રાજીવ ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસે અર્પી શ્રદ્ધાંજલિ
પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રાજીવ ગાંધીજીના રાષ્ટ્રનિર્માણ અને યુવા સશક્તિકરણના યોગદાનને કરાયું યાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દેશના પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન સ્વર્ગીય રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીજીના દેશપ્રેમ, દુરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સ્વ. રાજીવ ગાંધીજીએ દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક ઐતિહાસિક અને પ્રગતિશીલ નિર્ણયો લીધા હતા. તેમણે માહિતી પ્રૌદ્યોગિકી, શિક્ષણ, પંચાયતી રાજ વ્યવસ્થા અને આધુનિક ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના દુરંદેશી વિચારોને કારણે દેશ વિકાસ અને આધુનિકતાના નવા માર્ગે આગળ વધ્યો હતો. ડો. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના યુવાનોને લોકશાહીમાં સક્રિય ભાગીદારી માટે 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ રાજીવ ગાંધીજીએ લીધો હતો. આ નિર્ણયના પરિણામે દેશના કરોડો યુવાનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને વધુ મજબૂત બનાવવાનો અવસર મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે સ્વ. રાજીવ ગાંધીજીના વિચારો, સેવા અને સમર્પણ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને તેમની વિચારધારા આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ રાજીવ ગાંધીજીના દર્શાવેલા માર્ગ પર ચાલી દેશસેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડો.રાજદીપસિંહ જાડેજા સહિત, જસવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, વૈશાલી શીંદે, અર્જુનભાઈ ચોહાણ, મનીષાબેન રોજાસરા, ઠાકરશી ગજેરા, કેતનભાઈ તાળાં, જગદીશસિંહ જાડેજા, નરેશભાઈ પરમાર, પ્રવીણભાઈ રોજાસરા, મેહુલ ભાઈ મકવાણા,હિરલબા રાઠોડ, સાંજના ગોહિલ, હેમાંગીબેન ગોંડલિયા, આભા દેસાઈ, શોભનાબેન પરમાર, કૃણાલ ચોહાણ, ગૌરવ પૂજારા, યુનુસભાઈ જુણેજા, રૈયાભાઈ બાંભવા, હબીબભાઈ કટારીયા, રાહુલ ભાઈ સોલંકી,રમેશ દૈયા, અમિત ભાઈ ઠાકર,જિતેન્દ્ર ભાઈ ઠાકર,જીત ખોપકર, પ્રતિક વસોયા,મયુર શાહ, જગદીશભાઈ ડોડીયા, કિશનભાઇ ગોંડલિયા, ડાયાભાઈ શેઠિયા, મેઘરાજસિંહ ગિરીશભાઈ પરમાર, જેન્તીભાઇ હીરપરા, વરુણ ભાઈ ધંધુકિયા, કમલેશભાઈ મકવાણા તેમજ કોંગ્રેસના કાર્યકર ભાઈઓ અને બહેનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.



