ભારતીય ક્રિકેટમાં ટી20 ટીમની કેપ્ટનશીપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રેયસ અય્યરને ભારતના ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તે વર્તમાન ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમની કમાન સંભાળશે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ કારકિર્દીનો અંત?
- Advertisement -
કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ અને તેની રમતને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. T20 વર્લ્ડ કપમાં અને ત્યારબાદની મેચોમાં તેની પોતાની રમત અપેક્ષા મુજબની રહી ન હતી. આ સિવાય IPLમાં પણ તે એવું પ્રદર્શન ન કરી શક્યો જેવી તેની પાસેથી આશા રાખવામાં આવી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ટીમના સિલેક્ટર્સે વિચાર્યું કે હવે નવા કેપ્ટનની શોધ કરવી પડશે. શ્રેયસ અય્યર લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં એક ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે જાણીતો છે. ડોમેસ્ટિક (ઘરેલું) ક્રિકેટમાં અને IPLમાં તે પહેલા પણ કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. મેદાન પર તે સારી વિચારસરણી સાથે રમે છે અને દબાણની સ્થિતિમાં પણ સારા નિર્ણયો લે છે. આ જ અંદાજને કારણે ટીમ મેનેજમેન્ટની નજરમાં હતો જે બાદ તેને મહત્વની જવાબદારી આપવામાં આવી છે.
શ્રેયસ અય્યરનો શાનદાર કેપ્ટન્સી રેકોર્ડ
શ્રેયસ અય્યરે ઘરેલું ક્રિકેટ અને IPLમાં સતત પોતાની કેપ્ટન્સી સાબિત કરી છે. તેમની આગેવાની હેઠળ KKRએ 2024માં ટ્રોફી જીતી હતી. ત્યારપછી 2025માં તેમણે લાંબા સમય બાદ પંજાબની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. ચાલુ વર્ષે 2026માં પણ પંજાબનું પ્રદર્શન પ્રથમ હાફમાં સારું રહ્યું હતું, પરંતુ બીજા હાફમાં ટીમ લય ગુમાવી બેઠી હતી.




