2030 સુધી 100% નોંધણીનો લક્ષ્યાંક : ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ સામે ગુજરાત સરકારનું મેગા મિશન
10 દિવસમાં રાજ્યવ્યાપી સર્વે પૂર્ણ કરવાનો ટાર્ગેટ, ધોરણ 1થી 11ના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની નામજોગ યાદી તૈયાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો (શાળા છોડી દેવાનું પ્રમાણ) નાબૂદ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (ગઊઙ-2020)ના લક્ષ્યાંક મુજબ વર્ષ 2030 સુધીમાં પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધી 100% નોંધણી ગુણોત્તર (ૠઊછ) પ્રાપ્ત કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. હવે માત્ર નવા બાળકોને જ શાળામાં લાવવાના નથી, પરંતુ શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન જે વિદ્યાર્થીઓ ધોરણ-1થી 11 વચ્ચે અભ્યાસ છોડી ચૂક્યા છે, તેમને શોધીને ‘પ્રગતિના પ્રવેશોત્સવ’ અંતર્ગત ’પુન: પ્રવેશોત્સવ દ્વારા ફરી વર્ગખંડમાં બેસાડવામાં આવશે.
શિક્ષકો અને કર્મચારીઓએ ડ્રોપઆઉટ થયેલા બાળકના ઘરે રૂબરૂ જવું પડશે અને વાલી સાથેની મુલાકાત દરમિયાન માત્ર રિપોર્ટ નહીં, પણ એપ્લિકેશનમાં લાઈવ ફોટો કે વીડિયો પણ અપલોડ કરવો પડશે! જો કોઈ બાળક ભણવાની ના પાડશે, તો તેની પાછળ ઉચ્ચ અધિકારીઓ પણ આચાર્ય સાથે વાલીના ઘરે ધામા નાખશે. સામાન્ય રીતે દર વર્ષે યોજાતા પરંપરાગત પ્રવેશોત્સવમાં માત્ર નવા જ બાળકોના નામાંકન પર ધ્યાન આપવામાં આવતું હતું, પરંતુ આ વખતે એક સંપૂર્ણપણે નવો અને ક્રાંતિકારી એન્ગલ ઉમેરીને પ્રગતિના પ્રવેશોત્સવ’ની સાથે-સાથે ’પુન: પ્રવેશોત્સવ’ની જાહેરાત કરવામાં આવી છે.
શાળાઓની કચેરીના નિયામક રચિત રાજ (ઈંઅજ) દ્વારા તમામ કલેક્ટર, પ્રભારી સચિવ અને જિલ્લા વિકાસ અધિકારીઓને આ અંગે આયોજન કરવા કડક આદેશો છૂટ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે શિક્ષકો કે અધિકારીઓ સરકારી કાગળો પર આંકડાની માયાજાળ રચી શકશે નહીં. સરકારના ઈઝજ પોર્ટલના માધ્યમથી ડ્રોપઆઉટ થયેલા એક-એક વિદ્યાર્થીની ધોરણવાઈઝ નામ-જોગ આખી યાદી તૈયાર કરી દેવાઈ છે, જેમાં વિદ્યાર્થીનું નામ, વાલીનો મોબાઈલ નંબર અને જૂની શાળાની વિગતો સામેલ છે.
શિક્ષકો બાળકોના ઘરે સમજાવવા જાય તેના ફોટા-વીડિયો પણ લેવાશે
- Advertisement -
કેટલાક કિસ્સામાં જ્યારે શિક્ષકો કે કર્મચારીઓ આ સરવે અંતર્ગત બાળકોના ઘરે વાલીઓને સમજાવવા જાય તેના ફોટા અને વીડિયો પણ લેવા જણાવાયું છે. આ ઉપરાંત વાલીઓ સાથેની વાતચીત દરમિયાન વિદ્યાર્થી કે વાલી ફરી શાળાએ આવવા સમર્થન ન આપે તો ઉપરી અધિકારી એટલે કે આચાર્ય કે તેના સમકક્ષ વ્યક્તિ વાલીઓનું કાઉન્સેલિંગ કરશે. એકંદરે બાળકોનું નામાંકન 100 ટકા કરવાનો લક્ષ્યાંક છે તેના માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સરવે કરે છે.
ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માટે સરકારનું સંપૂર્ણ એક્શન પ્લાન
ઘર-ઘર સર્વે અભિયાન હ લાઈવ ફોટો-વીડિયો અપલોડ ફરજિયાત હ વાલીઓનું કાઉન્સેલિંગ હ ઈઝજ પોર્ટલથી મોનીટરીંગ હ10 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો ટાર્ગેટ
હ વયજૂથ મુજબ પુન:પ્રવેશ હ નવા ડ્રોપઆઉટ અટકાવવાની તૈયારી
31 મે સુધીમાં ‘ઓપરેશન બેક ટુ સ્કૂલ’ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
ઘર મુલાકાત ડ્રોપઆઉટમાં સ્થળાંતર કે અન્ય કોઈ કારણોસર અભ્યાસ છોડનારાના ઘરે ટીમ 10 દિવસમાં સર્વે પૂર્ણ કરશે. વયજૂથ મુજબ પ્રવેશ મ બાળકોને તેમની ઉમરના વયજૂથ પ્રમાણે યોગ્ય ધોરણમાં પુન:પ્રવેશ અપાશે. પ્રિ અને પોસ્ટ સરવેમાં ચાલુ વર્ષે નવો ડ્રોપઆઉટ ન થાય તે માટે ધોરણ-1, 6, 9 અને 11માં પ્રવેશ સુનિશ્ચિત કરવા ઓનલાઇન ફોર્મ ભરાશે.
બેદરકારી દાખવનાર આચાર્ય-શિક્ષક સામે સીધા પગલાં લેવાશે
રાજકોટ સહિત રાજ્યભરમાં આ સરવેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અત્યંત સમયબદ્ધ છે. જો આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ થશે, તો તેની સંપૂર્ણ અને સીધી જવાબદારી સંબંધિત શાળાના આચાર્યની રહેશે. સરકારે સાફ કરી દીધું છે કે દરેક બાળકનો ભણવાનો અધિકાર જળવાવો જ જોઈએ. બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય અને શિક્ષક સામે સીધા પગલાં લેવામાં આવશે.



