ફેનેટિક સ્પોર્ટ્સ અને હુરુન ઇન્ડિયાના રિપોર્ટમાં જાહેર થઇ માહિતી
વિરાટ 230 કરોડ, રોહિત શર્મા રૂ.227.2 કરોડ અને મહેન્દ્ર સિંહ ધોની રૂ.200 કરોડની કમાણી
- Advertisement -
53 દેશના 504 શહેરના 1,323 એલિટ એથ્લેટ્સ અને 6 સ્પોર્ટ્સ લીગના અભ્યાસ પર આધારિત છે આ રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના સ્ટાર બેટર વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયા છે. તેઓ રૂ.230 કરોડની કમાણી કરી ચૂક્યા છે. IPL 2008થી શરૂ થઈ છે અને આ વખતે તેની 19મી સીઝન છે. આ દાવો ફેનેટિક સ્પોર્ટ્સ અને હુરુન ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ વિશ્વના 53 દેશોના 504 શહેરોના 1,323 એલિટ એથ્લેટ્સ અને 6 સ્પોર્ટ્સ લીગના અભ્યાસ પર આધારિત છે.ફેનેટિક સ્પોર્ટ્સ એક ટિકિટિંગ અને હોસ્પિટાલિટી કંપની છે, જે રમતગમત સંબંધિત ટ્રાવેલ અને ઇવેન્ટ્સનું સંચાલન કરે છે.
જ્યારે, હુરુન ઇન્ડિયા રિસર્ચ અને વેલ્યુએશન કંપની છે, જે ધનિકોની યાદી અને બિઝનેસ રિપોર્ટ્સ માટે જાણીતી છે. ઈંઙકના સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી નંબર-1 પર છે.
તેઓ 2008થી સતત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (છઈઇ) માટે રમી રહ્યા છે અને અત્યાર સુધી 230 કરોડનો પગાર લઈ ચૂક્યા છે. વિરાટ બ્રાન્ડ વેલ્યુના મામલે પણ લીગના સૌથી મોટા સ્ટાર છે.
આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા રૂ.227.2 કરોડની કમાણી સાથે બીજા નંબર પર છે. જ્યારે, ચેન્નઈ સુપર કિંગ્સ (ઈજઊં)ના મહેન્દ્ર સિંહ ધોની રૂ.200 કરોડના પગાર સાથે ત્રીજા સ્થાને છે. ધોની આજે પણ ભારતીય ક્રિકેટ અને ઈંઙકના મોટા કોમર્શિયલ આઇકન છે.
- Advertisement -
કોલકાતા ટોચ પર, મુંબઈ-ચેન્નઈની વેલ્યુ બરાબર
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને જૂહી ચાવલાની KKRની વેલ્યુ 19,200 કરોડ રૂપિયા છે. આ સાથે જ KKR દેશની સૌથી મૂલ્યવાન IPL ફ્રેન્ચાઈઝી બની ગઈ છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) છે. બંને ટીમોનું વેલ્યુએશન લગભગ 18,400 કરોડ આંકવામાં આવ્યું છે. IPLની તમામ 10 ફ્રેન્ચાઈઝીનું કુલ વેલ્યુએશન હવે 1.63 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
વિમેન્સ ક્રિકેટમાં સ્મૃતિ મંધાના ટોચ પર
વિમેન્સ ક્રિકેટમાં સ્મૃતિ મંધાના રૂ.13.7 કરોડની કમાણી સાથે ટોચ પર છે. દેશની ટોપ 10 મહિલા ક્રિકેટરોની કુલ કમાણી રૂ.90 કરોડ છે, જે વિરાટ કોહલીની ઈંઙક કમાણી રૂ.230 કરોડના અડધાથી પણ ઓછી છે. અન્ય રમતોમાં આ અંતર વધુ છે.



