ગુજરાત સચિવાલયમાં ખાખી અને વહીવટી સ્તરે મોટો સપાટો
લાંબા સમયની રાહ જોયા બાદ 81 DYSOને પ્રમોશનની ભેટ: સચિવાલયમાં સેક્શન અધિકારી તરીકે નવી નિમણૂક
- Advertisement -
સામાન્ય વહીવટ (GAD) અને મહેસૂલ વિભાગના સંયુક્ત આદેશથી સરકારી તંત્રમાં ભારે હલચલ, 36 સેક્શન અધિકારીઓ પણ બદલાયા
સ્ટેમ્પ ડ્યુટી અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની જવાબદારીઓ બદલાઈ, જાહેર હિતમાં તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી સ્તરે ખૂબ જ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (ૠઅઉ) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ વહીવટી ફેરબદલ અંતર્ગત રાજ્યભરમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓની બદલી અને 9 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ સાથે જ સચિવાલય કેડરના વહીવટી માળખામાં પણ મોટો ફેરફાર કરતા 36 સેક્શન અધિકારીઓ (જઘ)ની બદલી અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (ઉઢજઘ)ને સેક્શન અધિકારી તરીકે પ્રમોશન આપી નવી નિમણૂકો સોંપવામાં આવી છે. તારીખ 27 મે, 2026ના રોજ મોડીસાંજે જાહેર થયેલા આ આદેશોથી સચિવાલય અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી જારી કરાયેલી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સહિત કુલ 27 વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓ બદલાઈ છે. આ ઉપરાંત, વહીવટી માળખાને મજબૂત કરવા માટે મામલતદાર વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રિક્સ લેવલ-8)ના 9 અધિકારીઓને સિનિયોરિટી અને ’ડીમ્ડ ડેટ’ના આધારે હંગામી ધોરણે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 (પે મેટ્રિક્સ લેવલ-10)માં બઢતી આપીને નાયબ કલેક્ટર કે સમાન કક્ષાની જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે. બઢતી મેળવનારા આ અધિકારીઓને વાસ્તવિક હાજર તારીખ સુધીના નાણાકીય લાભો નોશનલ ગણવાના રહેશે.
બીજી તરફ, સામાન્ય વહીવટ વિભાગ (ૠઅઉ) દ્વારા પણ સચિવાલયના આંતરિક વહીવટને વેગ આપવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ફરજ બજાવતા અને મહત્વના ટેબલ સંભાળતા 36 સેક્શન અધિકારીઓ (જઘ)ની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.
આ શિફ્ટિંગની સાથે જ સચિવાલયના નીચલા સ્તરે કામગીરીનો અનુભવ ધરાવતા 81 નાયબ સેક્શન અધિકારીઓ (ઉઢજઘ)ને લાંબા સમયની રાહ જોયા બાદ સેક્શન અધિકારી (જઘ) તરીકે ઉચ્ચ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ પ્રમોટેડ અધિકારીઓને સચિવાલયના અલગ-અલગ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
27 મેની મોડી સાંજે સત્તાવાર રીતે જાહેર કરાયેલા આ સામૂહિક આદેશો પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં આવતી વહીવટી અડચણો દૂર કરવાનો અને વિકાસકાર્યોને વધુ ઝડપી બનાવવાનો છે. ખાસ કરીને સચિવાલયના સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગોમાં નવા ઉત્સાહી અધિકારીઓને મૂકીને વિભાગીય કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો છે.
સરકારના ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ નિર્ણય અન્વયે બદલી અને બઢતી મેળવનારા તમામ અધિકારીઓને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગો કે જિલ્લાઓમાં જઈને ચાર્જ સંભાળી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ફેરબદલથી આગામી દિવસોમાં રાજ્યના મહેસૂલી અને સચિવાલય સ્તરના વહીવટમાં મોટી આશાઓ સેવાઈ રહી છે.



