By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
    1 hour ago
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    1 hour ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    1 hour ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    2 hours ago
    વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 hours ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    3 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચેક રિટર્ન કેસમાં વેપારીને ઝટકો : રૂ. 60 લાખ વળતર અને એક વર્ષની સજા સામે રાહત ન મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચેક રિટર્ન કેસમાં વેપારીને ઝટકો : રૂ. 60 લાખ વળતર અને એક વર્ષની સજા સામે રાહત ન મળી
રાજકોટ

ચેક રિટર્ન કેસમાં વેપારીને ઝટકો : રૂ. 60 લાખ વળતર અને એક વર્ષની સજા સામે રાહત ન મળી

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 4:03 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

રાજકોટ સેશન્સ કોર્ટનો કડક અભિગમ : 38 મહિનાનો વિલંબ માફ ન કરતાં અપીલો નામંજુર

આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ કરોડોની ઠગાઈ સંબંધિત અનેક કેસો નોંધાયા છે અને અનેક કોર્ટોમાં સજાઓ પણ થઈ ચૂકી છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં ચેક રિટર્નના ગંભીર કેસોમાં મુંબઈ સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશન સાથે સંકળાયેલા વેપારી જીતેશ આર. ગજેરીયાને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટએ 38 મહિનાના વિલંબ સાથે દાખલ કરાયેલી ત્રણેય અપીલો રજીસ્ટર લેવા ઇનકાર કરી દીધો છે. અદાલતે સ્પષ્ટ નોંધ્યું હતું કે આરોપી તરફથી વિલંબ માટે પૂરતા અને વિશ્વસનીય કારણો રજૂ કરવામાં આવ્યા નથી. આ કેસોમાં અગાઉ રાજકોટના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને ત્રણેય કેસોમાં એક વર્ષની સજા ફટકારી હતી અને ફરીયાદીને કુલ રૂ. 60 લાખનું વળતર બે મહિનામાં ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે જ જો વળતર ન ચૂકવાય તો વધુ છ મહિનાની સજાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.
કેસની વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે શ્રી રામદેવ કોટન જીનિંગના નામે વેપાર કરતા સંજય વલ્લભભાઈ કપુરીયાએ મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત ગ્લોબલ કોટન કોર્પોરેશનના વેપારી જીતેશ આર. ગજેરીયા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. ફરીયાદ મુજબ આરોપીએ કુલ રૂ. 1.89 કરોડથી વધુની કપાસની ગાસડીઓ ખરીદી હતી. જેમાંથી બાકી રહેલી રકમ રૂ. 74.43 લાખમાંથી ભાગરૂપે ચુકવણી કરવા આરોપીએ રૂ. 25 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 10 લાખના ત્રણ ચેક આપ્યા હતા. કુલ રૂ. 60 લાખના આ ચેકો પાસ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ ચેકો બેંકમાં રીટર્ન થતા ફરિયાદીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્રણેય કેસોમાં ટ્રાયલ કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલો દાખલ કરી હતી. જોકે તેમાં 38 મહિનાનો વિલંબ થતાં આરોપીએ વિલંબ માફ કરવાની અરજી પણ કરી હતી.
ફરીયાદી પક્ષના એડવોકેટ સુરેશ ફળદુએ આ અરજીનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વિલંબ માટે ડે ટુ ડે કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. આરોપી સામે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કરોડોની ઠગાઈ સંબંધિત અનેક કેસો નોંધાયેલા છે અને અનેક કોર્ટોમાં સજાઓ પણ થઈ ચૂકી છે. દલીલ દરમિયાન એવું પણ જણાવાયું હતું કે આરોપી અગાઉ અમરેલી જેલમાં હતો અને તે દરમિયાન ટ્રાયલ કોર્ટમાં વકીલ સાથે હાજર પણ રહ્યો હતો. એટલે તેને કેસોની જાણ ન હતી તેવી દલીલ માન્ય રહી શકે નહીં. જેલમાંથી મુક્ત થયા બાદ પણ તેણે કોર્ટ કાર્યવાહી પ્રત્યે કોઈ ગંભીરતા દાખવી નહોતી.
સેશન્સ કોર્ટએ પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આરોપી તરફથી ગરીબી, મજૂરી અને નાણાકીય મુશ્કેલીઓ જેવા સામાન્ય કારણો રજૂ કરાયા હતા, પરંતુ 3 વર્ષ 1 મહિનો અને 19 દિવસ જેટલા લાંબા વિલંબ માટે કોઈ મજબૂત દસ્તાવેજી આધાર રજૂ કરવામાં આવ્યો નહોતો. કોર્ટએ વધુમાં અવલોકન કર્યું હતું કે અપીલ કરવાનો અધિકાર મહત્વપૂર્ણ છે, પરંતુ આરોપીએ પોતાના બચાવના અધિકારનો સમયસર ઉપયોગ કર્યો નહોતો. ટ્રાયલ એકતરફી આગળ વધતું રહ્યું અને સજાનો હુકમ થાય ત્યાં સુધી આરોપી નિષ્ક્રિય રહ્યો હતો. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજકોટના મહે. એડીશનલ સેશન્સ જજએ ત્રણેય અપીલોમાં વિલંબ માફ કરવાની અરજીઓ નામંજુર કરી દીધી હતી. આ સમગ્ર મામલામાં ફરીયાદી સંજય કપુરીયા તરફથી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટિયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા અને સાહીલ કંટારીયા હાજર રહ્યા હતા. જ્યારે નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુએ સહાયતા આપી હતી.

You Might Also Like

35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની

સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ-વાવાઝોડું

વેકેશનમાં સ્કૂલ રિક્ષા-વાનની ફી વસૂલ્યા બાદ હવે ભાડાં વધારો કેમ? : વાલીમાં રોષ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ-વાવાઝોડું
Next Article ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?