1 જૂનથી નવો નિયમ: સ્લીપરમાં 400થી ઘટીને 150-200 જ વેઇટિંગ ટિકિટ મળશે, ACમાં 60%ની મર્યાદા, વેઇટિંગ ટિકિટે મુસાફરી કરશે તો દંડ
હાઉસફુલ જતી ટ્રેનોમાં લાંબાલચક વેઇટીંગ લીસ્ટવાળા પ્રવાસીઓની ભીડથી ઉભી થતી પરેશાની રોકવા માટે રેલવે દ્વારા નીતિગત અને નકકર સુધારાત્મક નિર્ણયો લાગૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટ્રેનોમાં વેઇટીંગ લીસ્ટ નાનુ-ટુંકુ કરાશે જેથી કન્ફર્મ ટીકીટ ધરાવતા પ્રવાસીઓને કોઇ હેરાનગતિ નહીં થાય.
- Advertisement -
રેલવે ટ્રેનોમાં અનેક મુસાફરો કોચની ગેલેરી, દરવાજે કે વોશરૂમમાં ઘુસીને સફર કરતાં હોવાની વીડિયો વખતોવખત સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. આ વિશેની ફરિયાદો પણ ઉઠતી હોય છે તેને ધ્યાને રાખીને વેઇટીંગ લીસ્ટ ટુંકુ કરવા નિર્ણય લેવાયો છે. આગામી 1લી જુનથી આ નવો નિયમ લાગૂ થશે.
રેલવે બોર્ડના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, વેઇટીંગ ટીકીટની બુકિંગ પર મર્યાદા મુકવામાં આવી રહી છે. અગાઉ સ્લીપર ટીકીટમાં 400 ટીકીટ સુધી વેઇટીંગની મર્યાદા હતી તે હવે ઘટાડીને કુલ ક્ષમતાની 30 ટકા જ કરી દેવામાં આવી છે.
અર્થાત હવે સ્લીપર કોચની ક્ષમતાના આધારે 150 થી 200 વેઇટીંગ ટીકીટો જ નિકળશે તેનાથી વધુનું બુકિંગ નહીં થાય. આ જ રીતે એસી કોચ શ્રેણીમાં 300 વેઇટીંગની મર્યાદા ઘટાડીને કુલ ક્ષમતાની 60 ટકા કરવામાં આવી છે જેથી વેઇટીંગ લીસ્ટ ઘણું નાનુ અને મર્યાદિત થઇ જશે.
- Advertisement -
દેશમાં 2015 સુધી ટે્રનોમાં વેઇટીંગ લીસ્ટ ટીકીટો માટે કોઇ મર્યાદા લાગૂ ન હતી અનેક જાણીતી ટ્રેનોમાં 600-700 ટીકીટોનું વેઇટીંગ થતું હતું. 12 નવેમ્બર 2015 થી રેલવે દ્વારા તેના પર મર્યાદા લાગૂ કરવામાં આવી હતી. થોડા વખત પૂર્વે ક્ષમતાની 25 ટકા જ વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ પછી તે પાછો ખેંચી લેવાયો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે સામાન્ય રીતે ટ્રેનનો આખરી ચાર્ટ બનતા સુધીમાં વેઇટીંગ લીસ્ટમાંથી સરેરાશ 20 થી 25 ટકા ટીકીટો જ કન્ફર્મ થતી હોય છે. બાકીના લોકોને ટીકીટ રદ કરાવવી પડે છે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડતી નથી. નવા નિયમો હેઠળ વેઇટીંગ ટીકીટ પર પ્રવાસ નહીં કરી શકાય અન્યથા દંડ ફટકારવામાં આવશે.




