અનેક ઇમારતો ધરાશાયી: દરિયામાં 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, 2 કલાકમાં 138 આંચકા આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે. અસરગ્રસ્ત ઇમારતોમાં મોટાભાગે દુકાનો, ઓફિસો અને વ્યાપારી ઇમારતોનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળ્યાની પુષ્ટિ કરી છે.
અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (ઞજૠજ) અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 5:07 વાગ્યે આવ્યો. તેનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુ નજીક જમીનથી લગભગ 35 કિલોમીટર નીચે સ્થિત હતું.
ફિલિપાઇન્સના જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થા (ફિવોલ્ક્સ) એ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યા સુધીમાં 138 આફ્ટરશોક નોંધાયા હતા. આ આંચકાઓની તીવ્રતા 1.3 થી 6.7 ની વચ્ચે રહી.
ભૂકંપ પછી મિન્ડાનાઓ ટાપુના છ વિસ્તારોમાં સુનામીના મોજા પણ નોંધાયા હતા. સૌથી ઊંચા મોજાની ઊંચાઈ 1.4 મીટર (લગભગ 4.6 ફૂટ) રહી. સાવચેતીના ભાગરૂપે ઇન્ડોનેશિયા અને મલેશિયાએ પણ સુનામીની ચેતવણી જારી કરી હતી, જેને થોડા કલાકો પછી પાછી ખેંચી લેવામાં આવી.
જનરલ સેન્ટોસ સિટી પોલીસના માસ્ટર સાર્જન્ટ રોબર્ટ ડેગને અઋઙને જણાવ્યું કે ઘણી ઇમારતો પ્રભાવિત થઈ છે અને રાહત-બચાવ કાર્ય સતત ચાલુ છે. શહેરના કેટલાક ભાગોમાં વીજળી પણ જતી રહી. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા.
જનરલ સેન્ટોસ સિટી પ્રશાસને દુકાનો અને ઇમારતોને થયેલા ભારે નુકસાનની તસવીરો જાહેર કરી છે. સારંગાની પ્રાંતના અલાબેલ કસ્બાના પોલીસ પ્રમુખ બેન્જી એન્ચેટાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનની ઇમારતમાં પણ તિરાડો પડી ગઈ છે.
એન્ચેટાએ રોયટર્સને કહ્યું, આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે જેનો અનુભવ અમે અહીં કર્યો છે. તેમના મતે આંચકાઓ દરમિયાન કેટલાક લોકો ડરના કારણે બેભાન થઈ ગયા.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જણાવ્યું કે તેમણે તમામ સંબંધિત સરકારી એજન્સીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા અને રાહત-બચાવ અભિયાન શરૂ કરવા જણાવ્યું છે.



