બૅન્ક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીના રિપોર્ટમાં લાલબત્તી
નાણાકીય ખાદ્ય 4.3%ના અંદાજ સામે 4.7થી 4.8% સુધી પહોંચી શકે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મધ્ય પૂર્વમાં યુધ્ધ બાદ અમેરિકા-ઇરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં તનાવ યથાવત છે અને આખી દુનિયા તેનો માર સહન કરી રહી છે, જ્યારે ભારતને આ યુધ્ધની અસર હેઠળ 2.1 ટ્રીલીયનનો ફટકો પડી શકે તેમ હોવાની ચેતવણી બેંક ઓફ બરોડાના રિપોર્ટમાં આપવામાં આવી છે. બેંક ઓફ બરોડના અર્થશાસ્ત્રીઓના રીપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2026-27માં ભારતનો જીડીપી વિકાસદર 6.5 થી 6.8 ટકા રહેવાનું અનુમાન રાખવામાં આવ્યું છે. પરંતુ મધ્ય પૂર્વના સંકટને ધ્યાને લેતા નાણાંકીય ખાદ્ય 4.3 ટકાથી વધીને જીડીપીના 4.7 થી 4.8 ટકા સુધી પહોંચી શકે છે. તેના કારણે આર્થિક રીતે 2.1 ટ્રીલીયનને ફટકો પડી શકે અને તે સંજોગોમાં ખાદ્ય 17 ટ્રીલીયનના અંદાજ સામે 18 થી 18.5 ટ્રીલીયનની થઇ શકે છે. જાહેર ક્ષેત્રની બેંક દ્વારા રિપોર્ટમાં આર્થિક મોરચે ત્રણ પડકારો સુચવ્યા છે. ખાતરની સબસીડી 1.7 ટ્રીલીયન અંદાજવામાં આવી હતી. પરંતુ ગેસમાં ભાવવધારાને પગલે વધતા ઉત્પાદન ખર્ચથી તામાં વધુ 34000 થી 50,000 કરોડનો વધારો થઇ શકે છે.
આ સિવાય કેન્દ્ર સરકારે પેટ્રોલીયમ કંપનીઓના હિતમાં પેટ્રોલ-ડિઝલની એકસાઇઝમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેના કારણે સરકારી તિજોરીને 1.3 ટ્રીલીયનની ઘટ્ટ પડશે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના રીટેઇલ વેચાણ પર તેલ કંપનીઓ દરરોજની 750 કરોડની ખોટ કરી રહી છે. તેનો ત્રિમાસિક આંકડો 65000 થી 70,000 કરોડ થઇ શકે છે. નાણાંકીય નુકશાનીથી કંપનીની આવક અને નફાશક્તિને અસર થશે. સરકારની ડીવીડન્ડ આવક તથા કોર્પોરેટ ટેક્સ કલેક્શન ઘટશે. ત્રણેય બાબતોને લક્ષ્યમાં લેતા સરકારી તિજોરીની અંદાજીત આવકમાં 2.1 લાખ કરોડનું નુકશાન થશે.
બેન્કના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું કે ખાદ્ય 4.3 ટકાના સ્તરે રાખવી હોય તો મૂડી ખર્ચ ઘટાડવો પડે આ જ રીતે વિવિધ મંત્રાલયોમાં આવકના અંધારે ખર્ચકાપના પગલા લેવા પડે.
કરન્સી માર્કેટ વિશે રિપોર્ટમાં એવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે આવતા મહિનાઓમાં ડોલર સામે રૂપિયો 97 થી 98ની રેન્જમાં રહી શકે છે. વિદેશી નાણાંકીય સંસ્થાઓ ભારતીય ઇકવીટી માર્કેટમાંથી નાણાં પાછા ખેંચતી હોવાથીદબાણ રહેશે. ફેબ્રુઆરીથી અમેરિકી ડોલર દોઢ ટકા મજબૂત થયો છે. મોંઘવારી મોરચે એમ કહેવાયું છે કે પેટ્રોલીયમ ચીજોની અસ્થિરતાને કારણે રીટેઇલ ફુગાવામાં 13.6 ટકા હિસ્સા પર દબાણ રહેશે અને વાર્ષિક 1.2 થી 2 ટકા સુધીની અસર આવી શકે છે. આખા વર્ષનો ફુગાવો 4.8 થી 5.2 ટકાની રેન્જમાં રહેવાનું અનુમાન છે. જથ્થાબંધ ફુગાવામાં અસર તીવ્ર રહેશે. 2.3 થી 3.7 ટકા સુધીની અસર રહી શકે છે અને તેનો વાર્ષિક દર 8.9 ટકા રહેવાનું અનુમાન છે.



