સુધી ટ્રેનિંગ લઈ શક્યો નહોતો. જોકે, તેણે હાર ન માની અને લાંબી રિકવરી પછી આઠ મહિનામાં મેદાન પર કમબેક કર્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે આજે પણ મેચો દરમિયાન એક ખાસ રક્ષણાત્મક હેડબેન્ડ પહેરીને રમે છે.




