8થી 14 એપ્રિલ મવડીના અક્ષરભૂમિ ગ્રાઉન્ડમાં આધ્યાત્મિક ઉલ્લાસનો સપ્તાહીય મહાપ્રસંગ
કથાના વ્યાસપીઠ પર નિત્ય સ્વરૂપદાસજી સ્વામી બિરાજમાન રહી ભક્તોને કથારસનું પાન કરાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવનાર 8 એપ્રિલથી 14 એપ્રિલ 2026 દરમિયાન એક અદ્વિતીય આધ્યાત્મિક માહોલ સર્જાવાનો છે, જ્યાં સ્વામિનારાયણ મહોત્સવ, શ્રીમદ સત્સંગ જીવન કથા અને ઘરસભાનો વિશાળ કાર્યક્રમ યોજાશે. અક્ષરભૂમિ ગ્રાઉન્ડ, 80 ફૂટ રોડ, મવડી ઇન્ડોર સ્ટેડિયમ સામે અને સર્વોદય સ્કૂલ પાસે યોજાનાર આ મહોત્સવ ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય બનશે. આ સમગ્ર મહોત્સવ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પવિત્ર આશીર્વાદ હેઠળ તેમજ બ્રહ્મનિષ્ઠ સંતોના માર્ગદર્શનથી આયોજન પામ્યો છે. રાજકોટ, જે ભગવાન સ્વામિનારાયણ અને તેમના 500 પરમહંસના ચરણરજથી પવિત્ર થયેલી તીર્થસ્થળ તરીકે ઓળખાય છે, ત્યાં આ મહોત્સવનું આયોજન થવું ભક્તો માટે વિશેષ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.
મહોત્સવનો મુખ્ય આકર્ષણ સત્તાનંદ સ્વામી રચિત ‘શ્રીમદ સત્સંગ જીવન’ ગ્રંથની 427મી કથા પારાયણ રહેશે. આ સાથે 2187 થી 2193 નંબર સુધીની ઘરસભા પણ યોજાશે, જે ઘરમાં સત્સંગની પરંપરા મજબૂત બનાવવાનો સંદેશ આપશે. કથાના વ્યાસપીઠ પર નિત્ય સ્વરૂપદાસજી સ્વામી બિરાજમાન રહી ભક્તોને કથારસનું પાન કરાવશે. સંગીતમય વાતાવરણમાં સરદારધામની ભક્તિમય સુરાવલી સાથે કથા વધુ ભાવવિભોર બનાવશે. આ મહોત્સવ માત્ર કથા સુધી મર્યાદિત નથી, પરંતુ ભક્તોને વિવિધ ધાર્મિક અનુભવોનો લાભ પણ મળશે. દેવદર્શન, અભિષેક દર્શન, ધર્મકુળ દર્શન અને સંત દર્શન જેવી પવિત્રવિધિઓ સાથે ભજન-કીર્તન અને આધ્યાત્મિક વાર્તાઓનો રસાસ્વાદ ભક્તોને મળશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ જીવનમાં શાંતિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરવાનો એક અનોખો અવસર છે.
મહોત્સવ દરમિયાન અનેક સંતો, મુખ્ય યજમાનો તથા આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે, જે કાર્યક્રમને વિશેષ ભવ્યતા અને ગૌરવ આપશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તે જોતા સ્થળ પર સુવ્યવસ્થિત વ્યવસ્થા, એસી ફૂડ ઝોન, પાર્કિંગ અને ભક્તજનોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોના ભક્તોને પરિવાર અને મિત્રો સાથે આ મહોત્સવમાં હાજર રહી આધ્યાત્મિક લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવાયું છે. આ પ્રસંગે ભક્તિ અને સમાજ એકતા બંનેનો અનોખો સંદેશ પ્રસરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે નીતિનભાઈ (મો. 99259 89219)નો સંપર્ક કરી શકાય છે.
ધાર્મિક મહોત્સવ કાર્યક્રમની રૂપરેખા
- Advertisement -
પોથીયાત્રા
તા. 08-04-2025, બુધવાર
ચૈત્ર વદ 6
સમય: રાત્રે 07:30 કલાકે
સ્થળ: હરિદર્શન સ્કૂલ મવડી બાયપાસથી નીકળીને કથા સ્થળે પહોંચશે
કથા પ્રારંભ
તા. 08-04-2025, બુધવાર
સમય: રાત્રે 08:30 કલાકે
ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ
તા. 09-04-2025, ગુરુવાર
સમય: રાત્રે 10:30 કલાકે
ગાદી-પટ્ટાભિષેક મહોત્સવ
તા. 11-04-2025, શનિવાર
સમય: રાત્રે 08:30 કલાકે
મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ
તા. 12-04-2025, રવિવાર
સમય: રાત્રે 10:00 કલાકે
મહોત્સવ પૂર્ણાહુતિ
તા. 14-04-2025, મંગળવાર
સમય: રાત્રે 11:00 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. 10-04-2025, શુક્રવાર
સમય: રાત્રે 10:00 કલાકે
મેજીક શો : અમિતભાઈ સોંલકી
તા. 13-04-2025, સોમવાર
સમય: રાત્રે 10:00 કલાકે
કથા સમય
દરરોજ રાત્રે 08:30 થી 11:00
હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાન
તા. 07 થી 13 એપ્રિલ 2025
સવારે: 09:00 થી 11:30
બપોરે: 03:30 થી 05:30



