બાઇક પર ભાગી રહ્યો હતો, પોલીસે ઘેર્યો: માતા સરોજે કહ્યું- મારા દીકરાને ન્યાય મળ્યો, ઈખ યોગીનો આભાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગાઝિયાબાદમાં 11મા ધોરણના વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો મુખ્ય આરોપી અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આરોપી શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો. રવિવારે વહેલી સવારે 4 વાગ્યે પોલીસે તેને ઘેર્યો ત્યારે તેણે ફાયરિંગ કર્યું. જવાબી ફાયરિંગમાં તે ઠાર થયો. પોલીસે શનિવારે જ તેના પર 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. એન્કાઉન્ટર શહેરના વસુંધરા વિસ્તારમાં થયું.
બકરીદના દિવસે (28 મે) 17 વર્ષના સૂર્યાની હત્યા થઈ હતી. સગીર મિત્રના જણાવ્યા અનુસાર, અસદે ફોન કરીને સૂર્યાને બોલાવ્યો. સાથીઓ સાથે તેને ઘેરી લીધો અને છરીથી ઉપરાછાપરી હુમલા કર્યા. ઘટના પહેલા તેણે સૂર્યાને પૂછ્યું હતું – શું ક્યારેય બકરાને હલાલ થતો જોયો છે? આવો, બતાવીએ. આના ઈઈઝટ પણ સામે આવ્યા હતા.
એન્કાઉન્ટર પર સૂર્યાની માતાએ કહ્યું- અસદની લાશનો ફોટો બતાવો, તો જ માનીશ કે તેનું એન્કાઉન્ટર થયું છે. બાકીના આરોપીઓનું પણ એન્કાઉન્ટર થવું જોઈએ.
બે સમુદાયો સાથે સંકળાયેલા હોવાને કારણે મામલો ગરમાયો. યુપી સરકારના મંત્રી સુનીલ કુમાર શર્મા સવારે 9 વાગ્યે સૂર્યાના પરિવારને મળ્યા. તેમણે કહ્યું – રાજ્યમાં કોઈ ગુનેગાર માટે કોઈ જગ્યા નથી. પરિવારના એક સભ્યને નોકરી અપાવીશું.
સૂર્યાના ઘરે હિન્દુવાદી સંગઠનોના લોકો પણ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. આને કારણે સૂર્યાના ઘરની બહાર છછઋ અને પોલીસ તહેનાત કરવામાં આવી છે. બજાર બંધ કરાવી દેવામાં આવ્યું છે.
સૂર્યાની માતા સરોજે કહ્યું, મારા દીકરાને ન્યાય મળ્યો, તેથી હું વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીનો આભાર માનું છું. હું મીડિયા કર્મચારીઓનો પણ આભાર માનું છું જેમણે અમારો અવાજ ઉઠાવ્યો. બાકીના 6 આરોપીઓના ઘર બુલડોઝરથી તોડી પાડવા જોઈએ.



